ગેસનો બાટલો Gas cylinder નોંધાવાનો મોબાઇલ નંબર બદલાઇ ગયો છે, નોંધી લો ફટાફટ

 

દેશભરમાં હવે તમારે રસોઈ ગેસ સિલિન્ડર LPG gas cylinder નોંધાવો હશે તો એક જ નંબર બધે ચાલશે. પહેલા એવું હતું કે વિસ્તાર પ્રમાણે આ સિલિન્ડર નોંધાવાનો નંબર અલગ-અલગ હતો. એટલે તમે જે એજન્સી ગ્રાહક હોવ તેનો એક નંબર હતો. તેના પર કોલ કરવાથી રીફિલ નોંધાતો હતો પણ હવે દેશભરમાં એક જ નંબર પર રસોઈ ગેસની નોંધણી થશે.

તમારા ગરે રસોઈ ગેસ છે અને અને તેને નોંધાવા તમે મોબાઇલનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. રસોઇ ગેસના સિલિન્ડરની કાળાબજારી રોકવા માટે એક યોજના અમલમાં મૂકવામાં આવી છે અને એ અંતર્ગત એક દેશભરના તમામ રસોઇગેસના ગ્રાહકોને હવે રીફિલ નોંધાવો હોય તો એક જ મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે 7718955555 હવે દેશના કોઇ પણ રસોઇ ગેસના ગ્રાહકે રીફિલ બૂક કરાવવો હોય યો આ જ નંબર પરથી બૂક થશે.

આ સંદર્ભે ઇન્ડિયન ઓઇલ ( Indian Oil ) નું કહેવું છે કે આ પહેલા રીફિલ બૂક કરાવવા અલગ અલગ સર્કલમાં અલગ અલગ નંબર હતા પણ હવે આખા દેશમાં આ એક નંબરથી જ રીફિલ બૂક થશે. હવે અમારી કંપનીનો કોઇ પણ ગ્રાહક કોઇ પણ સમયે ગમે ત્યાંથી આ નંબર પર કોલ કરી રીફિલની નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત તે SMS દ્વાર પણ રીફિલની નોંધણી કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *