Site icon Gujjulogy.com

Mushtaq Ali Trophy: ૭ વર્ષના પ્રતિબંધ પછી શ્રીસંતની ક્રિકેટમાં વાપસી, પહેલી વિકેટ પણ લીધી, VIDEO

૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. વિકેટ લીધી તેનો Video વાઇરલ

Syed Mushtaq Ali Trophy: 2013 નું સ્પોટ ફિક્સિગ યાદ છે? જેના કારણે ફાસ્ટ બોલર શ્રીસંત પર ૭ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ ૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે એક ગજબ બોલમાં તેણે વિકેટ પણ લીધી જેનો વીડિઓ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના રહી યાદગાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર શ્રીસંત (Sreesanth) ની અનેક હરકતો ક્રિકેટ સાથે જોડાયેલી છે. શ્રીસંતની બોલિંગના પણ અનેક ચાહકો છે. હવે આ ૭ વર્ષનો ક્રિકેટથી દૂર રહી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી કરી છે. તેની બોલિંગ જોઇને લાગે કે આજે પણ તેની બોલિંગમાં ખેલાડીને ચકમો આપવાની આવડત છે. હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. ગયા સોમવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમાં પોન્ડુચરી સામીની મેચમાં શ્રીસંતે વાપસી કરી છે.

ઉલ્લેખનીય છે શ્રીસંતની વાપસીના કારણે બધાની નજર આ મેચ પર હતી. હાઇકોર્ટે આપેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી આ શ્રીસંતની પહેલી મેચ હતી. જોકે આ પ્રતિબંધ પછી શ્રીસંતે ક્રિકેટ રમવાનું છોડી દીધું ન હતું, તેણે ક્લબ ક્રિકેટ ચાલુ રાખ્યું હતુ. હવે સાત વર્ષના પ્રતિબંધ પછી તેણે ક્રિકેટમાં વાપસી કરી છે અને વિકેટ પર દીધી છે. જુવો વીડિઓ

 

Exit mobile version