Site icon Gujjulogy.com

 કુશળ માણસોનો જીવન મંત્ર ‘સ્ટીલ બેટર’ Still better

 

કુશળ માણસોનો એક જીવન મંત્ર છે. હજુ વધારે સારુ. સ્ટીલ બેટર! Still better

 

 

કુશળ માણસોનો એક જીવન મંત્ર છે. હજુ વધારે સારુ. સ્ટીલ બેટર! Still better જે માણસો કાર્યકુશળ છે એ માણસોનું સમગ્ર કોન્સન્ટ્રેશન વસ્તુને બેટર બનાવવામાં જ વપરાય છે. એ નાની એવી ખામી પણ ચલાવી લેતાં નથી. પ્રત્યેક વસ્તુને સુધારવામાં એમને વધારેને વધારે રસ છે. અને જ્યાં સુધી વસ્તુ શ્રેષ્ઠ ના બને ત્યાં સુધી એ લોકો એને છોડતા પણ નથી અને કંટાળતા પણ નથી.

કાર્યકુશળ માણસ કામથી કદી કંટાળતો નથી કે થાકતો નથી. એનું કામ જ એનો પહેલો પ્રેમ છે. એ લોકો એમના મંત્રને જ વળગી રહેતા હોય છે અને જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં હજુ વધારે સારુ કઈ રીતે થઈ શકે, એની જ ભાંજગડમાં તેઓ રહેતા હોય છે.

આ માણસોની ખાસિયત એ હોય છે કે જીવનનો કોઈ પણ પ્રશ્ન એમની પાસે આવે એનો ઉકેલ થયા વિના નથી રહેતો. આપણે એવા કાર્યકુશળ માણસોની યાદીમાં આપણું નામ નોંધાવા પ્રયત્ન કરીએ તો એક કાંકરે બે પક્ષી જીવી જશે. એક તો આપણું પોતાનું જીવનધોરણ ઉંચુ આવશે અને બીજી આપણી  કુશળતા થકી સમાજને પણ કંઈક મળશે.

Life-મંત્ર…..

કોઈ કાર્ય બગડે એમાં માણસનો વાંક નથી હોતો, એની બીનકુશળતાનો વાંક હોય છે

Exit mobile version