શનિવાર Saturday ના દિવસે આ ઉપાયો કરવાથી જીવનમાં કષ્ટનું નોમોનિશાન નહીં રહે

જીવનમાં મજા નથી આવતી? ગ્રહોની અકૃપા છે? બીમારી જતી નથી? ચિંતા ના કરો શનિવારે Saturday ના દિવસે આ પ્રયોગો કરો.

શનિવાર શનીદેવ અને હનુમાનજીનો દિવસ છે. આ બંને દેવ જલ્દી કોપાયમાન પણ થઈ જાય છે. તેથી તમારે તેમને પ્રસન્ન રાખવા હોય તો શનીવારના દિવસે નાની – નાની ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. જ્યોતિષ શાસ્ત્રો કહે છે કે, ‘શનિદેવ અને હનુમાનજીની કૃપાદૃષ્ટિ જીવન માટે ખૂબ જરૂરી છે. શનીદેવની કૃપા દૃષ્ટીથી માનવી ધન-ધાન્યથી પૂર્ણ બને છે અને મહાબલી હનુમાનજીની કૃપાથી દુશ્મનો અને કષ્ટો રહેતા નથી. શનીવાર ખરેખર તો એવો દિવસ છે જાે તમે આ દિવસે શ્રદ્ધા પૂર્વક અમુક વસ્તુઓ કરો તો કષ્ટો દૂર થાય છે અને તમારું જીવન એકદમ સુખમય બની જઈ શકે છે.

હનુમાન ચાલીસાના પાઠ અને તમામ કષ્ટો દુર

જો તમારા જીવનમાં ખૂબ કષ્ટો હોય તો શનિવારના દિવસે કષ્ટ ભંજક હનુમાનજીની પૂજાથી એ દૂર થઈ શકે છે. શનીવારના દિવસે ચાલીને નજીકના હનમાનજી મંદિરે જાવ! હનુમાનજીને સિંદુર અને આંકડાની માળા ચડાવો તથા તેલનો દીવો કરો. ત્યારબાદ ત્યાંજ બેસીને હનુમાન ચાલીસના પાઠ કરો. શનિવારનો ઉપવાસ કરો. બસ આટલું કાર્ય શ્રદ્ધા પૂર્વક કરવાથી તમારા જીવનના ઘણા બધા કષ્ટો દૂર થઈ જશે.

શનીદેવના મંત્રો કરશે તમામ આફતો દૂર

શનિવારે હનુમાનજીના મંદીરના દર્શન બાદ શનીદેવના દર્શને પણ જાવ. શનિદેવની મૂર્તિ ઉપર કાળા તલનું તેલ ચડાવો અને ‘ઓમ શનીશ્વરાય નમઃ’ના મંત્રોની એક માળા કરો. આ મંત્રો તમારી બધી જ આફતો દૂર કરી દેશે. સાંજના સમયે સૂર્યાસ્ત બાદ પીપળાના વૃક્ષ પાસે ચોમુખી દીપક પ્રગટાવો અને પૂજા કરો. ઉપરાંત શનિવારના દિવસે કાળા તેલ, અડધની દાળ અને સરસિયાનું તેલ કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપો. આ પ્રયોગથી તમારા પર શનીદેવની કૃપા બની રહેશે.

લોખંડની કોઈ ચીજ ખરીદી તો કોપ ઉતરશે

શનિવાર શની દેવનો વાર છે. આ દિવસે એક ખાસ વાત ધ્યાન રાખો કે લોખંડની કોઈ જ વસ્તુ ના ખરીદો. કાર, બાઈક કે નાની સાણસી પણ નહીં. આવું કરવાથી શનીદેવનો કોપ તમારા પર ઉતરે છે. એટલું જ નહીં શનિવારના દિવસે મીઠુ અને કાળા તલ કે તેલ પણ ના ખરીદો. તેલ દાનમાં આપવું હોય તો આગલા દિવસે જ ખરીદી લો. કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે મીઠુ ખરીદવાથી તમારા પર કર્જ વધે છે. તમે દેવાદાર બની જાવ છો અને તમને જીવનમાં પરેશાની થાય છે.

ગ્રહનો ખરાબ અસર દૂર કરશે પથ્થર

ઘણા લોકો પર કોઈને કોઈ કારણો સર ગ્રહોની અને દેવતાઓની અકૃપા થઈ ગઈ હોય છે. શની, રાહુ કે કેતુની ખરાબ અસર હોય તો તમારે શનિવારના દિવસે એક કાળો પથ્થર લઈને તેને તલના તેલમાં ડુબાડી રાખવાનો છે. થોડીવાર એ પથ્થર તેલમાં ડુબાડી રાખ્યા બાદ એને ભડકતી આગમાં શેકાવા મુકો. પથ્થર સેકાઈને લાલ ઘુમ થઈ જાય પછી એને આગમાંથી બહાર કાઢીને ઠંડો પડવા મુકી દો. પથ્થર ઠંડો થઈ જાય પછી એને ઘરથી દુર કોઈ કુવામાં અથવા તો વહેતી નદીમાં નાંખી દો. આ કાર્ય કરવાથી તમારા પરથી ગ્રહોની ખરાબ અસર તાત્કાલિક દૂર થઈ જશે.

જીવનમાં મજા નથી આવતી? એનો ય ઉપાય છે!

જો તમને સતત ટેન્શન રહેતું હોય. માનસિક રીતે તમને કોઈ જ વસ્તુ કરવામાં, ખાવામાં કે જીવવામાં જ મજા ના આવતી હોય તો એ બહું જ મોટો દોષ છે અને એનું નિવારણ શનિવારે થઈ શકે છે. જો તમને આવી માનસિક પરેશાની હોય તો સતત અગિયાર કે એકવીસ શનીવાર સુધી દર શનિવારે સવારે ઉઠીને, સ્વચ્છ જળથી સ્નાન કરીને ઘરના મંદીર પાસે બેસીને શાંતિ પૂર્વક ‘ ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ’ આ મંત્રની, એકસોને આઠ મણકાની પાંચ માળા કરો. આ પ્રયોગ કરવાથી તમારી માનસિક અશાંતિ સદંતર દૂર થઈ જશે.

બીમારી ભાગશે સો કોસ દૂર

તમારુ શારિરીક સ્વાસ્થ્ય સારુ ના રહેતું હોય તો દર શનિવારે તમારે એક ખાસ પ્રયોગ કરવાનો છે. શનિવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય વખતે ઉઠીને ઠંડા પાણીમાં કપૂરના તેલના અગિયાર ટીપા અને ત્યારબાદ ચમેલીના તેલના અગિયાર ટીપા નાંખીને એ પાણી વડે સ્નાન કરો. આ પ્રયોગથી બીમારી તમારા શરીરથી હંમેશાં સો કોસ દૂર જ રહેશે.

મહેનત છતાં સફળતા ના મળતું હોય તો

ઘણા વ્યક્તિઓ રાત- દિવસ સખત અને સતત મહેનત કરતાં હોય છે છતાં સફળતા મળતી હોતી નથી. તમને પણ જો આવું થતું હોય તો હનુમાન જયંતીના દિવસે એક લીંબુ અને ચાર લવીંગ લઈને હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં હનુમાનજી સન્મુખ ઉભા રહીને એ લીંબુમાં ચારે ચાર લવિંગ ખોસી દો. ત્યારબાદ શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરો. પછી એ લીંબુને તમારા કાર્ય સ્થળે લઈ જઈને મુકી દો. એક વર્ષ સુધી આ લીંબુ તમારા સ્થાન પર રાખો. પછી બીજી હનુમાન જયંતિએ આ પ્રયોગ નવા લીંબુ અને નવા લવીંગ સાથે ફરી કરો અને જુનુ લીંબુ જળમાં પરધાવીને નવું લીંબુ કાર્ય સ્થળે મુકી દો. પછી જુઓ કે આ નાનકડો પ્રયોગ તમને કેવી સફળતા અપાવે છે.

ઘોડાની નાળ અને હોડીની ખીલી

જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને પડકારો આવતા હોય છે. જેમકે આર્થિક મુશ્કેલી, સમાજિક મુશ્કેલી, વ્યાવસાયિક અને માનસિક તમામ પ્રકારની મુશ્કેલીઓ. આ બધી સમસ્યાઓના નિકાલ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય શનીવારના દિવસે થઈ શકે છે. શનીવારના દિવસે ઘોડાની નાળ અને હોડીની ખીલીનો ઉપયોગ સૌથી ઉત્તમ પુરવાર થયો છે. શુક્રવારના ઘોડાની નાળ ખરીદી લાવો અને આખી રાત એને સરસિયાના તેલમાં ડુબાડી રાખો. એ પછી શનીવારે સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને એ નાળને તેલમાંથી બહાર કાઢીને અંગ્રેજી ‘યુ’ આકારના શેપમાં ઘરના દરવાજા પર લગાવી દો. ઉપરાંત શનીવારે બીજુ પણ એક કામ કરો. કોઈ પણ જગ્યાએ હોડી ચાલતી હોય ત્યાંથી તેમાં લગાવેલી ખીલી કાઢીને ઘરે લઈ આવો. એ ખીલીને ટીપીને એની તમારી તર્જની આંગળીની સાઈઝની વીંટી બનાવો. શનિવારના દિવસે ધૂપ-દીપ કરીને એ વીંટી અનામિકા આંગળીમાં ધારણ કરી લો. આ વિશેષ પ્રયોગ દ્વારા જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ નહીં રહે.

મિત્રો, શનિવાર ભલે ભારે વાર કહેવાતો હોય પણ આ પ્રયોગ એટલા સિદ્ધ છે કે એ કરવાથી તમારા ઘર પર વારનો ભાર તો નહીં જ રહે પણ ઉલ્ટાનું જીવન હળવું ફુલ થઈ જશે. જીવનમાં કષ્ટનું નામો નિશાન નહીં રહે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *