આટલું કરશો તો ઇમ્યુનિટિ વધારવાની કોઇ ગોળી ખાવી નહી પડે| Strengthen Your Immunity Naturally

 

 Strengthen Your Immunity Naturally | માત્ર જીવનશૈલી બદલો, ઇમ્યુનિટિ આપો આપ વધી જશે, યાદ રાખો જંગલના પ્રાણીઓના કોઇ ડોક્ટર નથી હોતા, તેમની જીવનશૈલી જ તેમને સ્વસ્થ રાખે છે.

 

 

માનવ તરીકે સ્વસ્થ રહેવાની સીધીસાદી સરળ ટીપ્સ આપણને બધાને ખબર છે પણ આપણે તેને અનુસરતા જ નથી. આપણને બધાને ખબર છે કે ભૂખ કરતા વધારે ન ખવાય, છતાં આપણે ભરપેટ નહી પણ ભૂખ કરતા વધારે ખાઇ લઇએ છીએ અને પછી પછતાઈએ છીએ. શું ખાવું જોઇએ? શું ના ખાવું જોઇએ એ પણ આપણને બરાબર ખબર છે પણ સ્વાદના આ જમાનામાં આપણે સ્વાસ્થ (Health) ને બાજુ પર મૂકી આપણે ન ખાવાનું પણ ખાવા લાગ્યા છીએ. આપણે માનવ તરીકે આપણી જીવનશૈલી ( Lifestyle ) બદલી નાખી છે એટલે જ માનવને આજે ડોક્ટરની જરૂર પડે છે, બાકી વિચારો જ્યારે માનવ પ્રાણી હતો એટલે કે આદિમાનવની જિંદગી એ પણ કરોડો વાઇરસની વચ્ચે ખુલ્લા શરીરે જંગલમાં જીવતો હતો ત્યારે તે માદો નહી પડતો હોય? માદા બધા જ પડે છે, માનવ પણ અને પ્રાણી પણ…પણ પ્રાણીઓ પોતાની જીવનશૈલી જાળવી રાખી છે માટે તેમને ડોક્ટરની જરૂર નથી પડતી. અહીં કહેવાનો અર્થ એ છે કે આપણે પણ થોડું આપણી માનવ જીવનશૈલી વિશે વિચારીએ એટલે કે જેથી આપણને પણ ડોક્ટરની જરૂર નહિવત પડે…આ માટે આયુર્વેદથી લઈને નેચરોપથી સુધી અનેક સીધા સાદા નિયમો છે. જેને આપણે પાળવા જોઇએ….જેમ કે…

Eat Healthy

# હેલ્દી ખાવાનું રાખો, જે હાથમાં આવે તે ખાઇ લેવું યોગ્ય નથી. ઓછુ ખાવ પણ સારું અને સ્વાસ્થ્ય વર્ધક ખાવ. તમે જે ભોજન કરો તેમાંથી શરીરને પોષણ મળવું જોઇએ. શરીરનો ભાર વધારે એવું, પચી ન શકે એવું ન ખાવું જોઇએ. | Eat Healthy

 

Fix Food Timing

# આપણે ત્યાં કહેવાય છે કે શિરામણ તો સવારે જ…એટલે કે ખાવું જ હોય તો સવારે પેટ ભરીને ખાવું જોઇએ. કેમ કે તેને પચાવવા માટે આપણી સિસ્ટમ પાસે આખો દિવસ હોય છે. એટલે જ સવારે જેટલું અને જે ખાવું હોય એટલું, બપોરે ઓછુ અને સાંજે ખૂબ ઓછુ ખાવાની સલાહ આપવામાં આવે છે. બને તો ૮ વાગ્યા પછી ભારે ખોરાક ન લો, રાતના ૮ થી સવારના ૮ પેટમાં કઈ ના નાખો. | Fix Food Timing

Natural immunity booster

# આપણું શરીર જ ઇમ્યુનિટિ જાતે વધારી શકે છે પણ આપણે ઓછુ ખાઇએ અને શરીરને પચાવવામાંથી મુક્તિ આપીએ ત્યારે. તમને ખબર છે કે ભગવાને આપણી સિસ્ટમ જ એવી બનાવી છે કે કોઇ પણ રોગ તે જાતે જ મટાડી શકે છે. દવા તો આપણે બનાવી છે, કુદરતે તો શરીર રચના જ એવી કરી છે કે બધુ જાતે જ થાય. બસ કુદરતે આપણા માટે જે જીવનશૈલી ( Lifestyle ) નક્કી કરી છે તે પ્રમાણે જીવવાનું છે.

Naturopathy and 16 hours fast

# નેચરોપથી કહે છે કે દરરોજ ૧૬ કલાકનો ઉપવાસ ( Intermittent Fasting ) કરવો જોઇએ. આ શક્ય ના હોય તો આપણે ૧૪ કલાકનો ઉપવાસ પણ કરી શકીએ. આપણે ત્યા ઉપવાસનું મહત્વ છે. ઉપવાસથી શરીરની જે અંદરની સિસ્ટમ છે તેને આરામ મળે છે. માટે ઉપવાસ કરવો જોઇએ. નેચરોપેથી તો રોજ ઉપવાસ કરવાનું કહે છે. તમને પ્રશ્ન થાય તો રોજ ઉપવાસ કેવી રીતે થઈ શકે? વાત પણ સાચી છે. પણ આ આપણે જે રીતે ઉપવાસ કરીએ છીએ તે રીતે ઉપવાસ કરવાની વાત નથી. અહીં વાત થોડી જુદી છે. વાત સંળગ ૧૬ કલાક ઉપવાસ કરવાની છે. એટલે કે આ ૧૬ કલાકના ઉપવાસ (Naturopathy and 16 hours fast ) દરમિયાન કઈ પણ નહી ખાવાનું અને આ ૧૬ કલાક તમે દિવસના ૨૪ કલાકમાંથી ગમે તે પસંદ કરી શકો છો. તમે કહેશો એનાથી શું થશે તો જવાબ છે તમે દુનિયાના હેલ્દી વ્યક્તિ બની જશો.

 

The immune system

# તમને જણાવી દઈએ કે આપણી જે ઇમ્યુનલ સિસ્ટમ (The immune system )છે તે એક સમયે એક જ કામ કરી શકે છે. એટલે કે જો તમે ભોજન કર્યું હોય તો તે ભોજન પચાવવામાં લાગી જશે. આ ભોજન પચાવવ્યા પછી તેની પાસે સમય રહે આપણા શરીરના રોગ દૂર કરવાના કામે લાગે છે. પણ આ બીજો સમય તેને મળતો જ નથી. આપણે ખા-ખા કરીએ છીએ અને આપણી ઇમ્યુનલ સિસ્ટમને ભોજન પચાવવાના કામમાં જ વ્યસ્ત રાખીએ છીએ. પરિણામે જે રોગ દવા વગર દૂર થઈ શકતા હોય તેના માટે દવા લેવી પડે છે. તો દિવસ દરમિયાન ૧૬ કલાકનો ઉપવાસ કરો. આ ૧૬ કલાકમાં આપણી ઇમ્યુનલ સિસ્ટમ ( The immune system ) શરીરને રોગમુક્ત કરવાના કામે લાગે છે અને અને આપણી ઇમ્યુનિટિ વધારે છે

Hot water benefits

# આ ઉપરાંત પાણી ઉકાળીને હુંફાળું ગરમ પીવો (Hot water benefits ), રાત કરતા સવારે વધારે પાણી પીવો, પાણી આપણા શરીરનો કચરો સરળતાથી બહાર ફેંકી શકે છે. પાણી ખૂબ પીવું જોઇએ અને એ પણ ધૂંટડે – ઘૂંટડે પીવું જોઇએ. ઠંડુ પાણી ન પીવું જોઇએ. યાદ રાખો પ્રાણીઓ ઠંડું પાણી પીતા નથી. આપણે પણ પીતા ન હતા. આપણી જીવનશૈલીમાં કુદરતે નહી પણ આપણે જાતે આ ઠંડુ પાણી અને ભોજન ઉમેર્યુ છે, જેનું ખરાબ પરિણામ આપણને મળી રહ્યું છે.

Fix sleep wake time

# ઊંઘવાનો સૌથી ઉત્તમ સમય રાત્રીના ૧૦થી સવારના ૬ સુધીનો છે, આટલું જ સૂવો. ( Fix sleep wake time) કોઇ પણ પ્રાણી, પંખીને જોઇએ લો. તેમના સૂવાનો સમય નક્કી જ છે. પણ આપણો સમય નક્કી નથી. આપણે મોડા સૂતા અને મોડા ઉઠતા થઈ ગયા છે. પરિણામે આપણી જીવનશૈલી સાવ ખરાબ થઈ ગઈ છે.

# જમ્યા પછી તરત સૂઈ ન જાવ, સાંજે કે સવારે થોડી હળવી કસરત કરો. જમ્યા પછી ડાબી બાજુ આડા પડવું જોઇએ પણ નિરાતે સૂઈ ન જવું જોઇએ.

Take time to eat

# ખૂબ એટલે ખૂબ ચાવીને ખાવ, એક કોળિયો ૩૨ વાર ચાવવાની ટેવ પાડો. દાંતને ચાવવાનું અને પેટને પચાવવાનુ કામ જ આપો (Take time to eat ). આપણે આ બન્ને કામ પેટને આપીએ છીએ. ભગવાને જે કામ માટે જે અંગ આપ્યા હોય તેને તેજ કામ આપવું જોઇએ. આવું માનવ જીવનમાં થતું નથી એટલે સમસ્યા પેદા થઈ છે.

 

Say no to junk food

# જંકફૂડ ખાવાનું બંધ કરવું જોઇએ ( Say no to junk food ) છતાં ખાવાનું મન થાય તો કોઇવાર અને એ પણ સાવ ઓછું અને સવારે ખાવું જોઇએ. આમ તો ન જ ખાવું જોઇએ. પ્રાણીઓ જંકફૂડ ખાતા નથી પણ માનવ જ ખાય છે. આજની લાઇફમાં જંકફૂડથી દૂર રહેવું શક્ય નથી એ વાત પણ સચી છે પણ જો તંદુરસ્ત રહેવું હશે તો આ કરવું પડશે.

# બને એટલું કુદરતી જીવન જીવો અને બને એટલું તણાવથી દૂર રહો. ભૈતિકવાદથી દૂર રહેશો તો આ શક્ય છે.

# એટલે જ કહેવાય છે કે માત્ર જીવનશૈલી બદલો, ઇમ્યુનિટિ આપો આપ વધી જશે, યાદ રાખો જંગલના પ્રાણીઓના કોઇ ડોક્ટર નથી હોતા, તેમની જીવનશૈલી જ તેમને સ્વસ્થ રાખે છે. કહેવાય છે કે કુદરતનું શ્રેષ્ઠ સર્જન માનવ છે માટે કુદરતના સર્જન પર ભરોશો રાખો

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *