પગના તળિયા બળે છે? આ બળાતરામાંથી આજીવન માટે છૂટકારો મેળવવો છે? આ રહ્યા ૧૦૦ ટકા અસરકારક ઘરેલું ઉપાય

 

Pag na taliya ma baltara mate na upay in gujarati | તમારા પગના તળિયામાં બળતરા રહે છે? ખરાબ જીવનશૈલીથી લઈને ખરાબ ખાનપાન સુધીની આદતોના કારણે આવું થઈ શકે છે. ગભરાયા વિના આટલું કરી જુવો….

Pag na taliya ma baltara mate na upay

 

તમારા પગના તળિયામાં બળતરા રહે છે? જો જવાબ હા હોય તો ચિંતાની કોઇ વાત નથી. એક ઉમર પછી બધામાં આ સમસ્યા જોવા મળે છે. પણ ઉલ્લેખનીય છે કે હવે નાની ઉમરના યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. જો કે આ કોઇ મોટો રોગ નથી પણ એકવાત પાક્કી છે કે શરીરમાં કોઇ ચોક્કસ પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે પગના તળિયામાં બળતરા થતી હોય છે. ખરાબ જીવનશૈલીથી લઈને ખરાબ ખાનપાન સુધીની આદતોના કારણે આવું થઈ શકે છે.

હવે વાત કરીએ બગના તળિયામાં બળતરા થાય છે કેમ? તો આગળ લખ્યુ તેમ ખરાબ જીવનશૈલીથી લઈને ખરાબ ખાનપાન સુધીની આદતોના કારણે આવું થઈ શકે છે. આ ઉપરાંત જો તમારા શરીરમાં પાણીની કમી હોય તો પણ આ સમસ્યા થઈ થકે છે. એટલે પહેલા તો પૂરતું પાણી પીવો. પાણી ઘુંટડે, ઘુંટડે સમય લઈએ પીવો. પાણીના ઘુંટડા સાથે મોઢાની લાળ પણ પેટમાં જવી જોઇએ.

આ ઉપરાંત તમારા શરીરને પૂરતા વિટામિન તમે જે આહાર લેતા હોવ તેમાંથી ન મળતા હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે. એટલે જ કહેવાય છે કે યોગ્ય કેલેરીવાળો અને પોષણયુક્ત આહર રોજ આપણે લેવો જોઇએ.

વિટામિન બી૧૨ અને બી૬ ની કમી જો શરીરમાં જોવા મળે તો પણ તમારા પગના તળિયામાં બળતરા થઈ શકે છે.
કિડનીની બિમારી હોય, વધારે પડતી દવા ખાવામાં આવતી હોય તો પણ તમારા પગના તળિયામાં બળતરા થઈ શકે છે. દવાની ગરમી વધી જાય તો આવી સમસ્યા ઊભી થતી હોય છે.

તજા ગરમી હોય શકે છે….

શરીરમાં ખૂબ બળતરા થતી હોય અથવા તો પગના તળિયે કે માથામાં તાળવે આવી બળતરા થતી હોય તો આપણા વડવાઓ કહેતા કે તજા ગરમી વધી ગઈ છે. શરીરમાં અંદર ગરમી વધી જાય તો આવું થઈ શકે છે. ખૂબ ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો, હાથેળીમાં, પગના તળિયામાં બળતરા થવી, નસકોરી ફૂટવી, ઠંડુ પાણી પીવાનું મન થવું, આ બધા તજા ગરમીના લક્ષણો છે. એટલે કે તમારા શરીરમાં ગરમી વધી ગઈ છે. જે ઘટાડવામાં પાણી તમારી મદદ કરી શકે છે.

સૌથી પહેલા આહારશૈલી બદલો

આપણા આયુર્વેદમાં આ માટેના અનેક ઘરગથ્થુ ઉપાય છે. જેને નિયમિત કરવાથી આ તજા ગરમીથી છુટકારો મેળવી શકાય છે. પણ આ પહેલા આપણે આપણી આહારશૈલી બદલવી પડે. એટેલે જો તમારી સાથે આવું કઈ થતું હોય તો સૌથી પહેલા આહારશૈલી બદલો. સવારે ખાવું હોય એટલું, બપોરે થોડું ઓછુ અને રાત્રે નહીવત ખાવાનું રાખો. આ સમસ્યા હોય ત્યા સુધી બહુ તીખુ, તળેલુ ખાવાનું બંધ કરી દો. હંમેશાં માટે બંધ કરશો તો પણ ચાલશે. શરીરમાં પિત્ત વધી જવાથી પણ શરીરમાં ગરમી વધી જાય છે તો પિત્તનાશક ખોરાક જેવા કે ખજૂર, દ્રાક્ષ, ટાંમેટા, કાકડી, તરબૂચ, ટેટી ખાવાનું રાખો. અને હા હળવી કસરત કરો…

પગના તળિયામાં બળતરા અને તેના આયુર્વેદમાં જણાવેલા ઉપાય | Pag na taliya ma baltara mate na upay

હવે આયુર્વેદ પ્રમાણે તમારે શું કરવાનું છે? લીલા ઘાસમાં ઉઘાડા પગે રોજ ચાલવાનું રાખો. આવું કરવાથી પગના તળિયાની બળતરા તો ઓછી થશે પણ તમારી આંખ અને માનસિક સ્થિતિ માટે પણ ફાયદાકારક સાબિત થશે.

આપણા વડવાઓ કહે છે કે શુદ્ધ ગાયના ઘીથી પગના તળિયે માલિસ કરવાથી આ બળતરા દૂર થાય છે.

કાંસાની વાટકીના તળિયે ગાયનું ઘી લગાવી આ વાટકી પગના તળિયે ઘસવાથી તજા ગરમી દૂર થાય છે અને પગના તળિયામાં થતી બળતરા ઓછી થાય છે.

વધુ બળતરા થતી હોય તો કેમિકલ વગરની શુદ્ધ મહેદી પગના તળિયે ગલાવવાથી પણ આ બળતરામાં ફાયદો થાય છે. ગરમીથી બચવા આપણે માથામાં, વાળમાં મહેદી લગાવતા હોઇએ છીએ.

નાળિયેરના તેલની માલિસ કરવાથી પણ પગના તળિયમાં બળતરા ઓછી થાય છે.

નોંધ – આ આર્ટિકલમાં માત્ર તેના સીધા-સાદા ઘરેલું ઉપાય બતાવવામાં આવ્યા છે. પણ તેમ છતાં પગના તળિયે ખૂબ બળતરા થતી હોય તો તરત ડોક્ટર પાસે જવું જ વધુ યોગ્ય ગણાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *