ધનના છોડ મની પ્લાન્ટ money plant સાથે પણ કેટલીક એવી જ બાબતો જાેડાયેલી છે જેનું નું પાલન કરવામાં આવે તો જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.

દરેક માણસની ઈચ્છા હોય છે કે પોને ધનવાન બને. પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બન્યા રહે. આ માટે અનેક પ્રકારના ધાર્મિક કાર્યો માનવી કરતો હોય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માનવી અનેક પ્રકારના પવિત્ર છોડ પણ ઘરમાં રાખતા હોય છે. એવો જ એ છોડ છે મની પ્લાન્ટ. આ છોડનું નામ જ મુળ પૈસાનો છોડ છે. મની પ્લાન્ટના છોડને જ ધનનો છોડ કહેવામાં આવે છે. પણ કેટલાંક લોકોની ફરિયાદ હોય છે કે તેમણે ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો હોવા છતાં પણ તેમને ત્યાં સમૃદ્ધિ આવતી નથી. તેમને ધનની કમી રહે છે અને પરિવારમાં સુખ-શાંતિનો પણ અભાવ રહે છે.
તો આજે એ જ વાત કરવી છે કે મની પ્લાન્ટ ઘરમાં હોય તો પણ કેમ ધન લાભ થતો નથી. કેટલાંક લોકો નસીબમાં વિશ્વાસ કરતાં હોય છે. કહે છે કે, લક હોય તો જ મળે. જાે તમે લક એટલે કે નસીબમાં વિશ્વાસ કરતાં હો તો તમારે કેટલીક ધાર્મિક બાબતો અને એના સંકેતોથી થનારા લાભ-ગેરલાભ બાબતે પણ વિશ્વાસ કરવો જોઈએ.
ધનના છોડ મની પ્લાન્ટ સાથે પણ કેટલીક એવી જ બાબતો જાેડાયેલી છે. મની પ્લાન્ટનો જાે નિયમ મુજબ ઉછેર થાય, યોગ્ય જગ્યારે રાખવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
આવો હવે જોઈએ મની પ્લાન્ટ સાથે જાેડાયેલી પાંચ બાબતો જેનું તમે ધ્યાન રાખશો તો એ તમને ધનવાન બનાવી દેશે અને સુખ અને શાંતિ પણ આપશે.
(૧) મની પ્લાન્ટ money plant કદી ખરીદીને ના લાવો
મની પ્લાન્ટ બાબતની સૌ પ્રથમ અને સૌથી અગત્યની વાત એ છે કે મની પ્લાન્ટ કદી ખરીદીને ના લાવવો જોઈએ. જે લોકો નર્સરી કે અન્ય જગ્યાએથી મની પ્લાન્ટ ખરીદીને લાવે છે તેમને એનો ધનલાભ જરાય મળતો નથી. ઉપરાંત કોઈને કહીને કે કોઈને જાણ થાય તે રીતે પણ મની પ્લાન્ટ ના લાવવો જોઈએ. એ રીતે લાવેલા મની પ્લાન્ટથી પણ કોઈ ફાયદો થતો નથી.
(૨) ચોરી કરેલો મની પ્લાન્ટ !
મની પ્લાન્ટ કોઈને કહીને કે ખરીદીને ન લાવવો એનો અર્થ એ જ કે એ ચોરીને લાવવો જોઈએ. ચોરી કરવી આમ તો ખોટી વાત છે પણ આ માત્ર એક છોડ ચોરવાનો છે એટલે કે કોઈના ઘરે તે ઉગ્યો હોય ત્યાંથી એને કે બીજા કોઈને ખબર ના પડે તેમ એને ચોરી લેવાનો છે અને તમારા ઘરે લાવીને એને વાવવાનો છે. સૌથી અગત્યની વાત એ કે તમે જેના ઘરેથી મની પ્લાન્ટ ચોરો એ ઘર એવું હોવું જોઈએ જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. એ ઘર ધનવાનનું હોવું જોઈએ. એ ઘરમાં કંકાસ ના હોવો જોઈએ અને ત્યાં રોજે રોજ પૂજા પાઠ થતાં હોવા જોઈએ. આવા સુખી, શાંતિપ્રિય અને સમૃદ્ધ કરમાંથી ચોરી કરેલો મની પ્લાન્ટ તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.
(૩) આવું બિલકુલ ના કરશો
તમે જાણો જ છો કે મની પ્લાન્ટના પાન ક્યારેક પીળા પડી જાય છે અથવા તો કોહવાઈ જાય છે કે ખરાબ થઈ જાય છે. આવા સમયમાં કેટલાંક લોકો એને હાથથી તોડીને ફેંકી દેતા હોય છે. તમે આવું બિલકુલ ના કરશો. નહીંતર ધનના દેવતા નારાજ થઈ જશે. એ રીતે ખેંચીને પાન તોડવાથી મની પ્લાન્ટનું અપમાન થાય છે અને ઘરમાં નેગેટીવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે પણ મની પ્લાન્ટનું ખરાબ પાન તમારે કાઢી નાંખવું હોય તો બહું જ શાંતિથી એને કાતર લઈને કાપીને સારી જગ્યાએ મુકી દો. કચરામાં ના નાંખશો.
(૪) આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે
મની પ્લાન્ટ અંગેની ત્રીજી અગત્યની વાત એ પણ છે કે એના મુળીયા કોઈને દેખાવા ના જોઈએ. જે ઘરમાં મની પ્લાન્ટના મુળીયા દેખાતા હોય છે ત્યાં મની પ્લાન્ટ હોવા છતાં પણ ગરીબી રહે છે. અને ઝઘડાઓ પણ થતાં રહે છે. જો તમે પારદર્શક બોટલમાં મની પ્લાન્ટ વાવ્યો હોય તો એ કાઢી નાંખવો અથવા તો બોટલને ઢાંકી દેવી. જેથી એના મુળીયા કોઈને દેખાય નહીં. આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે.
(૪) મની પ્લાન્ટ અહીં મૂકો
મની પ્લાન્ટને હંમેશાં તમારા ઘરના પ્રવેશ દ્વાર અર્થાત મુખ્ય દ્વાર પર જ રાખવો. પ્રવેશ દ્વારા સ્વાગતનું દ્વાર કહેવાય છે. પ્રવેશ દ્વાર પર જ જો મની પ્લાન્ટ હોય તો લક્ષ્મીજી ખૂબ જ રાજી થાય છે અને તેમના આશિર્વાદ તમારા પર ઉતરે છે. મની પ્લાન્ટ પ્રવેશદ્વારા પર હોય ત્યાં ધન આકર્ષાઈને આવે છે અને સમૃદ્ધિ આપે છે.
(૫) તો મની પ્લાન્ટની વૃદ્ધિ ઝડપથી થશે
મની પ્લાન્ટને પાણી કેવી રીતે આપવું એ બાબતે પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. હંમેશાં પાણી આપતી વખતે તેમાં એક – બે ચમચી દુધ નાંખી દો. એ રીતે તમે પાણી આપશો તો મની પ્લાન્ટની વૃદ્ધિ ઝડપથી થશે. અને તમે તો જાણો જ છો કે મની પ્લાન્ટ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ તમારુ ધન પણ વધતું જશે.
આ હતી એ પાંચ વાતો જેનું પાલન કરવાથી મની પ્લાન્ટની ખુબ જ વૃદ્ધિ થાય છે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય છે. તો આજથી જ આ નિયમોનું પાલન કરો અને મની પ્લાન્ટના ઉછેર થકી ધનવાન બનો.
ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.