ચેતીજજો – લેફ્ટ ટર્ન રોકી ટ્રાફિક વધારશો આવશે ૧૫૦૦નો મેમો…!! left turn traffic and memo

ડાબી બાજુવળવું ન હોવા છતાં રસ્તો રોકીને ઊભા રહેલા વાહન ચાલકો માટે ઘડાયો કાયદો

લેફ્ટ ટર્ન રોકીને ઉભા રહ્યા તો થશે દંદ… left turn traffic and memo

ગુજરાતના લગભગ તમામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે. સરકારની સાથે નાગરિકોએ પણ થોડી સમજવાની જરૂર છે. લાગે છે કે વાંક કોઇ એકનો નથી. બન્નેનો છે.

સરકારે યોગ્ય ટ્રાફિકનું નિયમન કરાવવું જોઇએ અને નાગરિકોએ ટ્રાફિકના નિયમો પાળવા જોઇએ. જો આવું થાય તો ટ્રાફિકની ઘણી સમસ્યા દૂર થઈ શકે છે.

હાલ પ્રશ્ન છે લેફ્ટ ટર્ન ટ્રાફિકનો…એટલે કે ચાર રસ્તા પણ સિગ્નલ બંધ હોય ત્યારે સૌથી આગળ આવવાના ચક્કરમાં વાહન ચાલકો ડાબી બાજુએથી આગળ આવવા લાગે છે અને અને પરિણામે જેને ડાબી બાજુ વળવું હોય તે વળી શકતા નથી અને સિગ્નલની સાથે ડાબી બાજુનો રસ્તો પણ બ્લોક થઈ જાય છે. પરિણામે ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિકમાં ૩૦ ટકા કરતા વધારે વાહનો લેફ્ટ ટર્ન બ્લોક થઈ જવાથી ફસાઈ જાય છે.

પણ આ વસ્તું પર ટ્રાફિક પોલીસનું ધ્યાન ગયું છે. આવું ન થાય એટલે લેફ્ટ ટર્ન રોકનારા વાહન ચાલકોને દંડ ફટકારવાનું નક્કી કર્યું છે. ટુવ્હીલરને આ માટે ૧૫૦૦ રૂપિયાનો અને કાર કે અન્ય મોટી ગાડીઓને ૩ હજારનો મેમો ફટકારવામાં આવશે.

ગુજરાતનું પ્રસિદ્ધ અખબાર દિવ્ય ભાસ્કરના એક રીપોર્ટ પ્રમાણે આ કાર્યવાહી દિવાળીથી શરૂ થશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે. તો હવે સાવધાન થઈ જશો. નહિતર ભારે રકમનો મેમો ભરવો પડી શકે છે….

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *