નમક – Gujjulogy.com https://gujjulogy.com Fri, 21 Jul 2023 07:10:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png નમક – Gujjulogy.com https://gujjulogy.com 32 32 પનોતી દૂર કરવા અને ધનનો પ્રવાહ તમારા ધર તરફ વાળવા મીઠાંના આ પ્રયોગો અજમાવી જુવો – panoti dur karavana upay https://gujjulogy.com/panoti-dur-karavana-upay/ https://gujjulogy.com/panoti-dur-karavana-upay/#respond Sun, 09 Jul 2023 05:30:58 +0000 https://gujjulogy.com/?p=1306  

Panoti dur karavana upay | બધાં જ પ્રકારના દુઃખોનો ઈલાજ નમકના આ સાત પ્રયોગો કરી દેશે….શું તમે બીમાર છો? ઘનનો પ્રવાહ અટકી ગયો છે? વાસ્તુદોષ કે શનીદોષથી પીડિત છો? તો નમકના આ પ્રયોગો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે.

 

Panoti dur karavana upay

Panoti dur karavana upay | નમક એટલે કે મીઠું આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો છે. આપણું ભોજન ગમે તેટલાં મસાલા નાંખીને ખૂબ મહેનત કરીને બનાવેલું હોય પણ જો એમાં નમક ના હોય તો એનો કોઈ સ્વાદ નથી રહેતો. જેમ મીઠાં વિના ભોજન ફિકુ અને અર્થહિન લાગે છે તેમ જીવન પણ નમક યાને કી મીઠાં વિના ફિકુ બની જાય છે. મીઠાના ઉપયોગ પર આપણા જીવનના સુખ અને દુઃખનો પણ આધાર રહેલો છે. આપણા અનેક સિદ્ધ પુરુષોએ સાબિત કર્યુ છે કે મીઠાના પ્રયોગો દ્વારા તમે તમારા જીવનના દુઃખોને સંપૂર્ણ દૂર કરી શકો છો. અહીં નમકના એવા સાત અચુક પ્રયોગો આપ્યા છે જેનાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ટકશે નહીં. આવો જોઈએ….

કોઈના પણ ઘરે નમક ખાતા પહેલાં સો વાર વિચારો

આપણા રોજિંદા સંસાર જીવન દરમિયાન આપણે અનેક સગા-સંબંધી-મિત્રોને ત્યાં આવવા જવાનું અને ભોજન કરવાનું થતું હોય છે. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ઉપરથી મીઠું લેતા હોય છે. કોઈ વ્યક્તિ શાકમાં, દાળમાં, સલાડ કે છાશમાં ઉપરથી મીઠું માંગીને નાંખે છે તો કોઈ વ્યક્તિ અન્ય રીતે. પણ એ ટેવ ખૂબ જ ખરાબ છે. એમાં ગ્રહદોષ ઉત્પન્ન થાય છે અને સામેવાળાના ખરાબ અને નકારાત્મક પાસા તમારા જીવનમાં આવી જાય છે. એમાંય સામેવાળો માણસ જો પાપી હોય, દુઃખી હોય, બહારથી આપણો મિત્ર હોય પણ અંદરખાને આપણા પર ખાર ખાતો હોય તો એના ત્યાં કદી ઉપરથી નમક ના માંગશો. આવું કરવાથી એના બધા જ દુઃખો તમારા ભાગે આવે છે અને તમારા નાના નાના દુઃખો પણ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આપણે લોકોને ઓળખતા હોતા નથી કે કોણ આપણો દોસ્ત છે અને કોણ દુશ્મન? કોણ પુણ્યશાળી છે અને કોણ પાપી. આથી કોઈના પણ ઘરે નમક ખાતા પહેલા સો વાર વિચાર કરજો. બને તો કોઈને ત્યાં કદી ઉપરથી મીઠું ના લેવું કે ના માંગુવું. આ એક પ્રયોગ તમારા જીવનમાં નવા દુઃખો આવતા અટકાવશે.

તમારો ગૃહ કલેશ તો ચપટીમાં દૂર થઈ જશે

જો તમારા જીવનમાં ગૃહ કલેશનું મોટું દુઃખ હોય. પતિ-પત્ની વચ્ચે હંમેશાં ઝઘડા જ થતાં હોય અને નાની નાની વાતે અણબનાવ રહેતો હોય તો નમકનો એક પ્રયોગ તમારે કરવા જેવો છે. તમારા જીવનમાંથી ગૃહ કલેશ દૂર કરવા માટે તમારે સેંધા લુણ, એટલે કે ફરાળી મીઠું કહેવાય તેનો એક ટૂકડો લેવાનો છે. યાદ રહે એ નમક પાવડર રૂપે એટલે કે દળેલું ના હોવું જોઈએ. આખું જ હોવું જાેઈએ. આમ સેંધા લૂણનો એક આખો ટૂકડો લો અને કોઈ પણ હિન્દુ માસની એકમના દિવસે શયનખંડના કોઈ પણ એક ખુણામાં કોઈને દેખાય નહીં તેમ છુપાવી દો. પછી મહિનો પુરો થાય એટલે એ ટૂકડાને નદીમાં વહાવી દો અને એકમના દિવસે બીજો ટૂકડો મુકી દો. આ પ્રયોગ સતત ચાલું રાખો. તમારા જીવનમાં ગૃહ કલેશનું દુઃખ સાવ સમાપ્ત થઈ જશે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

ધનનો પ્રવાહ અટકી જતો હોય તો શું કરવું?

દુઃખના પ્રકાર અનોખા હોય છે. કેટલાંક લોકો સારુ કમાતા પણ હોય છે પણ ક્યારેક એવું બને છે કે ધનનો પ્રવાહ અટકી જાય. બધું હોય પણ ધન આવે જ નહીં. ગમે તેટલી આવક હોય પણ મહિનાના અંતે ખેંચ જ પડે. આમ જો તમે પણ આ દુઃખથી પરેશાન હોવ તો અહીં આપેલો પ્રયોગ ખાસ કરો. કોઈ પણ હિન્દુ માસની પૂનમના દિવસે કાચના ગ્લાસમાં સ્વચ્છ પાણી ભરી દો. પછી એ પાણીમાં નમક મીલાવીને એને ઘોળી લો. ઘરના નૈઋત્ય ખુણામાં એ ગ્લાસ મુકી દો અને એની પાછળ લાલ રંગની રોશની કરો. એટલે કે લાલ રંગના ઝીરોના બલ્બ આગળ એ ગ્લાસ મુકી દો. દર પંદર દિવસે આ પ્રયોગ કરો. છ મહિના સુધી આ પ્રયોગ કરો. તમારા ઘરમાં ધનનો પ્રવાહ ધસમસવા માંડશે.

વાસ્તુદોષના નિવારણ માટે

ઘણા પરિવારોમાં બધું જ બરાબર હોય, કુંડળી સારી હોય, જીવનમાં સુખ પણ લખ્યુ હોય, કમાણી અને સંસ્કાર પણ સારા હોય છતાં પણ દુઃખોનો પાર ના હોય. આવું તમે જ્યાં રહેતા હોય એ જગ્યાના વાસ્તુદોષને કારણે બનતું હોય છે. આ વાસ્તુદોષ નિવારવા માટે પણ નમકનો એક સિદ્ધ પ્રયોગ જાણકારોએ સુચવ્યો છે. પ્ગુરુવાર છોડીને દરરોજ સવારે મીઠાના પાણીના પોતા ઘરમાં મારવાનું શરૂ કરી દો. એટલે સવા મહિનામાં તમારો વાસ્તુદોષ મોટા ભાગે ખતમ થઈ જશે. જો વાસ્તુદોષ બહું કપરો હોય તો કાંચની એક કટોરીમાં આખુ મીઠુ ભરીને એ કટોરીને બાથરૂમ અને ટોઈલેટમાં મુકી દો. દર મહિને એ કટોરીનું નમક બદલી નાંખો. બસ આ બે પ્રયોગોથી તમારો તમામ વાસ્તુદોષ નાશ પામશે અને એના લીધે ઉભા થનારા દુઃખો પણ દૂર થઈ જશે.

ઘરમાંથી બીમારી જતી જ ના હોય તો

તમારા પરિવારમાં જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર રહેતો હોય, અથવા તો એક સાજો થાય અને બીજો બીમાર પડે એવું થતું હોય તો એ બહું મોટા દુઃખની વાત છે. આમ જાે ઘરમાંથી બીમારી જતી જ ના હોય તો તમારે નમકનો આ પ્રયોગ કરવો જોઈએ. એ પ્રયોગ મુજબ જે વ્યક્તિ બીમાર હોય એના માથે રાત્રે સુતી વખતે એક કટોરીમાં મીઠુ ભરીને મુકી દો. એક અઠવાડિયા બાદ એ કટોરી બદલી નાંખો. જેટલાં લોકો બીમાર પડે તેમના માટે આ પ્રયોગ કરો. તમે જોશો કે ટૂંક જ સમયમાં તમારા ઘરમાંથી બીમારી ગાયબ થઈ જશે.

મન બેચેન રહેતું હોય તો…

ઘણીવાર કોઈ પણ કારણ સર આપણું મન બેચેન રહે છે. એના માટે દર રવિવારે મીઠાવાળા ગરમ પાણીથી સ્નાન કરો અને મંગળવારે બંને હાથોમાં આખા મીઠાના બે બે ટૂકડા રાખીને પાંચેક મિનિટ સુધી દબાવી રાખો. એ દરમિયાન કશું જ બોલો નહીં. પાંચ મિનિટ પછી એ ટૂકડાને ટોઈલેટ કે વોશ બેસિનમાં નાંખીને પાણી નાંખી દો. આ પ્રયોગોથી તમારા મનની બેચેની અને અશાંતિ તાત્કાલિક દૂર થઈ જશે.

શનીનો દૂષ્પ્રભાવ દૂર કરવા માટેનો પ્રયોગ

આપણાથી શનીદેવની કોઈ ભુલ ગઈ હોય અથવા તો આપણા ગ્રહો ખરાબ હોય તો આપણા જીવનમાં શનીનો દુષ્પ્રભાવ આવી શકે છે. શનીનો દુષ્પ્રભાવ એટલો આકરો હોય છે કે તમારા જીવનમાં એક એક કરીને બધા જ પ્રકારના દુઃખો માજા મુકે છે. શનીના દુષ્પ્રભાવથી બચવા માટે તમારે નમકનો એક ખાસ પ્રયોગ કરવાનો છે. જમતી વખતે જો દાળ, શાક વગેરેમાં મીઠું ઓછું હોય તો ઉપરથી કદી ના લો. હા, અનિવાર્ય જ હોય તો પણ સિંધા લૂણ એટલે કે ફરાળી મીઠાનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત દર શનીવારે તમારા માથેથી આખુ મીઠું ઉતારીને ચાર રસ્તે મુકી આવો. આવું કરવાથી શનીનો દૂષ્પ્રભાવ ઓછો થાય છે અને તમારા જીવનના દુઃખો દૂર થાય છે.

મિત્રો, નમકના આ સાત પ્રયોગો આપ અચૂક કરો. જેથી કરીને તમારા જીવનમાંથી બધા જ દુઃખોનો નાશ થાય અને તમે ઘર-પરિવાર સાથે સુખ-શાંતિથી રહી શકો.

***

આ માત્ર આપની માહીતી માટે જ છે.  Panoti dur karavana upay । ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/panoti-dur-karavana-upay/feed/ 0