આઈન્સ્ટાઈન – Gujjulogy.com https://gujjulogy.com Fri, 21 May 2021 15:36:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png આઈન્સ્ટાઈન – Gujjulogy.com https://gujjulogy.com 32 32 આઈન્સ્ટાઈન। જીવનમાં પ્રશંસાથી દૂર રહેશો તો જ ખુશામતથી દૂર રહી શકશો Albert Einstein https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%88%e0%aa%a8/ https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%88%e0%aa%a8/#respond Fri, 21 May 2021 15:36:56 +0000 https://gujjulogy.com/?p=1124

 

ખુશામત તેના કરનારા અનેસ્વીકારનારા બંનેને ભ્રષ્ટ કરે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( Albert Einstein)

 

વિજ્ઞાન ઋષી આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( Albert Einstein) ને પોતાની પ્રશંસા બિલકુલ ગમતી નહીં. જ્યારે કોઈ એમની પ્રશંસા કરે ત્યારે એ એમને બંદ કરી દેતા અને આભાર માનીને બીજી વાત કરવાનું કહેતા હતા.

એક દિવસ એમના એક ગાઢ ચાહક એમની પાસે આવ્યા. એ વ્યવસાયે પત્રકાર પણ હતા. એમણે મુલાકાતની શરૂઆતમાં જ આલ્બર્ટ આઈન્સ્ટાઈન( Albert Einstein)ની પ્રશંસા કરવા માંડી.

આઈન્સ્ટાઈ ( Albert Einstein) ને એમને રોક્યા, ‘ભાઈ, આપે મારા કામની કદર કરી એ બદલ આભાર. આપે કહ્યુ કે મારુ કામ બહું સુંદર છે એટલું જ પુરુતું છે. આટલાં વાક્યોમાં આપની લાગણી મારા સુધી પહોંચી ગઈ છે. હવે વધારે ના કહેશો. આપણે કોઈ બીજી વાત કરીએ. ’

પત્રકારે કહ્યુ, ‘પણ હું દિલથી પ્રશંસા કરવા માંગુ છું. આપના પ્રત્યે મારી લાગણી છે.’

‘પણ મને નથી ગમતું!’

‘શા માટે? મે ઘણા લોકોના મુખે સાંભળ્યુ છે કે આપને પ્રશંસા ગમતી નથી. આપ કોઈની પ્રશંસા એક હદથી વધારે ગ્રહણ કરતાં નથી. શા માટે? એનું કારણ શું?’

‘કારણ કે મને ડર લાગે છે કે ક્યારેક પ્રશંસાની આડમાં ખુશામત આવીને મારા જહનમાં ઘર કરી જશે!’

‘અરે, પણ હું તો સાચા દિલથી પ્રશંસા કરુ છું!’

‘હા, પણ તમે કરો એમાં મને ટેવ પડી જાય અને પછી રોજેરોજ હું લોકો શોધતો ફરું. હવે એવું તો ના જ બને ને કે રોજ દિલથી પ્રશંસા કરનારા મળી રહે. એટલે ખુશામતીયા પણ આવી જાય અને મારું જીવન બગડી જાય.’

‘અરે, પણ એવું આપણે થવા જ ના દઈએ. બાજી આપણા હાથમાં જ રાખવી જોઈએ. ’

‘હું એ જ તો કરી રહ્યો છું. બાજી મારા હાથમાં રાખવી છે એટલે તો સાચી પ્રશંસા પણ અમુક હદથી વધારે નથી સાંભળતો. અને મારે જ નહીં દુનિયાના બધા જ લોકોએ આ કરવાની જરૂર છે. એકવાર જો સાચી પ્રશંસાને વધારે પડતો કાનસરો આપશો તો તમારે ખુશામતને પણ આપવો પડશે. જીવનમાં પ્રશંસાથી દૂર રહેશો તો જ ખુશામતથી દૂર રહી શકશો.’

‘તો શું પ્રશંસા પણ ખરાબ છે એમ?’

‘ના, પ્રશંસા સારી છે. પણ સારી વસ્તુની પણ ટેવ ના પડાય. ચા સવારે પીએ તો ફ્રેશ થઈ જઈએ. પણ આખો દિવસ પી પી કરીએ તો એસીડીટી જેવા અનેક રોગ થાય. દરેક ચીજનું પ્રમાણ સારુ! કોઈ ચીજ હદ બહાર જાય તો વિનાશ નોંતરે. પ્રશંસા હદ બહાર સાંભળીએ તો ખુશામત આવીને વિનાશ નોંતરે અને આપણે ઉંઘતા રહીએ.’

પત્રકાર પ્રશંસકને ગળે વાત ઉતરી ગઈ. એમણે એમનો અભાર માની વિદાઈ લીધી.

આપણા ગળે આ વાત ઉતારવાની જરૂર છે.

ખુશામત તેના કરનારા અનેસ્વીકારનારા બંનેને ભ્રષ્ટ કરે છે.

]]>
https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%88%e0%aa%a8/feed/ 0