Myntra નો લોગો logo કેટલીક મહિલાઓને આપત્તિજનક લાગ્યો, બદલવો પડશે!

 

Myntra કંપનીએ કહ્યું કે લોગો (Logo) બદલવામાં અમને મહિનાનો સમય જોઇએ.

 

 

Myntra – ભારતનું Online Shoping portal Myntra હવે પોતાનો લોગો (Logo) બદલવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે કંપની તેના માર્કેટિંગ પ્લાન તરીકે નહી પણ એક ફરિયાદના કારણે આવું કરી રહી છે. એક મહિલાએ myntra ના લોગો સામે ફરિયાદ નોંધાવી અને કંપનીએ આ લોગો બદલવાનો નિર્યણ કર્યો છે. ઇ-કોમર્સ કંપની ( E-Commerce ) ના આ લોગોને કેટલીક મહિલા આપત્તિજનક ગણાવે છે. આ સંદર્ભે મુંબઈ સાઈબર ક્રાઇમ પોલિસ (Mumbai Cyber Police) માં કેસ નોંધાયો છે. આ પછી myntra એ આ નિર્ણય કર્યો છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોના પ્રમાણે ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૦માં અવેસ્તા ફાઉન્ડેશન નામની એનજીઓ (NGO Avesta Foundation) ની નાજ પટેલ (Naaz Patel) એ Myntra ના લોગો (Logo) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નાજ પટેલનું કહેવું છે કે myntra નો લોગો મહિલાઓ માટે આપત્તિજનક છે. નાજ પટેલે આ કંપની સામે કાર્યવાહી કરવાની અને તરત લોગો બદલવાની માંગ કરી હતી.

નાજ પટેલે પહેલીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આ મુદ્દાને લોકો સમક્ષ મૂક્યો અને પછી લોકોનું ધ્યાન તેના પર ગયું. નાજ પટેલે કરેલી ફરિયાદ પછી કંપનીએ લોગો બદલવાની વાત સ્વીકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયા બદ મુંબઈ સાયબર પોલિસે myntra કંપનીના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી હતી. આ વાતચીત પછી કંપની કથિત રીતે જણાવ્યું છે કે લોગો બદલવા માટે તેને મહિનાનો સમય જોઇએ.

આ સંદર્ભે મુંબઈ સાઈબર ક્રાઈમના DCP રશ્મિ કરંદીકરે જણાવ્યું કે અમને જોવા મળ્યું છે કે લોગોમાં મહિલાઓ માટે આપત્તિજનક છે. ફરિયાદ મળ્યા પછી અમે Myntra ને ઇમેલ મોકલ્યો પછી તેમના અધિકારીઓ મળવા આવ્યા અને આ અધિકારીઓએ જણાવ્યું છે કે એક મહિનામાં તેઓ લોગો બદલી દેશે.

તમને જણાવી દઈએ કે Myntra ભારતની સૌથી લોકપ્રિય ઇ-કોમર્સ સાઈટ્સમાની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *