નોકરીમાં પ્રમોશન Promotion અને અન્ય સમસ્યાઓના અચૂક ઉપાયો આ રહ્યાં

Promotion na upay | શું સખત મહેનત છતાં તમારા બોસ તમારાથી ખૂશ નથી થતા? તમે રાત-દિવસ પરસેવો પાડો તો પણ પ્રમોશન નથી મળતું? પગાર નથી વધતો? તો આ જરૂર વાંચો અને પાલન કરો.

 

નોકરીની પરેશાનીઓ હટશે તો પ્રમોશન મળશે. Promotion Tips

નોકરીમાં પ્રમોશન (Promotion) ના મળતું હોય તેના અનેક કારણો હોય છે. જેમાં વિભિન્ન ગ્રહોનો દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે. આવું કોઈ નડતર હોય તો એ નવગ્રહ હવન કે અભિષેકથી દૂર થાય છે. સખત મહેનત છતાં પણ જો તમને નોકરીમાં પ્રમોશન ના મળતું હોય તો તેના નિરાકરણ માટે ઘરે નવગ્રહ હવન કરાવો અથવા તો મંદીરમાં નવગ્રહ અભિષેક કરો. આ કાર્ય કરવાથી જો તમારા પ્રમોશન આડે ગ્રહોનો દુષ્પ્રભાવ હશે તો એ દૂર થશે અને તમને ઝડપથી પ્રમોશન મળશે તથા અન્ય સમસ્યાઓ પણ ટળશે.

વ્યાપારવૃદ્ધિ યંત્ર એટલે નોકરીમાં ઉન્નતીની ગેરેંટી. Nokari and Promotion

જે લોકો નોકરી કરે છે તેમના માટે વ્યાપાર વૃદ્ધિ યંત્ર એક વરદાન છે. આ યંત્ર પુજાનો સામાન મળતો હોય તેવી કોઈ પણ જગ્યાએ મળી જશે. અથવા તો સારા જ્યોતિષીઓ બનાવી પણ આપશે. આવું વ્યાપારવૃદ્ધિ યંત્ર લાવીને અથવા તો બનાવરાવીને તમારી નોકરીના કાર્ય સ્થાને રાખો અને રોજ કાર્ય શરૂ કરતાં પહેલાં અને પૂર્ણ કર્યા બાદ એને વંદન કરો. બસ આટલું કરવાથી જ આ યંત્રમાંથી સકારાત્મકતા ઉત્ત્પન્ન થશે અને તમને સો ટકાની ગેરેંટી સાથે નોકરીમાં પ્રમોશન મળશે.

ગાયની પૂજા અને ભોજન Gay ni pooja and Promotion

જો તમને નોકરીમાં પ્રમોશન (promotion) ના મળતું હોય તો દરરોજ સવારે નોકરી પર જતી વખતે બાંધેલા લોટ અને ગોળનું મિશ્રણ બનાવીને સાથે લઈ જાવ. રસ્તામાં જે ગાય મળે તેના મસ્તક પર હાથ ફેરવી, હાથને આંખે લગાવીને ગાયમાતાને વંદન કરીને પછી એ લોટ અને ગોળનું મિશ્રણ ગાયમાતાને ખવરાવી દો. આ કાર્ય નિરંતર કરશો તો મોડામાં મોડું છ મહિનાની અંદર તમને પ્રમોશન મળી જશે.

પ્રમોશન Promotion સાથે મનગમતા સ્થાને બદલી પણ થશે.

ઘણા લોકોને નોકરીમાં પ્રમોશન promotion તો જોઈતું જ હોય છે પણ તેમને મનગમતા સ્થાને બદલી પણ કરવી હોય છે. આ માટે દર શનીવારે હનુમાનજી અને શનીદેવના મંદીરે જાવ. હનુમાનજીને તેલ, આંકડાની માળા અને સિંદુર અર્પણ કરો તથા શનીદેવને કાળા તલ અને તેલ ચડાવો. આ ક્રમ નિયમિત રીતે જાળવી રાખો તથા રોજ સવારે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી, તેમાં લાલ મરચાના બી નાંખીને પછી સૂર્યદેવને ચડાવો. આ કાર્યો શ્રદ્ધા પૂર્વક કરવાથી તમને બેવડો ફાયદો થશે. નોકરીમાં ઝડપથી પ્રમોશન પણ મળશે અને તમને મનગમતા સ્થાને બદલી પણ થશે.

ઉડતા હનુમાનજીની તસવીર પણ લાભ કરાવશે. Hanumanji Nokari and promotion

જ્યોતિષ શાસ્ત્રો કહે છે કે ઉડતા હનુમાનજીની તસવીર નોકરીની સફળતા માટે ખૂબ જ સકારાત્મક કામ કરે છે. આથી કોઈ પણ મંગળવારના દિવસે સારા મૂહુર્તમાં ઉડતા હનુમાનજીની તસવીર લઈ આવો. ધ્યાન રહે કે હનુમાનજીના વસ્ત્રો સફેદ ના હોય. આ તસવીરને તમે જે દિશામાં માથુ રાખીને ઉંઘતા હોય એની બરાબર સામેની દિશામાં રાખો. રોજ સવારે આંખો ખોલીને પહેલાં એના દર્શન કરો. આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને નોકરીમાં થોડાક જ દિવસોમાં બઢતી અને બદલી મળશે.

સાત પ્રકારના અનાજ અને ઝડપી સફળતા

પક્ષીઓને અનાજ ખવરાવવાથી વિવિધ પ્રકારના પુણ્યો પ્રાપ્ત થતા હોય છે. આપણા ધર્મશાસ્ત્રોની જાણકારી મુજબ તમે જો સાત પ્રકારના અનાજ એક સાથે ભેળવીને રોજ પક્ષીઓને ખવરાવશો તો તમને નોકરીમાં ખૂબ જ ઝડપથી પ્રમોશન મળશે. પણ ધ્યાન રહે કે આ સાત પ્રકારના અનાજ ગમે તે ના હોવા જોઈએ. એમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા, મગની દાળ અને તુવેરની દાળ જ હોવી જાેઈએ. અને નિયમિત રીતે સવારે જ આ કાર્ય થવું જોઈએ.

સોના – ચાંદીની વીંટીનો ય પ્રભાવ

જો તમને નોકરીમાં માત્ર પ્રમોશનની જ નહીં બીજી પણ તકલીફો છે તો તમારે આ પ્રયોગ અચૂક કરવો જોઈએ. તમારી અનામિકા આંગળીના માપની ચાંદની એક વીંટી બનાવીને તેમાં મોતી જડાવો તથા તર્જની આંગળીના માપની સોનાની એક વીંટી બનાવીને પોખરાજ જડાવો. આ બંને વીંટીમાંથી પોખરાજ જડીત સોનાની વીંટી રવિવારના દિવસે અને ચાંદીની વીંટી સોમવારે ધારણ કરો. બસ આટલું કાર્ય કરો એટલે નોકરીમાં પ્રમોશન જ નહીં તમે એ ઉન્નતી જોઈ શકશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

ગોમતી ચક્ર બદલી નાંખશે આપનું ભાવી

નોકરી સંબંધિત કોઈ પણ પરેશાનીઓ અને પ્રમોશનને લગતી કોઈ પણ બાધાઓ દૂર કરવામાં ગોમતી ચક્ર ઉત્તમ કામ કરે છે. આથી શુક્લ પક્ષના કોઈ પણ સોમવારે ત્રણ ગોમતી ચક્ર ચાંદીના તારથી બાંધીને આપના પર્સમાં મુકી દો. એ પર્સ નોકરીમાં સતત સાથે જ રાખો. બસ પછી તમારે કંઈ નથી કરવાનું. જે કરશે એ ગોમતી ચક્ર જ કરશે. તમે પ્રમોશન જ નહીં ધારી સફળતા મળેવી શકશો.

મિત્રો, બસ આટલા ઉપાયો કરશો તો નોકરીમાં પ્રમોશન ( Promotion ) જ નહીં તમે ઉચ્ચ શિખરે બિરાજો તેવી ભવ્ય સફળતા પ્રાપ્ત થશે.

***

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *