દસ વર્ષનો વૃદ્ધ | દરેકે આ જવાબ વાંચવા જેવો છે | Motivational

 

Motivational | આ શેઠે રાજાના દરબારમાં સાચી ઉમર કોને કહેવાય એનો દાખદો આપ્યો અને બધા ચોંકી ગયા

 

Motivational gujarati

એક વખત એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એ વખતે એક શેઠ એમના દરબારમાં આવ્યા. રાજાએ એમનું સ્વાગત કર્યુ. માનપાન આપ્યા અને બેસાડ્યા.

એ પછી રાજાએ એમનો પરિચય પૂછ્યો, ‘શેઠજી આપનું નામ શું? આપની ઉંમર કેટલી થઈ? દીકરા કેટલાં અને તમારી સંપતિ કેટલી છે?’
શેઠે જવાબ આપ્યો, ‘મારુ નામ દામોદર છે. મારી ઉંમર દસ વર્ષથી થઈ છે, મારે ત્રણ દીકરા છે. અને મારી સંપતિ ચાલીસ હજારની છે.’
શેઠનો જવાબ સાંભળીને દરબારીઓ હસવા લાગ્યા. પણ રાજને લાગ્યુ કે શેઠની વાતમાં કંઈક સંદેશ છુપાયેલો લાગે છે એટલે એ હસ્યા નહીં.

રાજાએ બધાને શાંત રહેવા આદેશ કર્યો અને શેઠને બીજો પ્રશ્ન પૂછ્યો, ‘શેઠજી, આપ તો વૃદ્ધ લાગો છો. કમસે કમ સાઈઠ વર્ષની આપની ઉંમર દેખાય છે. તો પછી આપ દસ વર્ષની ઉંમર એમ શા માટે કહો છો?’

શેઠ બોલ્યા, ‘રાજાજી આપની વાત સાચી છે. મારો જનમ થયાને બાસઠ વર્ષ થઈ ગયા છે. પણ હું દેહની ઉંમરને માનવીની ઉંમર નથી ગણતો. માનવીની સાચી ઉંમર એ છે જેટલાંમાં એ જિંદગીના અનુભવો કરે. એને જિંદગીની ખરી વ્યાખ્યાની ખબર પડે. જિંદગીના બેતાલીસ વર્ષ મેં માત્ર પૈસા કમાવામાં, ખાવા-પીવામાં અને ભોગ – વિલાસમાં જ વિતાવી દીધા છે. પણ છેલ્લાં દસ વર્ષથી મને ભાન થયુ છે કે જીવનમાં માત્ર મોજ-મજા કરવી એ જ સાચી વાત નથી. જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો, તપ કરવું અને અનુભવ મેળવવો એ જ સાચી વાત છે. અને આપણા એ અનુભવથી આપણે કોઈને સમૃદ્ધ કરીએ, બીજાને મુશ્કેલીમાંગી ઉગારીએ એટલું જ આપણે જીવ્યા કહેવાઈએ. બેતાલીસ વર્ષ હું એટલું બધું બેફામ જીવ્યો કે સારા કોઈ અનુભવો મેં કર્યા. મુસીબત વખતે કાં તો મે પૈસાના અને જોર જુલમના જોરેએને દૂર કરી કાં તો મોં છુપાવીને ભાગી ગયો. આથી હું મારા જુના જીવનમાંથી સારા અનુભવો કોઈને આપી શકતો નથી. પણ એના બદલે છેલ્લાં દસ વર્ષથી હું સારા અનુભવો મેળવું પણ છું અને મારી આસપાસના લોકોને મારા જુના અનુભવો પરથી શીખવું છું કે, જીવનમાં સારા અનુભવો પ્રાપ્ત કરજો. માત્ર ખાઈ-પીને સૂઈ ના રહેતા. અનુભવ જ તમને ઉગારશે. તમારો અનુભવ જ તમને ઈજ્જત આપશે અને બીજાના હિતના કાર્યો કરાવશે. માટે રાજને મેં મારી ઉંમર દસ જ વર્ષથી કહી. આજે પણ મારા સારા અને ખરાબ અનુભવ તમારા બધા સમક્ષ વાગોળી, તમને કહીને હું મારા અનુભવનો સદ્‌ઉપયોગ કરવા જ અહીં આવ્યો છું. આપ સૌ મારા અનુભવોમાંથી કંઈ શીખો અને કોઈ મુશ્કેલીમાંથી ઉગરો તો મારો જન્મારો સાર્થક થશે.’

વૃદ્ધે નોંખી અને અનોખીવાત કરી. સૌ દરબારીઓએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. રાજાએ એમનું સન્માન કર્યુ. એ સન્માન એ દામોદર શેઠનું નહોતું પણ એમના અનુભવોનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *