પ્રેરણા ।  ભગવાન શ્રી રામ અને કૃષ્ણમાંથી પ્રેરણા લઈએ । Shriram | shri krishna | motivational 

પ્રેરણા ।  ભગવાન શ્રી રામ અને કૃષ્ણમાંથી પ્રેરણા લઈએ । Shriram | shri krishna | motivational

 

 

મનુષ્ય માટે જાે સૌથી મોટો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો એ ઈશ્વર ખુદ છે. મનુષ્યને સારી પ્રેરણા આપવા માટે જ કદાચ ભગવાન રામ, કૃષ્ણ વગેરેએ મનુષ્યાવતાર ધારણ કરી પૃથ્વી પર આવવું પડ્યુ હશે.

કૃષ્ણનું જીવન આપણા માટે અતિશય પ્રેરણાદાયી છે. જીવનના જુદા જુદા તબક્કે કેવું જીવન જીવવું એની પ્રેરણા આપણને કૃષ્ણ આપે છે. ચાહે ગોકુલની મસ્તી હોય કે મથુરાની મોજ, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા કહેવાની હોય કે હસ્તીનાપૂરમાં સત્યનો પક્ષ ધારણ કરવાનો હોય. શ્રી કૃષ્ણએ બહું જ માર્મિક રીતે એમની ફરજાે બજાવી આપણને આપણો ધર્મ કેવી રીતે નિભાવવો એની પ્રેરણા આપી છે.

એવી જ રીતે ભગવાન શ્રી રામે પિતૃભક્તિ, સમાજભક્તિ વગેરેની પ્રેરણા આપી છે. એમણે આપણને મર્યાદામાં રહેવાની અને સહનશિલતાની પ્રેરણા આપી છે. એમણે આપણને પ્રેરણા આપી છે કે કોઈ પણ સંજાેગોમાં ગુસ્સે ન થવું અને બીજા માટે સારા કાર્યો જ કરવા.

આમ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના જીવન આપણા માટે પ્રેરણાદાયી છે. એમના જીવનનો એક એક કિસ્સો આપણી આખી જિંદગી સુધારી દે તેવો પ્રેરક છે. આપણે એમાંથી પ્રેરણા લઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *