હાથ પર બ્લેક બેંડ પહેરીને કેમ મેદાને ઉતરી પંજાબની ટીમ…12 રને જીત

IPL 2020 ની ૪૩મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુધ કિંગ્સ ઇલેવન પંજાબની KXIP vs SRH વચ્ચે યોજાઇ હતી જેમાં પંજાબની ટીમે ૧૨ રનથી જીત મેળવી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરીને પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૨૬ રન જ બનાવ્યા હતા, જેમાં નિકોલસ પૂરણે સૌથી વધુ ૩૨ રન અને લોકેશ રાહુલે ૨૭ રન બનાવ્યા હતા.

હૈદરાબાદની ટીમે સારી બોલિંગ કરી હતી પરિણામે પંજાબની ટીમ માત્ર ૧૨૬ રન જ બનાવી શકી હતી. જેમાં રશિદ ખાને પોતાની ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપી ૨ વિકેટ લીધી હતી તમજ જેસન હોલ્ડરે ૪ ઓવરમાં ૨૭ રન આપી ૨ વિકેટ અને સંદીપ શર્માએ ૪ ઓવરમાં ૨૯ રન આપી ૨ વિકેટ લીધી હતી.

૧૨૭ રનનો પીછો કરતા હૈદરાબાદની ટીમ ૧૯.૫ ઓવરમાં માત્ર ૧૧૪ રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે સૌથી વધુ ૩૫ રન બનાવ્યા હતા. ત્યાર પછી તેની ટીમમાંથી કોઇ બેટ્સમેન સારુ પ્રદર્શન ન કરી શક્યો અને હૈદરાબાદની ટીમ ઓછો ટાર્ગેટ હોવા છતાં ૧૨ રને હારી ગઈ હતી. પંજાબમાંથી ક્રિશ જોર્ડને પોતાની ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપી ૩ વિકેટ લીધી હતી તમજ અર્ષદીપ સિંગે ૩.૫ ઓવરમાં ૨૩ રન આપી ૩ વિકેટ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચ રમવા પંજાબની ટીમ હાથ પર કાળા કલરની પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી. આની પાછળનું કારણ એ હતું કે પંજાબની ટીમના બેટ્સમેન મંદીપસિંહના પિતા હરદેવસિંહનું ગયા શુક્રવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા પંજાબની ટીમ બ્લેક બેંડ – કાળી પટ્ટી હાથ પર બાંધી મેદાનમાં ઉતરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *