મહાશિવ રાત્રી Maha Shivaratri એ કરો આ ઉપાયો, દૂર થશે જીવનની ૭ મોટી સમસ્યાઓ

 

 

Maha Shivaratri | એકાગ્રતા, બીમારી, બેરોજગારી, ધન, સંતાન, લગ્ન, દામ્પત્યની તમામ સમસ્યાનો ઉપાય મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ની આ પૂજામાં છે.

 

ભણવામાં કે અન્ય કામમાં એકાગ્ર નહીં થઈ શકવાની સમસ્યાનો ઉપાય…

જીવનમાં શિક્ષણ અને અન્ય બાબતોમાં એકાગ્રતા ( Concentration ) નું મહત્વ ખૂબ જ ઘણું છે. ઘણીવાર એવી સમસ્યા આવી જતી હોય છે કે અત્યંત ઈચ્છા હોવા છતાં ભણવામાં કે કામમાં કોન્સન્ટ્રેશન થતું નથી. આ માટે વિદ્યાર્થીઓ સહિત સૌએ મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે આ વિશેષ પ્રયોગો કરવા જેવા છે. મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે પ્રાતઃ કાળે ઘરે અથવા મંદીરે કોઈ પણ શિવલીંગ પર દૂધ, સાકર અને જળ સાથે મિલાવીને એનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે ‘શિવ… શિવ…’ ના જાપ કરો. એ પછી એક પંચમુખી રૂદ્રાક્ષને શિવલિંગ પર મુકો. એના પર પુષ્પો ચડાવી ‘ઓમ નમઃ શિવાય’ની એક માળા કરો. એ પછી એ રૂદ્રાક્ષને લાલ દોરામાં પરોવીને ગળામાં ધારણ કરી રાખો. બસ આટલો પ્રયોગ તમને ભણવામાં અને અન્ય કામમાં એટલાં એકાગ્ર કરશે કે તમે સફળતાના શિખરો સર કરી શકશો.

 

અસાધ્યના બિમારી અને બગડેલા આરોગ્યની સમસ્યાનો ઉપાય….

જો તમે અતિશય બિમાર રહેતા હો, કોઈ દવા અસર ના કરતી હો. અસાધ્ય બિમારીનો ભોગ બન્યા હો તો એ સમસ્યામાંથી મહાદેવ ઉગારશે. એ માટે મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે ભગવા શિવ ( Shiva ) સક્ષમ માટીના કોડીયામાં ગાયનું ઘી અને કપૂર મુકીને એક દીપ પ્રગટાવો અને ઓમ નમઃ શિવાયની અગિયાર માળાઓ કરો.(ઓછામાં ઓછી અગિયાર- વધારે કરો તો સારુ). એ માળાઓ કરી લીધા પછી શિવલિંગ ( Shivlinga ) પર ખીરનો અભિષેક કરો. આ પૂજાથી આરોગ્યને લગતી તમામ સમસ્યાઓનો નિકાલ આવી જશે.

 

નોકરી – ધંધા અને બેરોજગારીની સમસ્યાનો ઉપાય…..

તમને નોકરી ના મળતી હોય, ધંધો ચાલતો ના હોય, તમે બેકાર હો તો તમારે મહાશિવરાત્રી ( Maha Shivaratri ) ના દિવસે એક ચાંદીનો લોટો લઈને એમા સ્વચ્છ જળ ભરીને અગિયાર વખત શિવલીંગ પર એનો અભિષેક કરવાનો છે. એ દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ ( Om Namah Shivaya ) ના જાપ ચાલું રાખો. અભિષેક બાદ અગિયાર સફેદ ફુલો બંને હાથે ભગવાનના ચરણોમાં અર્પિત કરો. યાદ રહે કે એક પણ ફુલ તૂટેલું ના હોવું જોઈએ અને બંને હાથે જ અર્પણ કરવાનું છે. ભુલથી પણ એક હાથે અર્પણ કરશો તો ફળ નહીં મળે. આ વિધિ શ્રદ્ધા પૂર્વક કરવાથી રોજગારી સંબંધિત સમસ્યા ઉકેલાઈ જશે.

 

ધન પ્રાપ્તી અને પૈસા અટવાઈ પડ્યા હોય તો એ સમસ્યાનો ઉપાય.

ધન પ્રાપ્તિ માટે શિવજી ( Shiv ) ને રિઝવવા માટે સવારે સુર્યોદય થયાના એક કલાક પહેલાં પંચામૃત વડે શિવલિંગ (Shivlinga) પર અભિષેક કરો.( પંચામૃત એટલે દૂધ, દહી, મધ, સાકર અને ઘીનું મિશ્રણ). એ પછી ‘ઓમ પાર્વતીપતયે નમઃ’ ( Om Parvati pataye Namah )ના એકસોને આઠ જાપ કરો અને માળા કરી લીધા પછી ધન પ્રાપ્તી અને અટવાયેલા નાણા પાછા મેળવવા માટે શિવજીને પ્રાર્થના કરો. આ વિધીથી તમારી સમસ્યા દૂર થશે.

 

સંતાન ન થવાની સમસ્યાનો ઉપાય…

જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત ના થયું હોય તો પતિ – પત્નીએ મળીને શિવરાત્રી ( Shivaratri ) ના દિવસે ગાયના શુદ્ધ ઘીનો શિવલીંગ પર અભિષેક કરવો. ઘીના અભિષેક પછી શુદ્ધ જળથી શિવલિંગને પતિ-પત્નીએ બંને હાથ વડે સ્નાન કરાવવુ. ત્યારબાદ અગિયાર આખા બિલિપત્ર લઈને તેના પર સફેદ ચંદન વડે ‘શ્રી રામ…’ લખીને એ શિવજીને અર્પણ કરવા. આ વિધી શ્રદ્ધાપૂર્વક કરવી અને વિધિ વખતે ભગવાનને સંતાન આપવા માટે પ્રાર્થના કરવી. ખાસ યાદ રહે આ પ્રયોગ પતિ-પત્નીએ સાથે જ કરવાનો છે, અલગ-અલગ કરવાથી ફળ મળતું નથી.

 

લગ્નમાં રુકાવટની સમસ્યાનો ઉપાય…

જો તમારા લગ્ન ન થતાં હોય તો શિવજીની કૃપા મેળવવા માટે તમારે શિવરાત્રીએ આ પ્રયોગ કરવો જ રહ્યો. યુવક- યુવતી બંને આ પ્રયોગ કરી શકે છે. શિવરાત્રી ( Shivaratri ) ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે પીળા વસ્ત્રો ધારણ કરીને શિવમંદીરે જાવ. તમારી ઉંમરના જેટલાં વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એટલાં બિલિપત્રો લો, એના પર ચંદન વડે તિલક કરો અને પછી ભગવાન શિવને અર્પણ કરો. બિલિપત્ર એક એક કરીને જ શિવલીંગ પર મુકવું અને ઉંધુ કરીને મુકવું તથા ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરવો. આ વિધી પૂર્ણ થયા પછી ગુગળનો ધૂપ કરીને શિવલિંગને અર્પણ કરો.

 

દામ્પત્ય જીવનમાં અણબનાવ, ખટરાગની સમસ્યાનો ઉપાય…

જો તમારા દામ્પત્ય જીવનમાં ખટરાગ રહેતો હોય. વાતે વાતે ઝઘડા અને અણબનાવ થતો હોય તો ભગવાન શિવ આપના દામ્પત્ય જીવનને મુધુર બનાવશે. એ માટે શિવરાત્રીના દિવસે બ્રાહ્મ મૂહુર્તમાં પતિ-પત્નીએ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શિવ મંદિરે ( Shiv Mandir ) જવું. ચાંદી અથવા તો તાંબાના લોટામાં કાચુ દૂધ લઈને શિવલીંગ પર અભિષેક કરો. એ પછી લોટામાં ગંગાજળ લઈને અભિષેક કરો. આ અભિષેક દંપતિએ સાથે જ કરવો અને ‘ઓમ નમઃ શિવાય’ (Om Namah Shivaya ) ના યશાશક્તિ જાપ કરવા. એ પછી શિવજી સમક્ષ ગાયના ઘીનો દીપ પ્રગટાવવો અને સુખ દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી. શિવરાત્રીના દિવસે નકોરડો ઉપવાસ કરવો અને સાંજ ઢળે એ પહેલાં સાત્વિક ભોજન કરી લેવું. મંદીરેથી પરત આવતી વખતે ગરીબોને ફળનું દાન પણ કરવું. આ પ્રયોગ કરવાથી તમારું દામ્પત્ય જીવન સુખરૂપ બની જશે.

 

મિત્રો, બસ આ મહાશિવરાત્રી ( Maha Shivaratri ) એ આટલા ઉપાયો કરશો તો આ સાત મોટી સમસ્યાઓથી અચૂક છૂટકારો પ્રાપ્ત કરી શકશો.

***
ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *