જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે – Most powerful motivational article in gujarati

 

Most powerful motivational article in gujarati | જીવનમાં જે કંઇ મળે એને પચાવતા શીખો કેમ કે અપચો એ બધા જ રોગોનું મૂળ છે પછી ભલે તે આતંરિક રોગ હોય કે બાહ્ય રોગ હોય. માટે અહીં જણાવેલી ૭ વસ્તુંને પચાવી લો જીવન આનંદથી પસાર થઈ જશે. 

 

lifestyle

#૧ ભોજન

ભોજન ન પચે તો ચરબી વધે છે અને ચરબી માનવ જીવન માટે કોઇ એટલે કોઇ રીતે ફાયદાકારક નથી. શરીરમાં ચરબી વધે તો અનેક રોગોનું કારણ બને અને મનમાં ચરબી વધે તો સંબંધોના મૂળમાં સડો પેદા થાય. માટે બને તો ચરબીથી દૂર રહેવું જ માનવ જીવન માટે સેહતમંદ છે.

#૨ વાત

વાત ન પચે તો પંચાત વધે અને પંચાત વધે તો ઝઘડા વધે અને કોઇ પણ ઝઘડો માનવ જીવન માટે ફાયદાકારક આજ દિન સુધી સાબિત થયો નથી. પંચાત કરવાથી વ્યક્તિની કિંમત ઘટે છે. પંચાત કરનાર વ્યક્તિને પછી કોઈ સિરીયસલી લેતું નથી. તેનું માન પણ જળવાતું નથી. અગત્યની વાતો તેને કોઇ કરતું નથી. એવું બની શકે કે લોકો જે તે વ્યક્તિ સામે હોય ત્યારે તેના વખાણ કરે પણ પાછળથી તેને કોઇ માન આપાતું નથી. સ્વાભાવિક છે કે અહીંની વાત તમે ત્યાં કહો અને ત્યાંની વાત અહીં કહો તો તેનું પરિણામ સંબંધો માટે તો ખરાબ જ આવે પણ આવું કરનારનું માન સમાજમાંથી ઘટી જાય છે. માટે વાતને પચાવતા શીખો. તમારા સંબંધ હર્યાભર્યા રહેશે અને સમાજમાં માન વધશે.

#૩ નિંદા

નિંદા ન પચે તો દુશ્મન વધે અને દુશ્મન વધે તો જીવવું ભારે પડે. જીવનમાં નિંદા કોઇની ન કરવી જોઇએ. નિંદા કરવાથી કોઇનું ભલુ થયું નથી અને થવાનું પણ નથી. ઉલ્ટાનું નિંદા કરવાથી પોતાનો જ જીવ વધારે બળે છે. નિંદા કરનારો વ્યક્તિ ઝડપથી તણાવમાં આવી જાય છે અને તણાવ માનવ જીવન માટે કેટલો નુકસાન કારક છે એ તો બધા જાણે જ છે. માટે જીવનમાં સુખી રહેવું હોય તો નિંદા ક્યારેય ન કરો. અને તમારી કોઇ નિંદા કરે તો તેને પચાવતા શીખી લો. આ જ માનવ જીવન માટે જરૂરી છે.

#૪ પ્રસંશા

પ્રસંશા ન પચે તો અહંકાર વધે અને અહંકાર વધે તો માનવના સંબંધો ઘટે. જીવનમાં સૌથી અમૂલ્ય સંપત્તિ છે સારા સંબંધો. અને અહંકાર કરવાથી આ સંપત્તિમાં ઘટાડો નોંધાય છે. અનેક સંશોધનોથી સાબિત થયું છે લાંબુ જીવનારા લોકોના સંબંધ બધા સાથે ગાઢ રહ્યા હતા. માટે જીવનમાં આનંદમાં અને રોગમુક્ત રહેવું હોય અને લાંબું જીવન જીવવું હોય તો સંબંધિઓ, પરિવાર, મિત્રો સાથે સારા સંબંધ હોવા ખૂબ જરૂરી છે. માટે પસંશા કોઇ કરે તો તેનાથી ફૂલાઈ જવાનું નથી. ફૂલાઈ જશો તો અહંકાર વધશે અને અહંકાર વધશે તો તમારા સંબંધ પર તેની અસર પડશે અને આ અસર તમારા આરોગ્ય પણ દેખાશે.

#૫ પૈસો

પૈસો ન પચે તો દેખાડો વધે અને દેખાડો વધે તો સમજમાં તમારી ખરાબ છાપ પડશે. ભગવાને તમને આપ્યુ હોય તો તેને સારા કામ પાછળ ખર્ચ કરો. દેખાડો કરવથી માનવીની આબરૂ વધતી નથી પણ ઘટે છે. આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે. આજે માણસ પાસે પૈસો આવે એટલે તે નિતનવા ગતકંડાઓ કરે છે અને પછી તેના જ ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે અને પછી નિરાતે પછતાય છે. માટે પૈસા આવે તો તેને પચાવતા શીખો.

#૬ સુખ

સુખ ન પચે તો પાપ વધે અને પાપ વધે તો સમજી લો સુખની એ વિદાયવેળા છે. જ્યાં પાપ હોય છે ત્યાં સુખ વધારે સમય ટકતું નથી. એકવાત સમજી લો પાપ કોઇ પણ પ્રકારનું હોય જેણે આચર્યુ હોય તેને આ જીવનમાં જ અહીં જ ભોગવીને જવું પડે છે. માટે ભગવાને તેમને સુખ આપ્યુ હોય તો તેની કદર કરો અને તેને પચાવવાની સમજ કેળવો.

#૭ દુઃખ

દુઃખ ન પચે તો નિરાશા વધે અને નિરાશા માનવીને શાંતિથી જીવવા ન દે. આ જીવન સુખ અને દુઃખનો સરવાળો છે. તમે દુઃખથી દૂર ન રહી શકો. જીવન છે તો દુઃખ તો પડશે જ. માટે દુઃખને તમે કઈ રીતે પચાવો છો તેના પર બધુ નિર્ભર કરે છે. સુખ હોય કે દુઃખ હોય દરેકનો સમય હોય છે તે જતો જ રહે છે. માટે સુખ મેળવવાની ઇચ્છા હોય તો દુઃખને પચાવવાની આવડત કેળવો. આગે સુખ તો પીછે દુઃખ હે…પીછે દુઃખ તો આગે સુખ હૈ….

Most powerful motivational article in gujarati

ચરબી, પંચાત, દુશ્મન, અહંકાર, દેખાડો, પાપ, નિરાશા માનવ જીવન માટે અતિ નુકસાનકારક છે…માટે ભોજન હોય કે દુઃખ હોય તેને પચાવતા શીખો… જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *