Most honest rashi આ પાંચ રાશિવાળા લોકો ખૂબ ઇમાનાદાર હોય છે, કોઇને દગો આપતા નથી

 

Most honest rashi  | રાશિફળમાં કે જ્યોતિષીમાં માનતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જ્યોતિષશાસ્ત્ર સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે. આનું એક અલગ ગણિત છે. આ ગણિતના આધારે કહી શકાય કે આ પાંચ રાશિઓના લોકો ઇમાનદાર હોય છે. ઝડપથી કોઇને દગો દેતા નથી. આવો જાણીએ તે રાશિઓ કઈ છે.

 

મેષ (Aries)

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના લોકો ઇમાનદાર હોય છે. સંબંધોને તેઓ ઇમાનદારીની નિભાવે છે અને સાચવે છે. ઇમાનદાર લોકોના સંબંધ બધા સાથે સારા હોય છે અને લોકો પણ આવા ઇમાનદાર વ્યક્તિ સાથે સંબંધ સારા રહે તેની સાવચેતી રાખતા હોય છે. આ રાશિના લોકોનું માનવું હોય છે કે સત્ય ગમે એટલું કડવું હોય પોતાના સાથીને તે બધુ જ સત્ય જણાવે છે. ખોટું બોલવું એના કરતા કડવું સત્ય જણાવવું તેમને વધારે પસંદ પડે છે. બને એટલા સંબંધો સાચવતા તેમને આવડે છે.

સિંહ (Leo)

આ રાશિના લોકો સિંહ જેવા હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી તેઓ બીજાની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતા. તેમની ભાવનાઓની કદર કરે છે. આ લોકોની એક ખાસિયત હોય છે કે આ રાશિના લોકો કોઇના ખોટા વખાણ કરી શકતા નથી. સિંહ રાશિના લોકોનું માનવું હોય છે કે વખાણ કરવા તો તે સાચા હોવા જોઇએ નહીંતર ન કરવા જોઇએ.

કન્યા (Virgo)

કન્યારાશિના લોકો ખૂબ જ આદર્શવાદી હોય છે. આદર્શ તેમના માટે પ્રથમ હોય છે. આ રાશિના લોકો દરેક સાથે ન્યાય કરવામાં માનતા હોય છે. હંમેશાં સત્ય બોલવું તેમને ગમે છે. શબ્દોની ફૂલગુંથણી કરી સારી-સારી વાતો કરવી તેમને ગમતી નથી. સ્પષ્ટ વાત કરવી તેમને ગમે છે. આ રાશિના લોકો જે અનુભવે છે તેને સ્પષ્ટ રીતે રજૂ પણ કરી દે છે.

ધન (Sagittarius)

આ રાશિના લોકો પણ ખૂબ ઇમાનદાર ગણાય છે. જો કે તે બોલવામાં બહુ વિચારતા નથી. તેમની તાસિર જ એવી હોય છે કે તે ગમે ત્યારે ગમે તે બોલી દે છે. તેઓ ભોળા હોય છે. કોઇને નુકસાન પહોંચાડવાની તેમની ભાવના ક્યારેય હોતી નથી. વિશ્વાસ સાથે બોલવાની તેમની હિંમત હોય છે.

મકર ( Capricorn )

મકર રાશિના લોકોને ઇમાનદારી સૌથી વધારે પ્રિય હોય છે. આવા લોકો હંમેશાં સત્ય બોલે છે. તેઓ ક્યારેય કોઇને ઠેસ પહોંચાડવામાં માનતા નથી. આ રાશિના લોકો સામેની વ્યક્તિ માટે જે અનુભવે તે સ્પષ્ટ રીતે તેમને જણાવી દે છે. આ રાશિના લોકોને લાગે છે કે ખોટું બોલવાથી સંબંધ બગડે છે માટે ખોટું ક્યારેય ન બોલવું જોઇએ….

 

નોંધ – આગળ જણાવ્યું તેમ આ એક ગણિત છે, વિજ્ઞાન છે. સમય અને સંજોગો પ્રમાણે માણસની પ્રકૃતિ બદલાતી હોય છે. અહીં આ રાશિના જ્યોતિષશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે જે સરેરાશ ગુણ હોય છે તેની અહીં ચર્ચા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *