તમામ રોગોથી બચવા લાલ કિતાબ Lal kitab ના પાંચ અચૂક ઉપાયો.

 

Lal kitab | તમે નાની બીમારીથી ગ્રસીત હો કે મોટી ભયાનક બીમારીએ તમને જકડી લીધા હોય. લાલ કિતાબ પાસે એનું મારણ છે, જે આજે અમે તમને જણાવીશું.

 

આપણા શરીરમાં દરેક સ્થાનો પર ગ્રહોનો વિશેષ પ્રભાવ પડતો હોય છે. ગ્રહોની દશા સતત બદલાયા પણ કરતી હોય છે. શરીરમાં જળની માત્રા ચંદ્ર દેવ છે તો રક્ત એ મંગળ દેવ છે. આમ શરીરના અન્ય અંગો પર પણ ગ્રહોનું ખૂબ જ પ્રભુત્વ છે. ઘણીવાર શનીદેવ કૃપા કરતાં હોય છે તો ક્યારેક આપણી ભુલ બદલ કોપાયમાન પણ થાય છે. આમ ગ્રહોની દશા બગડતા માનવી જાત-ભાતની બીમારીઓનો પણ ભોગ બનતો હોય છે. કોઈને હાથની બીમારી હોય તો કોઈને પેટની. કોઈને કેન્સર થાય, કોઈને ટી.બી તો કોઈ મહામારીમાં સપડાય છે. આમ સતત માનવી બીમારીમાં રહે છે. ઘણીવાર તો રોગો માનવીને એવા ઘેરી લે છે કે એનો પીછો જ છોડતા નથી. પરંતું તમામ પ્રકારના અસાધ્ય રોગો કે મહામારીઓ ઉપરાંત નાના મોટા તમામ રોગમાંથી બચવા માટે લાલ કિતાબ ( Lal kitab ) માં પાંચ અચૂક પ્રયોગો સૂચવવામાં આવ્યા છે. એ જોઈએ.

સૂતા પહેલાં આટલું ધ્યાન જરૂર રાખો.

જો તમે બીમાર હો, બીમારી દવાથી જતી ના હોય અને ખૂબ પરેશાન થઈ ગયા હો તો તમારે સૌથી પહેલાં આ પ્રયોગ કરવાનો છે. સાંજના સમયે એક તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરી લો. તેમાં લાલ ચંદન પણ મેળવી લો. પછી રાત્રે સૂતી વખતે એ પાત્રને તમારા માથાની પાછળ કોઈ ટેબલ પર મુકી દો. વહેલી સવારે સૂર્યોદય વખતે ઉઠીને એ જળને પીપળાના વૃક્ષ પર ચડાવી દો. આ પ્રયોગ સતત ૪૩ દિવસ સુધી કરવાનો છે. પ્રયોગ સામાન્ય લાગે છે પણ ખાસ યાદ એ રાખવાનું છે કે પ્રયોગ શરૂ કરો પછી ૪૩ દિવસ અવિરત કરવાનો છે. વચ્ચે એક પણ ગેપ ના પડવો જોઈએ. જો વચ્ચે કોઈ પણ કારણસર ગેપ પડશે તો એ પ્રયોગ નિષ્ફળ જશે અને ફરી નવેસરથી કરવો પડશે. બીમાર વ્યક્તિના કોઈ પણ સ્વજન તેના વતી આ પ્રયોગ કરી શકે છે. આ એક ઉપાય તમને ભલભલા રોગમાંથી ઉભા કરી શકે તેમ છે.

રાહુ – કેતુને શાંત કરો!

મોટા ભાગે કોઈ પણ પ્રકારના રોગ માટે સૌથી પ્રથમ તો રાહુ અને કેતુ જવાબદાર હોય છે. તેથી તેમને શાંત પાડવા ખૂબ જરૂરી છે. તેમના માટેનો ઉપાય અહીં બતાવ્યો છે. એક એવો કામળો(શિયાળમાં ઓઢીએ છીએ એ ઉનનો કામળો.) પસંદ કરો જેમાં કાળો અને સફેદ રંગ અચૂક હોય. બીજા રંગો ભેગા હોય તો ચાલે પણ આ બે રંગો તો અવશ્ય હોવા જોઈએ. જો ફક્ત બે રંગનો જ કામળો મળે તો અતિ ઉત્તમ. આવો એક કામળો લઈને સંધ્યા સમયે ૨૧ વખત બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારીને એને કોઈ ગરીબને દાનમાં આપી દો. આ પ્રયોગ પછી તમારો રોગ ધીમે ધીમે જડમુળથી ચાલ્યો જશે.

નારિયેલનો ઉતારો કરો અને સાજા થઈ જાવ.

જે વ્યક્તિ બીમાર હોય અને લાંબા સમયથી સાજા જ ના થતા હોય એના માટે નારિયેલનો એક અચૂક ઉપાય છે. શનીવારના દિવસે સાંજે એક પાણીદાર સુકુ નારિયેલ લઈને બીમાર વ્યક્તિના માથા પરથી ૨૧ વાર ઉતારો અને પછી ઘરની બહાર કોઈ પણ દેવસ્થાનના આંગણામાં કે ચાર રસ્તા પર જ્યાં આપને અનુકુળ આવે ત્યાં એને બાળી દો. યાદ રહે નારિયેલ સંપૂર્ણ બળી જાય ત્યાં સુધી તમારે ત્યાં જ બેસવાનું છે. નારિયેલ બાળવા માટે ઘી – કપુરનો ઉપયોગ કરી શકાય. આવું કુલ પાંચ શનીવાર સુધી કરો. આમ કરવાથી લાંબા સમયનો રોગ કે ટૂંકા સમયની બીમારી બધું જ તાત્કાલિક નાશ પામશે.

તેલ અને સિક્કાનો પ્રયોગ…

ઘણા રોગો નાના હોય છે પણ મટતા વાર લાગે છે. તમારી બીમારી પણ એવી જ હોય કે તમે નાના રોગથી મોટી મુશ્કેલી અનુભવતા હોય, તો શનીવારના દિવસે તમારે આ ખાસ પ્રયોગ કરવાનો છે. એક કાંસાની વાટકીમાં સરસોનું તેલ ભરીને એમાં એક સિક્કો નાંખો. પછી એમાં બીમાર વ્યક્તિએ એનો પડછાયો જોવો. ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી એ પડછાયો જોયા કરવો અને શનિદેવને વિનંતી કરવી કે, ‘હે શનીદેવ, મારા આ શરીરમાં કાળા અડછાયા રૂપે જે રોગ ઘર કરી ગયો છે એનાથી આજે મને મુક્ત કરો.’ આમ કર્યા પછી શનીદેવના મંદીરે જઈને એ કટોરી ત્યાં અર્પણ કરી દો. આ પ્રયોગ માત્ર પાંચ જ શનીવાર સુધી કરશો તો શનીદેવ તમારા પર કૃપા કરશે અને બીમારી દૂર કરશે.

અક્સિર ઉપાય… હનુમાન ચાલિસા…

કોઈ પણ કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી સૌથી મોટા દેવ છે. રોગ, બીમારી માનવીના જીવનમાં આવતું સૌથી મોટુ કષ્ટ છે. માટે એને દૂર કરવા માટે રોજ સંધ્યા ટાણે હનુમાન ચાલિસાનો પાઠ અચુક કરો. બને તો રોગી વ્યક્તિ જ આ કરે તો સારુ, પણ રોગી જો પાઠ કરવાની સ્થિતીમાં ના હોય તો તેમના પતિ કે પત્ની, દીકરો – દીકરી, મા-બાપ તેમના વતી હનુમાન ચાલીસા વાંચી શકે છે. અન્ય કોઈ કરે ત્યારે બીમાર વ્યક્તિ પાસે બેસીને જ હનુમાન ચાલિસા પાઠ કરે તે જરૂરી છે. શ્રી હનુમક્ત દાદા કષ્ટ ભંજક છે. તેમની પૂજાથી તમારા પર અચુક કૃપા વરસાવશે અને તમારી કુંડળીમાં ગ્રહોની આડી ચાલ હશે તો એ પણ સુધારશે અને સાથે સાથે પિતૃદોષ, મંગલદોષ, રાહુ-કેતુ દોષ વગેરે પણ દૂર કરશે. જાે ભુત-પ્રેત જેવી અગોચર બાબતને લીધે તમે બીમાર રહેતા હશો તો એ પણ દૂર થશે.

મિત્રો, લાલ કિતાબ ( Lal kitab )માં દર્શાવેલા આ ઉપાયો તમને તમામ પ્રકારના રોગોથી બચાવશે. માટે જો તમે રોગથી પીડતા હો તો આ ઉપાયો અચૂક કરો અને સાજા થઈને સુખેથી જીવન જીવો.

***

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *