ગુજરાતમાં અહીં શ્રી રામ…જય રામ…જય…જય…રામ….ની ધૂન | Santram Mandir Akhand Ramdhoon

 

ગુજરાતમાં અહીં શ્રી રામ…જય રામ…જય…જય…રામ….ની ધૂન ૧ લાખ ૯ હજાર કલાકથી સતત ચાલી રહી છે | Santram Mandir Akhand Ramdhoon

Santram Mandir Akhand Ramdhoon | નડિયાદમાં એક મંદિર આવેલું છે. સંતરામ મંદિર. અહીં તમે વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં રાત્રે કે દિવસે, સાંજે કે બપોરે…અડધી રાત્રે કે વહેલી સવારે ગમે ત્યારે જાવ તો એક ધૂન તમને સતત સંભળાશે. એ ધૂન છે શ્રી રામ…જય રામ…જય…જય…રામ…

ઉલ્લેખનીય વાત એ છે કે આ રામધૂન વર્ષ ૨૦૧૧ થી અખંડ-અવીરત પણે કરવામાં આવી રહી છે અને આ ધૂન ટેપ કે કોમ્યુટર કે મોબાઈલથી નહીં પણ 30 ભજન મંડળી દ્વાર સતત ગવાઈ રહી છે. દિવસ દરમિયાન ચાર અને રાત્રિ દરમિયાન એક ભજન મંડળી એમ ૨૪ કલાક પાંચ ભજન મંડળીઓ આ ધૂન ગાય છે. આ ધૂન સાંભળી જ્યારે શ્રધ્ધાળુંઓ અહીં આવે અથવા તો મંદિરના દર્શન કરવા આવે તો તેઓ પણ આ અખંડ રામધૂનમાં જોડાય છે.

ઉલ્લેખનીય વાત એ છે કે નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં વિશ્વના કલ્યાણ માટે અખંડ રામધૂન કરવામાં આવી રહી છે. આ અખંડ રામધૂન સામે ૧૨ વર્ષ દરમિયાન અનેક વિઘનો પણ આવ્યા, ભારે વરસાદથી લઈને કોરોનાકાળ સુધીના વિઘનો આવ્યા પણ આ અખંડ રામધૂન સતત ચાલુ રહી છે.

ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે ૧૯૯૯માં જ્યારે આ મંદિર બન્યું ત્યારે પણ સતત ૧૨ વર્ષ સુધી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ ભક્તો દ્વારા કરાયા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *