નીતિન ગડકરીએ કહ્યું કે જો આવું થશે તો પેટ્રોલ ૧૫ રૂપિયા લીટર પડશે…!! Nitin Gadkari 15 rs petrol

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉદયપુર વિભાગના પ્રતાપગઢ જિલ્લામાં જાહેર સભા યોજી હતી. જેમા તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે વાત કહી હતી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ખેડૂત અન્નદાતાની સાથે ઉર્જાદાત પણ બનશે અને પેટ્રોલની કિંમત ૧૫ રૂપિયા થશે…!! Nitin Gadkari 15 rs petrol

તેમણે જણાવ્યું કે અન્નદાતા માત્ર અન્નદાતા જ નહી પણ ઉર્જાદાતા પણ બનશે. આ અમારી સરકારનો વિચાર છે. અને એટલે જ ઓગષ્ટ મહિનામાં હું ટોયોટો કંપનીના વાહનોનું લોકાર્પણ કરવાનો છું. આ બધા જ વાહનો ઇથોનોલ થી ચાલશે અને આ ઇથોનોલ ખેડૂત બનાવશે. ૬૦ ટકા ઇથેનોલ, ૪૦ વીજળીથી ચાલતા વાહનો આવશે અને પછી તેની એવરેજ કાઢવામાં આવશે તો ૧૫ રૂપિયા લીટર પેટ્રોલ હશે. જનતાનું ભલુ થશે, ખેડૂત ઉર્જાદાતા બનશે, દેશનું પ્રદૂષણ દૂર થશે. આયાત ઘટશે. ૧૬ લાખ કરોડની આયાત ઘડશે અને આ પૈસા ખેડૂતોના ઘરોમાં જશે, ગામડાઓ સમૃદ્ધ અને સંપન્ન બનશે….

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *