ગરુડ પુરાણ – Gujjulogy.com https://gujjulogy.com Fri, 21 May 2021 12:54:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png ગરુડ પુરાણ – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ગરુડ પુરાણ ( Garud Puran ) માં દર્શાવ્યા છે પુરુષોની તાકાત વધારવાના ઉપાયો https://gujjulogy.com/%e0%aa%97%e0%aa%b0%e0%ab%81%e0%aa%a1-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3/ https://gujjulogy.com/%e0%aa%97%e0%aa%b0%e0%ab%81%e0%aa%a1-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3/#respond Fri, 21 May 2021 12:54:08 +0000 https://gujjulogy.com/?p=1121

ગરુડ પુરાણ ( Garud Puran ) । શું તમે શક્તિહિન પુરૂષ છો? સદા થાકેલા રહો છો? સદા કમજોરી મહેસુસ થાય છે? માનસિક રીતે ભાંગી પડ્યા છો? તો આ રહ્યાં તે અશક્તિ દૂર કરીને શક્તિ પ્રાપ્ત કરવના ઉપાયો.

 

 

ગરુડ પુરાણ ( Garud Puran ) માં પુરુષોની શારિરીક અને માનસિક શક્તિ વધારવા માટેના અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ ( Garud Puran ) ના આચાર કાંડમાં પુરુષોની શક્તિ વધારવાના નિર્દેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં ખાવા-પીવાની ચીજોથી માંડીને રહેણી-કરણી વિશે પણ વાત કરવામાં આવી છે. આ ઉપાયોમાં જે ચીજ વસ્તુઓ કે ઔષધીઓનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે એ કોઈ પણ ઔષધીની દુકાનેથી સરળતાથી મળી શકે તેવા છે. આવો જોઈએ કે એ કઈ કઈ બાબતો છે, જે અપનાવવાથી પુરુષોની તાકાત વધે છે અને તે ઉર્જાવાન બને છે.

# 1
ગરુડ પુરાણ ( Garud Puran ) અનુસાર જો કોઈ પુરુષ ભોજન પછી થોડા ગોળનું સેવન કરે તો તેને શારીરિક રૂપે ઘણી બધી શક્તિ પ્રાપ્ત થાય છે. એક વાત યાદ રહે કે ગોળ કેમિકલ યુક્ત ના હોવો જોઈએ. દેશી અને જુનો ગોળ હશે તેટલો વધારે ફાયદો થશે.

#2
ભોજન પશ્ચાત દરેક પુરુષોએ સાકર અને માખણનું સેવન કરવું પણ પુરુષો માટે અત્યંત લાભદાયક છે. આના સેવનથી પુરુષોની બુદ્ધિ વધે છે અને શરીરને પણ અનોખી ઉર્જા મળે છે. જે પુરુષો માનસિક રીતે સાવ પડી ભાંગ્યા હોય એવા પુરુષોએ ખાસ આનું સેવન કરવું જોઈએ. ગરુડ પુરાણ મુજબ તો ગાયના દૂધનું માખણ હોય તો પુરુષોને ખૂબ જ તાકાત પ્રાપ્ત થાય છે.

#3
જે પુરુષો વધારે પડતાં દૂર્બળ હોય, હંમેશાં તેમને એમ લાગતું હોય કે તેઓ શક્તિહીન થઈ ગયા છે, તેમણે પ્રાતઃ કાળે ઉઠીને શારીરિક વ્યાયામ કર્યા બાદ સાકર, મધ અને માખણનું નિયમિત સેવન છ માસ સુધી કરવું અત્યંત જરૂરી છે.

#4
ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે વધારે શક્તિ પ્રાપ્ત કરવા માટે આ મુજબનો પ્રયોગ કરવો. તલ, અશ્વગંધા, મૂસળી અને તુલસી અને દેશી ગોળનુ સમાન ભાગે મિશ્રણ કરીને તેની નાની – નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓનું નિયમિત સેવન કરવાથી પુરુષ વધારે શક્તિશાળી બને છે.

#5
હીંગ, કાળુ મીઠું અને સુંઠનો કાવો બનાવીને નરણા કોઠે પીવો. એ પછી કલાક બાદ જ કોઈ પણ ખોરાકનું સેવન કરવું. આમ કરવાથી પેટ સાફ અને સ્વસ્થ રહે છે. પુરાણ કહે છે કે પેટ સાફ હશે તો કોઈ પણ રોગ નજીક નહીં આવે અને તાકાત આપો આપ વધશે.

#6
અળસી, અડદ, ઘઉં અને પીપ્પલીને પીસીને એમાં ઘી ઉમેરીને એક સારુ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને અઠવાડીયામાં ત્રણ દિવસ શરીર પર લગાવો. આમ કરવાથી શરીરની ત્વચા તો ચમકદાર બને જ છે સાથે સાથે અનોખી શક્તિ પણ પુરુષોને પ્રાપ્ત થાય છે. જે પુરુષોને સદા કમજોરી અને શરીર નિશ્તેજ લાગતું હોય તેમણે ખાસ આ પ્રયોગ કરવો.

#7
જો કોઈ પુરુષ લાંબા સમય સુધી બુઢાપા રોગોને દૂર રાખવા માંગતો હોય અને કમજોર પડવા ના માંગતો હોય તો નિયમિત રૂપે ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. જો દૂધમાં ઘી અને મધ મિલાવવામાં આવે તો આયુષ્ય પણ લંબાય છે.

#8
ત્રિફળાના ચૂર્ણ અને મધનું નિયમિત સેવન કરવામાં આવે તો લાંબા સમય સુધી આંખો સ્વસ્થ રહે છે અને આંખો સંબંધિત કોઈ પણ પ્રકારની નાની-મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

#9
ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે જે પુરુષોને શારીરિક શ્રમ ના હોય અને માત્ર માનસિક શ્રમ જ હોય તેમણે નિયમિત વ્યાયામ કરવો અને દરરોજ બે કોળિયા ઓછું જમવું. જે જમો તે પણ ખૂબ જ હલકું અને પચે તેવું જ હોવું જોઈએ. સાથે સાથે માનસિક શક્તિ માટે બદામ, અશ્વગંધા, દ્રાક્ષ વગેરેનું સેવન પણ નિયમિત કરવું. આમ કરવાથી જે પુરુષો માનસિક શ્રમ કરતાં હોય એમનું મન શક્તિશાળી બને છે.

#10
પુરુષોની તાકાત વધારવા માટે ગરુડ પુરાણની અંતિમ અને સૌથી મહત્વની વાત એ છે કે પુરુષે કદી કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું. દારૂ, સિગારેટ, ગાંજો, તમાકુ કે અન્ય કોઈ પણ વ્યસન પુરુષ કરતો હોય એ પુરુષ જો ઉપર દર્શાવેલા ઉપાયો કરે તો પણ બહું ટૂંકા ગાળા માટે અથવા ખૂબ ઓછા લાભો તેને પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ તો કહે છે કે, સાચો તાકાતવાન પુરુષ એ જ છે જેને કોઈ વ્યસન નથી.

મિત્રો, આ ગુરડ પુરાણ ( Garud Puran ) અનુસાર પુરુષની શક્તિ વધારવાના ઉપાયો આપ અચુક અપનાવજો. વ્યસનથી દૂર રહી આ ઉપાયો કરશો તો તમે ખરા તાકાતવાન બનશો.

***

ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/%e0%aa%97%e0%aa%b0%e0%ab%81%e0%aa%a1-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3/feed/ 0