હજ્જારો લોકોનો જીવ બચાવનારો આ ઉંદર (Magawa) આજે નિવૃત્ત થયો છે | Landmine sniffing rat Magawa

 

Landmine sniffing rat Magawa | કંબોડિયામાં સૂંઘીને વિસ્ફોટક સુરંગોની શોધ કરી હજારો લોકોની જાન બચાવનાર મગાવા (Magawa) નામનો ઉંદર પાંચ વર્ષની નોકરી બાદ નિવૃત્ત થયો છે. આ પાંચ વર્ષમાં તેણે હજારો લોકોનો જીવ બચાવ્યો છે. ઇન્ટરજગતનો તે રીયલ હીરો છે…

 

આફ્રિકામાં જોવા મળતી એક ઉંદર પ્રજાતિનો આ ઉંદર આજે દુનિયાભરમાં હીરો તરીકે પ્રસિદ્ધ થયો છે. તેની બહાદૂરીના કિસ્સાઓ સાંભળી લોકો હેરાન થઈ જાય છે. આ સાત વર્ષના મગાવા (Magawa) નામના ઉંદરે પોતાના બોમ્બ સ્નિફિંગ ( Landmine sniffing rat Magawa ) કરિયરમાં હજ્જારો લોકોનો જીવ બચાવ્યો છે. આ સામાન્ય ઉંદર નથી. આ ઉંદર પોતાની સૂંઘવાની શક્તિથી વોસ્ફોટક સુરંગ શોધી નાખવા માટે જાણીતો છે. હવે પોતાની ૫ વર્ષની નોકરી કર્યા પછી તે નિવૃત્ત થયો છે. તેણે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ કમ્બોડિયામાં વિસ્ફોટક સુરંગો શોધવાનું કામ જવાબદારી પૂર્વક કર્યુ છે.

 

 

આ ઉંદર (Magawa) ને આપવામાં આવી છે ખાસ ટ્રેનિંગ

મગાવા (Magawa) ઉંદરને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે તે સમયસર વિસ્ફોટક સુંરગની શોધ કરી તેના ટ્રેનરને જણાવી શકે છે. તેને એલર્ટ કરી શકે છે. આ ઉંદરે પોતાની નોકરી દરમિયાન ૭૧ લેન્ડમાઇન્સ અને ૩૮ જીવિત વિસ્ફોટક પદાર્થની શોધ કરી હજ્જારો લોકોનો જીવ બચાવ્યો છે. બિલ્જિયમની એપીઓપીઓ નામની સંસ્થાએ આ ઉંદરને ટ્રેનિંગ આપી છે. આ સંસ્થા ઉંદરોને આવી ટ્રેનિંગ આપી આવા કામ માટે તૈયાર કરે છે. આ મગાવા ઉંદરે અત્યાર સુધીમાં ૧૦૪ લાખ સ્ક્વાયર મીટર કરતા વધારે જમીનની તપાસ કરી છે જે લગભગ ૨૦ ફૂટબોલના મેદાન બરાબર જમીન થાય.

 

બ્રિટિશ ચેરિટી મેડલથી સમ્માનિત ઉંદર

આટલું જ નહી મગાવા ઉંદરને તેના કામ બદલ બ્રિટિશ ચેરિટી દ્વારા સમ્માન પર આપવામાં આવ્યું છે. બ્રિટિશ ચેરીટી આવા જાનવરો માટે કામ કરે છે અને વિશેષ જાનવરોને સમ્માનિત પણ કરે છે. ખાસ કરીને કુતરાઓ માટે આ મેડલ હોય છે પણ પહેલીવાર ઉંદરને પણ આ મેડલ આપવામાં આવ્યું હતું.

આપણને પ્રશ્ન થાય કે નિવૃત્ત કરવાની શી જરૂર છે આ ઉંદરને. પણ આ સંદર્ભે ટ્રેનિંગ આપનારી કંપનીનું કહેવું છે કે આ ઉંદર સંપૂર્ણ સ્વસ્થ છે પણ તેની ઉમર થઈ ગઈ છે. મગાવા ઉંદરને આ કામ આપવામાં આવ્યું ત્યારે તે માત્ર બે વર્ષનો જ હતો. છેલ્લા પાંચ વર્ષથી તે આ કામ કરી રહ્યો છે.

મગાવા (Magawa) ની જવાબદારી જે અધિકારીની હતી તેનુમ કહેવું છે કે તેણે શાનદાર કામ કર્યુ છે. ભલે તે નાનકડો છે પણ મને તેની સાથે કામ કરવાનો ગર્વ છે. નિવૃત્ત થયા બાદ પણ ઉદરને તેના જ પીંજરામાં રાખવામાં આવશે અને પહેલા જેવી જ તેની માવજત કરવામાં આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *