બોધકથા – Gujjulogy.com https://gujjulogy.com Sun, 10 Sep 2023 07:47:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png બોધકથા – Gujjulogy.com https://gujjulogy.com 32 32 પ્રયાસ કરો – એક નાનકડી પહેલ | Gujarati Short Story Both katha https://gujjulogy.com/gujarati-short-story-both-katha/ https://gujjulogy.com/gujarati-short-story-both-katha/#respond Sun, 10 Sep 2023 07:47:06 +0000 https://gujjulogy.com/?p=1612

Gujarati Short Story Both katha | બોધકથા

એક ગામમાં આગ લાગી હતી. આગ વધતી જતી હતી અને ગામના લોકો આગને રોકવા આમ તેમ દોડા-દોડી કરી રહ્યા હતા. મોટાભાગના લોકો માત્ર ઉભા હતા. આગને જોતા હતા. વાતો કરતા હતા. હજારોની ભીડમાંથી માત્ર બે-ચાર લોકો જ આગ ઓલવવાની કોશિશ કરતા હતા.

આવામાં એક ચકલી ઉડીને ત્યાં આવી. ચકલીએ આ બધું જોયું. તે પણ આગને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાની નાનકડી ચાંચમાં પાણી ભરીને તે આગ પર છાંટવા લાગી. ચકલીનું આ કામ જોઇને કાગડો તો હંસવા જ લાગ્યો.

આથી ચકલીએ પૂછ્યું કેમ હશો છો કાગડાભાઈ…!

કાગડાએ કહ્યું કે તું જે કરી રહી છે તેનાથી શું ફરક પડશે?

કાગડાની આ વાત સાંભળી ચકલીએ જે કહ્યું અને પછી જે થયું તે વાંચવા જેવું છે…!

ચકલી કહ્યું કે મારા આ નાનકડા કામથી કોઇ ફરક પડે કે ન પડે પણ મને એ વાતનો ગર્વ છે કે આ આગ ઓલવનારા લોકોમાં મારી ગણતરી થશે આગ જોવાવાળા કે લગાવવાવાળમાં નહી…!

આટલું કહી ચકલી પાછી પોતાના કામમાં લાગી ગઈ. ચકલીની આ નાનકડી પહેલ ગામના લોકોએ જોઇએ. આથી ગામના અન્ય લોકોને પણ લાગ્યું કે એક નાનકડી ચકલી આગ રોકવામાં મદદ કરી શકે છે તો આપણે આ રીતે માત્ર ઉભા રહેવું જોઇએ…

ગામના બધા જ લોકો આગ ઓલવવામાં લાગી ગયા. અને આગ ઓલવાઇ ગઈ…એક નાનકડા પ્રયાસથી પણ ઘણીવાર મોટા પરિણામ મળતા હોય છે…!!

]]>
https://gujjulogy.com/gujarati-short-story-both-katha/feed/ 0
Bodh katha Gujarati | આંધળો અનુભવ – જ્યારે શિવજીએ એક ગરીબ વૃદ્ધની મદદ કરવાની ના પાડી!? https://gujjulogy.com/bodh-katha-gujarati/ https://gujjulogy.com/bodh-katha-gujarati/#respond Sat, 02 Sep 2023 11:20:02 +0000 https://gujjulogy.com/?p=1595

 

Bodh katha Gujarati । જ્યારે પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું કે આ ગરીબની મદદ કેમ નથી કરતા? ત્યારે શંકર ભગવાને જે જવાબ આપ્યો તે દરેકે વાંચવા જેવો છે

 

Bodh katha Gujarati । એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી અકાશ માર્ગે જઈ રહ્યાં હતા. પુષ્પક વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જાેઈ રહ્યાં હતા. અચાનક એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી.

એ વૃદ્ધ માણસ ચીંથરેહાલ હતો. ઘણા દિવસથી એણે ખાધુ ના હોય એવું લાગતું હતું. એને જાેઈને પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે ભગવાન શંકરને કહ્યુ, ‘ભગવાન, આ માણસ બહું જ ગરીબ લાગે છે. એ ભુખ્યો પણ લાગે છે. મહેરબાની કરી એને કોઈક મદદ કરો.’
શંકર ભગવાને કહ્યુ, ‘ના, પાર્વતીજી એને કોઈ જ પ્રકારની મદદ કરાય તેમ નથી.’

પાર્વતીજીએ પૂછ્યુ, ‘પણ શા માટે એને મદદ ના થઈ શકે?’

ભગવાને સમજાવ્યુ, ‘પાર્વતીજી, સુખ, દુઃખ, સંપતિ એ બધું જ માણસના નસીબ મુજબ જ મળે છે. અને નસીબ કામ કરે છે કર્મના આધારે. એના કર્મો એવા ખરાબ હશે એટલે જ એના આવા નસીબ લખાયા હશે. કર્મ કરે એના જ નસીબ ખુલે છે. બાકી ક્યારેય કોઈ ચમત્કાર એને કામ લાગતો નથી. આ માણસ એક નંબરનો કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે આજે એ ગરીબી અને ભુખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો એ નહીં જ ભોગવી શકે. નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કંઈ મળી શકતું નથી. અને નસીબ ઘડાય છે કર્મથી.’

ભગવાન શંકરનું લાંબુ લચ્ચ ભાષણ સાંભળીને પાર્વતીજી ગુસ્સે થઈ ગયા, ‘આ બધી તમારી સુફિયાણી વાતોથી મને ભરમાવો નહીં. બસ એની મદદ કરો જ કરો. મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું પણ જાેઉં છું કે એને કેમ નથી મળતું. તમે એક કામ કરો. એક સાચુ રત્ન એના રસ્તામાં ફેંકી દો. જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. એ રત્ન વેચીને એ એની જિંદગીના બાકીના દિવસો શાંતિથી વિતાવી શકે. તમે પણ જુઓ. એના નસીબ હું કેવા ચમત્કારથી બદલું છું. ’

ભગવાન શંકરે મર્માળુ હસતા એમની વાત સ્વીકારી લીધી અને પેલો ગરીબ જ્યાંથી ચાલ્યો જતો હતો ત્યાંજ થોડે જ દૂર એક સારુ રત્ન ફેંક્યુ. કરોડોની કિંમતનું એ રત્ન એના નસીબ ફેરવી નાંખવાનું હતું.

એ ગરીબ એ રત્નથી માંડ દસેક ડગલાં જ દૂર હતો. પણ એકલા ચાલતા ચાલતા એને વિચાર આવ્યો કે, આ દુનિયામાં આંધળા માણસોને તો બહું તકલીફ પડતી હશે. એ લોકો બીચારા કેવી રીતે અવર જવર કરતાં હશે. લાવને જાેઉં તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંદ કરી આંધળાની જિંદગીનો અનુભવ કરતાં ચાલવા માંડ્યું. એ વીસેક ડગલાં એવી રીતે ચાલ્યો. એના કારણે રસ્તામાં પડેલું પેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યુ.

પાર્વતીજી આધાતથી દિગ્મૂઢ બની ગયા. ભગવાન શંકર મર્માળુ હસતા બોલ્યા, ‘દેવી, જાેઈ લીધું ને. જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલાં દુઃખી જીવો છે એ પોતાના કર્મના અધારે છે. નસીબના અધારે નહીં. એ લોકો જાે કર્મ કરે તો નસીબ તો અજવાળુ બનીને ઉભુ જ છે.’

આખરે પાર્વતીજીએ પણ એમની વાત માનવી પડી.

સાર એ છે કે નસીબ કર્મથી ઘડાય છે.

નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કાંઈ જ મળતું નથી.

]]>
https://gujjulogy.com/bodh-katha-gujarati/feed/ 0
લાકડાની તલવાર – હાથવગું હોય એ જ શ્રેષ્ઠ હથિયાર વાંચો એક બોધકથા https://gujjulogy.com/%e0%aa%b2%e0%aa%be%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/ https://gujjulogy.com/%e0%aa%b2%e0%aa%be%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/#respond Sun, 12 Sep 2021 16:33:39 +0000 https://gujjulogy.com/?p=1286 લાકડાની તલવાર ।  રાજાશાહી વખતની વાત છે. એક રાજ્ય પર કેટલાંક દુશ્મનોએ હુમલો કરી દીધો. ચારે તરફથી રાજ્યને ઘેરી લીધું. રાજ્યના સૈનિકો તાબડતોબ યુદ્ધે ચડ્યા. અચાનક હુમલો થવાને કારણે રાજાના સૈનિકો જાણે ઉંઘતા ઝડપાયા હતા. ન તો હથિયારના ઠેકાણા હતા ન તો હિંમતના.

રાજ્યના રાજા ખુદ યુદ્ધ કરવા મેદાને પડ્યા. અનેક દુશ્મનોને ઠાર મારી અંતે એ પણ હણાયા. ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. રાજા હણાયા, અનેક સૈનિકો હણાયા અને અનેક ગામ લોકો પણ હણાયા.

હવે દુશ્મનો ગામ અને મહેલની અંદર આવી પહોંચવાના હતા. જાે એવું થાય તો ગામની બહેન દીકરીઓ અને રાણીમાં, રાજાના દીકરી અને બે દીકરાઓ પણ હણાય. રાજાનો કુંવર એકવીસ વર્ષનો હતો. એણે જાહેરાત કરી. સૌ ગ્રામવાસીઓને હૂકમ છે કે બધાએ યુદ્ધમાં ભાગ લેવાનો છે. આપણા હથિયારો ખતમ થઈ ગયા છે, જેના હાથમાં જે આવે એ લઈને લડવાનુ છે.

બધા જ ગામ લોકો નીકળી પડ્યા. કેટલાંક મન અને હિંમતથી નીકળ્યા તો કેટલાંક પરાણે. રાજકુંવર ખુદ તલવાર લઈને દુશ્મનો વચ્ચે આવી ઉભા. એમની જ બાજુમાં એક વિદૂષક ઉભો ઉભો થથરતો હતો. રાજકુંવરે તરત જ હૂકમ કર્યો, ‘વિદૂષકજી, આમ ઉભા ના રહો. લડવા માંડો.’

વિદૂષક બોલ્યો, ‘કુંવરસાહેબ, હું શું લડું! મારી પાસે તો હથિયાર પણ નથી.’

રાજકુંવર બોલ્યા, ‘આ હાથમાં તલવાર તો છે!’

‘અરે, પણ એ તો લાકડાની તલવાર છે. એનાથી થોડું યુદ્ધ જીતાય છે. લોકો મારી નાંખે.’ વિદુષક બોલતો બોલતો રડવા માંડ્યો. રાજકુંવરે એમને જુસ્સો ચડાવ્યો, ‘વિદૂષક અત્યારે જે હથિયાર હોય એ લઈને કુદી પડવાનો સમય છે. આજે હો એક જ પડકાર, હવે તો હાજર હો એજ હથિયાર!’ આમ બોલી રાજકુંવર યુદ્ધમાં પરોવાયા.

પણ વિદૂષક લાકડાની તલવારથી લડી ના શક્યો. એણે તલવાર ફેંકી દીધી અને દુશ્મનના પગમાં પડી ગયો. દુશ્મને એને કલાકાર સમજી જવા દીધો. એ ઉભી પૂંછડીએ ગામમાં ભાગ્યો.

દરમિયાન યુદધમાં રાજકુંવરની અસલી તલવારની મુઠ તૂટી ગઈ અને એ દુશ્મને આંચકી લીધી. એ રાજકુંવરનું ગળુ જ વેતરવાનો હતો ત્યાંજ રાજાએ વિદૂષકે ફેંકેલી પેલી લાકડાની તલવાર ઉપાડી લીધી અને વિંજવા માંડ્યા. એમણે ત્રાડ નાંખી, ‘આવી જાવ…. આજે તો તમારા માથા રંગી નાંખું.’

અને ખરેખર લાકડાની તલવાર વડે એ એક પછી એક દુશ્મનના માથા શ્રીફળ જેમ ફોડતા ગયા. રાજકુંવરની તલવાર લાકડાની હતી પણ એમનો જુસ્સો અને હિંમત અસલી તલવાર કરતાંયે વધારે ધારદાર હતા.

એમણે લાકડાની તલવાર વડે દુશ્મનોને હાંકી કાઢ્યા અને પોતાના રાજ્યના લોકોને બચાવ્યા.

ગામમાં વિદૂષક વાતો કરતો હતો કે એની પાસે હથિયાર નહોતું એટલે એણે શરણે થવું પડ્યુ.

જ્યારે એની જ ફેંકેલી લાકડાની તલવાર વડે રાજકુંવર યુદ્ધ જીતી લાવ્યા હતા.

લોકોએ વિદૂષકને બરાબરનો ભાંડ્યો અને રાજકુંવરને રાજગાદીએ બેસાડ્યો.

એ દિવસે આ રાજકુંવરે લોકોને નવો પાઠ શીખવ્યો હતો. પડકાર આવે ત્યારે હાજર હોય એ હથિયારથી લડી લેવું જોઈએ. એ હથિયાર ક્યારેક એટલું બધું કારગત નીવડે છે કે અસલી હથિયાર પણ પાછુ પડે. ત્યારથી લોકો માનવા લાગ્યા, હાજર સો હથિયાર.

 

]]>
https://gujjulogy.com/%e0%aa%b2%e0%aa%be%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/feed/ 0