૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ | Motivational For Youth

 

Motivational For Youth | ૧૬ થી ૨૭ વર્ષના યુવાનો માટે ખાસ સલાહ  | જીવનમાં પછતાવું ન હોય તો આ સલાહ પર ધ્યાન આપો

 

#૧ આ સમય તમારો છે, માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો

આ યુવાનીનો સમય છે. આપાણું તન અને મન શક્તિથી ભરપૂર હોય છે. આ સમય એવો હોય છે જેમાં તમે ધારો એ કામ કરી શકો છો. આ સમયમાં ઊંચું લક્ષ્ય બનાવો અને તેના પર કામ કરો. નક્કી તમે સફળ થશો.

 

#૨ યુવાનીમાં સમય બર્બાદ ન કરો

આ સમય નિકળી ગયો તો પછતાવા સિવાય તમારી પાસે કંઇ નહી બચે. આ સમય કંઇક મેળવવાનો, કંઇક એચિવ કરવાનો છે. હંમેશાં કામમાં વ્યસ્ત રહો, ફાલતું જગ્યાએ સમય બર્બાદ ન કરો. તમારા આ સમયની કિંમત અમૂલ્ય છે. તેનું ફાલતું જગ્યાએ રોકાણ ન કરો.

#૩ નવું નવું શીખતા રહો

જેટલું શીખશો એટલો જ ફાયદો થશે. આ ઉંમરે આપણું મન-મગજ ઉર્જાથી ભરેલું હોય છે. જે શીખશો તે યાદ રહેશે. સ્કીલ ડેવલપ કરો, કોઇ કામમાં મહારથ હાંશલ કરો. યાદ રાખો જીવનમાં શીખેલું કામ આવે જ છે.

#૪ સારા શ્રોતા બનો

જીવનમાં આગળ વધવું હોય તો સાંભળતા શીખો, સારા શ્રોતા બનો. ચારે બાજુ લોકો જ્ઞાન આપવા બેઠા જ છે. ખૂબ સાંભળો. નક્કી અનેક નવા વિચાર, આઈડિયા મળશે. કોઇને જવાબ આપવા નહીં પણ તે શું કહેવા માંગે છે તેને સમજવા સાંભળો. ખૂબ જાણાવા મળશે.

#૫ ખૂબ વાંચન કરો

આજની દુનિયામાં પુસ્તક તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. તમને ગમતા પુસ્તકો વાંચો, માહિતીના આ યુગમાં અપડેટ રહેવું જરૂરી છે. વાંચવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે. જે દરેક જગ્યાએ કામ લાગે છે. તમે દુનિયા કરતા અલગ વિચારી શકશો. માટે આગળ વધવું હોય તો ખૂબ વાંચો.

#૬ સ્વચ્છ અને સુઘડ કપડા પહેરો

હંમેશાં કોન્ફિડન્સથી ભરપૂર રહો, આ ઉંમરે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આ માટે સારા કપડાં પહેરવા ખૂબ જરૂરી છે. સારા કપડા એટલે મોંધા અને બ્રાન્ડેડ નહી પણ સ્વચ્છ અને સુઘડ કપડા. સારા કપડા પહેરવાથી આત્મવિશ્વાસ વધી જાય છે.

#૭ નકારાત્મક લોકોથી દૂર રહો

આ ખૂબ જરૂરી છે. આ તારાથી નહિ થાય, આ ખૂબ અઘરું કામ છે, રિસ્ક વધારે છે…આવું બધુ બોલનારા લોકોથી દૂર રહો. હંમેશાં તણાવમાં, ગુસ્સામાં રહેનારા લોકોથી દૂર રહો. જે લોકો તમારામાં નકારાત્મકતા ફેંલાવાની વાત કરે તેનાથી દૂર રહો. હંમેશા હકારાત્મક વિચારો

#૮ સ્વયં પર વિશ્વાસ રાખો

આ ઉંમરે સૌથી અગત્યની વાત એ છે કે શરીર તમને સાથ આપતું હશે. આ ઉંમર એવી છે કે દુનિયાનું કોઇ પણ લક્ષ્ય તમે મેળવી શકો છો. બસ સ્વયં પર વિશ્વાસ રાખો અને લક્ષ્યને મેળવવા પર ધ્યાન આપો. નક્કી સફળ થશો.

#૯ શરીર અને સ્વાસ્થ્યને સાચવો

શરીરને સાચવવું પણ જરૂરી છે. ખોરાક પર ધ્યાન આપો, ગમે તેવો કચરો પેટમાં ન નાખો. ખડતલ શરીર બનાવો, થોડી કસરત કરો અને પોષણયુક્ત આહાર લો. જીવનમાં સફળતા મેળવવા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. શરીર સ્વસ્થ નહી હોય તો સફળતા મેળવીને પણ તેનો આનંદ માણી શકશો નહી. માટે શરીર પર ધ્યાન આપો.

#૧૦ મનને શાંત રાખો, ધીરજ રાખો…

મનને શાંત રાખો. પડકાર જનક સમયમાં પણ જો તમે મનને શાંત રાખી શકો અને થોડી ધીરજ રાખશો તો સમજી લો કે તમારું અડધું કામ સરળ થઈ જશે. ધીરજ અને શાંત મન કળયુગના ગુણ છે. આ બે ગુણ તમારામાં હોવા જોઇએ. જીવનમાં ખૂબ અગળ વધશો…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *