Site icon Gujjulogy.com

ઇષ્ટદેવને, સૂરાપુરાને ભૂલાવી બીજે વાળવાની વાત કરે તેની બોચી પકડી લેજો.

 

રાજભા ગઢવી ફરી કહ્યું …આવા લોકોની બોચી પકડી લેજો…Rajbha gadhvi 

 

લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો એક વીડિઓ વાઈરલ થયો છે જેમાં તેઓએ સ્વામિનારાયણ સાધુઓને જવાબ આપતા હોય એવુ લાગી રહ્યું છે. એમણે કહ્યું કે કુળદેવી વિશે કોઇ બોલે તો તેની બોચી પકડી લેજો….

એક ડાયરા દમિયાન આ વીડિઓમાં રાજભા કહે છે કે હમણા જ મેં એક વીડિઓ જોયો જેમાં એક સ્વામી (તેમને શું કહેવું એ ખબર નહી) ખોડિયાર માતાજી વિશે સમજ્યા વગર બોલે છે. આપણાથી સભ્યતા ભૂલાતી નથી એટલે વધારે નથી બોલતો પણ એટલી ખબર પડે છે કે અમારા માતાજીએ કેટલાય રાક્ષસોના વધ કર્યા છે હવે તમારો વારો છે એટલું યાદ રાખજો.

તેમણે કહ્યું કે ગમે તે ધર્મ હોય પોતાના ઇષ્ટદેવને, સૂરાપુરાને ભૂલાવી બીજે વાળવાની વાત કરે તેની બોચી પકડી લેજો. પછી જે પરિણામ આવવું હોય તે આવે…એટલું તો હવે કરી જ શકાય.

આપણે સહન કરવા સનાતનીઓ જન્મયા છીએ અને તેમાં ઠાકર અને માતાજી આપણી સાથે જ છે. કેટલાય મથી-મથીને થાકી ગયા…

 

જુવો વીડિઓ…..

 

 

Exit mobile version