માનસિક રોગથી ઘેરાઈ ગયા છો? તો અજમાવો આ ઉપાયો અને જલ્દી સાજા થઈ જાવ | Mental Illness

 

Mental Illness | શું તમે સતત ચિંતામાં રહો છો? હાઈપર ટેન્શનનો ભોગ બન્યા છો? તણાવ અને વિચારવાયુ ઘટતા જ નથી? એના લીધે ઘર, સંબંધો, નોકરી-ધંધો બધું જ બગડી રહ્યું છે? તો હવે ‘ચિંતા’ની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ રહ્યાં અક્સિર પ્રયોગો.

 

જ્યારે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાની સ્થિતી યોગ્ય ના હોય ત્યારે તેનો સીધો પ્રભાવ માનસિક સ્થિતી પર પડે છે. કુંડળીમાં ચંદ્રમાની કમજોર સ્થિતી માનસિક રોગોને વધારે છે. માનસિક રોગી ઘર પરિવારમાં ધ્યાન નથી આપી શકતો, સારી રીતે કામ-ધંધો કે નોકરી પણ નથી કરી શકતો કે કોઈ સાથે સંબંધ પણ નથી રાખી શકતો. આથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા કરે છે. આપને પણ જો માનસિક શાંતિ ના હોય તો નીચે દર્શાવેલા પ્રયોગો કરીને શાંતિ પ્રાપ્ત કરો.

 

સૂતા પહેલાં આટલું ધ્યાન જરૂર રાખો…

ઘણા વ્યક્તિઓ ખૂબ ગંદા હોય છે. રાત્રે સુતી વખતે કદી હાથ-પગ ધોતા નથી. કેટલાંક લોકોને રાત્રે ચાલવાની ટેવ હોય છે. ચાલતી વખતે તેમના પગમાં ધૂળ જામે છે. બુટ પહેર્યા હોય તો પરસેવો થાય છે અને મોં પર પણ ધુળ અને બીજી ગંદકી ચોંટે છે. આવા વ્યક્તિઓ આવીને તરત જ સીધા પથારીમાં પડે છે. માર્ક કરજો કે આવી રીતે ગંદા હાથ, પગ, મોં લઈને સૂઈ જનારા લોકો પર રાહુનો અશુભ પ્રભાવ પડે છે અને તેઓ માનસિક રીતે ખૂબ પરેશાન રહે છે. માટે હંમેશાં રાત્રે હાથ – પગ અને મોં સ્વચ્છ પાણીથી ધોઈને પછી જ પથારીમાં પડો અને ઇશ્વરનું સ્મરણ કરીને ઉંઘો. શક્ય હોય તો સ્નાન કરીને જ ઉંઘો. ભીના પગે કે હાથે કદી ના ઉંઘશો. આ પ્રયોગ કરવાથી તમને માનસિક અશાંતિ નહીં આવે. તમને ગમે તેવું હાઈપર ટેન્શન હશે તો પણ ભાગી જશે.

 

આ મંત્રજાપથી મળશે ફાયદો…

માનસિક રોગોથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલાં તમારે નકારાત્મક વિચારો અને લોકોથી દૂર રહેવું જાેઈએ. માનસિક રોગથી મુક્તિ મેળવવાનો આ એક અચૂક મંત્ર છે તેનો પ્રયોગ રોજ કરો. મંત્ર છે ‘ઓમ ઉમાદેવીભ્યાં નમઃ . રોજ સવારે પ્રાતઃકાળે વહેલાં ઉઠીને રુદ્રાક્ષની માળા (અન્ય માળા નહીં ચાલે એ ખાસ ધ્યાન રાખવું) લઈને આ મંત્રજાપ કરવા. ઓછામાં ઓછી એક માળા તો કરવી જ. આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમને બહું જ ઝડપથી માનસિક રોગોથી મુક્તિ આપે છે. ખાસ કરીને વિચારવાયુ અને તણાવ જરાય નહીં રહે.

ચંદ્રમાને આ અર્ધ્ય ચડાવો અને શાંતિ મેળવો…

માનસિક રોગ એ આગ જેવો છે. એ માણસને સતત બાળ્યા કરે છે. એને કોઈ વાતે શીતળતા આપતો નથી. આ આગને ઓલવવા માટે ચંદ્રમા પ્રસન્ન થાય તે જરૂરી છે. માનસિક રોગની આગથી શાંતિ મેળવવા માટે ચાંદીના લોટામાં સ્વચ્છ જળ, દૂધ, ચોખા, સાકર અને ગંગાજળ લઈને ચંદ્રમાને અર્ધ્ય ચડાવો. ઉપરાંત રોજ ઘરના તુલસી ક્યારે એક દીપ પ્રગટાવો. આ પ્રયોગ સતત સવા મહિના સુધી કરવો. પછી દર બીજના દિવસે કરવો. એનાથી માનસિક રોગ જડમુળમાંથી દૂર થઈ જશે.

શત્રુઓથી સાવચેત રહેવું…

આગળ વાત કરી તેમ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતી ખરાબ હોય તો માનસિક રોગ થતો હોય છે. ચંદ્રમાની સ્થિતી મજબુત કરવા માટે, એમની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની પૂજા જરૂરી છે. આનાથી મુક્તિ મેળવવા સવા વર્ષ સુધી દર બીજ અને પૂનમના દિવસે, વર્ષ દરમિયાનની મહાશિવરાત્રીના દિવસે અને તમારા જન્મ દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક અવશ્ય કરાવો. જ્યારે જ્યારે આ રુદ્રાભિષેક કરો ત્યારે ત્યારે બે કલાક મૌન રહીને ભગવાન શિવનો જાપ ‘ઓમ નમઃ શિવાય’ કરો. સાથે સાથે દરેક બીજ, પૂનમ અને શિવરાત્રિના દિવસે વ્રત પણ કરો અને ચંદ્રમાનું પૂજન પણ કરો. આવું કરવાથી તમારી દરેક માનસિક પરેશાની દુર થાય છે અને ચંદ્રમા શુભ ફળ આપે છે.

આનાથી દિમાગ બને છે તેજ…

માનસિક રોગ એ ક્ષીણ અને નબળા દિમાગની ઉપજ છે. દિમાગને તેજ કરવા માટે દરરોજ બ્રાહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન કરીને મંદીર પાસે બેસીને તમારા ઈષ્ટ દેવ-દેવીનું ધ્યાન કરો. પા કલાકના એ ધ્યાન પછી ભગવાન શિવ અને વિષ્ણુનું ધ્યાન કરો. ઉપરાંત દર મહિનાની બીજના દિવસે સૂર્યદયના અઢી કલાકની અંદર એટલે કે દિવસના પહેલાં પહોરની અંદર ભોજન કરી લો. પછી આખો દિવસ ઉપવાસ રાખો. આ પ્રયોગ તમારા દિમાગને એટલું તેજ બનાવશે કે માનસિક રીતે તમે કદી અશાંત નહીં થાવ.

શત્રુઓથી સાવચેત રહેવું…

તમારું દિમાગી સંતુલન બગડી ગયું હોય. વાતે વાતે ગુસ્સો આવતો હોય, માનસિક ચિંતા સતાવતી હોય. તમે હાઈપર ટેન્શનનો ભોગ બની ગયા હો તો દર સોમવારે ચોખા અને દૂધની ખીર બનાવીને ગરીબોને જમાડો. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરો શિવજી તથા ચંદ્રમાની પૂજા કરો. ખાસ કરીને સરસ્વતી માતાની પણ પૂજા કરો અને ભણતા વિદ્યાર્થીઓને નોટબુકો, પેન્સિલ, પુસ્તકો વિગેરે ભણવાની ચીજોનું દાન કરો. આવું કરવાથી તમારી તમામ માનસિક પરેશાનીઓ દૂર થઈ જશે.

મિત્રો, તમારી માનસિક સ્થિતી ખરાબ હોય તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અહીં દર્શાવેલા પ્રયોગો કરીને આપ હંમેશાં માટે માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપાયોથી તમારુ હાઈપર ટેન્શન, તણાવ, વિચારવાયુ બધું જ દૂર થઈ જશે.

***

નોંધ – આ માત્ર આપની માહીતી માટે જ છે…

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી (Gujjulogy) સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *