Site icon Gujjulogy.com

ફ્રાંસના વિરોધ કરવામાં પાકિસ્તાને કર્યું એવું કે, દુનિયા ઉડાવી રહી છે મજાક..

 

અંતરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ( Pakistan ) ને ફરી એકવાર નીચાજોણું થયું છે. ફ્રાંસ (France) ના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં દ્વારા અપાયેલ ઇસ્લામ અંગેના નિવેદન બાદ મુસ્લિમ દેશોમાં તેનો ભારે વિરોધ થઇ રહ્યોં છે ત્યારે પાકિસ્તન પણ આ વિરોધમાં કૂદી પડ્યું હતું અને સંસદ (Pakistan Assembly) માં એક પ્રસ્તાવ પારિત કર્યો હતો જેમાં ફ્રાંસથી પાકિસ્તાનનાં રાજદૂત (France) ને પરત બોલાવી લેવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે, હાલ ફ્રાંસમાં પાકિસ્તાનનાં કોઇ રાજદૂત જ નથી. અને આ પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહંમદ કુરૈશી દ્વારા લાવવામાં આવ્યો હતો. લોકો પાકિસ્તાનની સંસદની મજાક બનવતાં કહી રહ્યાં છે, કે આનાથી ખબર પડી જાય છે કે, પાકિસ્તાની સંસદમાં કેટલાં સમજદાર લોકો બેઠા છે. લોકો પાકિસ્તાનના વિદેશમંત્રીના પોતનાંજ મંત્રાલય અંગેની જાણકારીને લઇને પણ મજાક ઉડાવી રહ્યાં છે.

વિદેશમંત્રી દ્વારા પારિત કરાયેલ આ પ્રસ્તાવનું વડાપ્રધાન ઇમરાન ખાન સહિત વિપક્ષોએ પણ એક મતે સમર્થન કરી પોતાનાં રાજદૂત ને પરત બોલવી લેવાની વાતને ટેકો આપ્યો હતો. જ્યારે હકીકત એ છે કે, ઇમરાન સરકારે ત્રણ મહિના પહેલાં જ ફ્રાંસમાંથી પોતના રાજદૂતની બદલી ચીનમાં કરી દીધી હતી.

શું છે આ આખો મામલો?

ફ્રાંસમાં ૧૬ ઓક્ટૉબરના રોજ વિધ્યાર્થીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પાઠ ભણાવતી વખતે વિધ્યાર્થીઓને મહંમદ પયગંબરનું વિવાદિત કાર્ટૂન બતાવાયું હતું જેને કારણે કટ્ટરવાદી મુસ્લિમ યુવાને શિક્ષક સૈમુઅલ પૈટીનું ગળું કાપી હત્યાં કરી દીધી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિએ આ ઘટનાને ઇસ્લામિક આતંકવાદ ગણાવી હતી અને સમ્ગ્ર ફ્રાંસમાં કટ્ટરવાદીઓ સામે અભિયાન ચલાવી ૨૧ જેટલાં મુસ્લિમ ધર્મપ્રચારકોને ફ્રાંસ છોડી દેવાના આદેશ આપ્યાં હતાં, આ ઘટના બાદ અહીંની અનેક મસ્જિદો વિરુધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પડઘા મુસ્લિમ દેશોમાં પડયા હતાં અને ફ્રાંસના માલ-સામાનના બહિષ્કારની માંગણીએ જોર પકડ્યું હતું. પાકિસ્તાનમાં પણ આના પડઘા પડતાં પોતાનાં જ દેશમાં ચોતરફ વિરોધનો સામનો કરી રહેલી ઇમરાન સરકારને આમા અવસર દેખાયો હતો, અને પાક જનતામાં પોતે ઇસ્લામનાં સાચા સમર્થક સાબિત કરવાની ઉતાવળમાં પાકિસ્તાન સરકારે ના માત્ર પોતાના જ દેશ્માં બલ્કે આખી દુનિયામાં પોતાની ઠેકડી ઉડાવડાવી હતી.

Exit mobile version