aap – Gujjulogy.com https://gujjulogy.com Mon, 07 Aug 2023 14:57:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png aap – Gujjulogy.com https://gujjulogy.com 32 32 શું ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ સાથે મળીને લડવાના છે? https://gujjulogy.com/aap-and-congress-alliance-in-gujarat/ https://gujjulogy.com/aap-and-congress-alliance-in-gujarat/#respond Mon, 07 Aug 2023 14:57:50 +0000 https://gujjulogy.com/?p=1530

AAP and Congress alliance in gujarat | શું Gujarat માં આગામી લોકસભા (Lok Sabha Election 2024 )ની ચૂંટણી કોંગ્રેસ (Congress ) અને આપ ( AAP ) સાથે મળીને લડવાના છે? શું આ શક્ય છે? આવું બને તો શું ભાજપને નુકસાન થાય? ૨૦૨૨માં જે થયું એવું થાય? આવો સમજીએ!

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં એક વાત સામે આવી હતી કે કોંગ્રેસ અને આપ બન્ને ગઠબંધન કરીને ભાજપ સામે ચૂંટણી લડશે. તે સમયે ગુજ્જુલોજી વેબસાઈટ પર પણ એક અહેવાલ થકી કહેવામાં આવ્યું હતું કે ભાજપને ગુજરાતમાં હરાવવું હોય તો કોંગ્રેસ અને આપે સાથે મળીને ચૂંટણી લડવી પડશે અને એવું નહી થાય તો ગુજરાતમાં ભાજપ ૧૫૦ + બેઠકોથી જીત મેળશે. એ પછી પરિણામ શું આવ્યું એ આપણે બધા જાણીએ જ છીએ. ગુજરાતમાં ભાજપની પહેલા ક્યારેય ન થઈ હોય તેવી જીત થઈ છે. આપે કોંગ્રેસના વોટ તોડયા અને ભાજપને ફાયદો થયો…

હવે લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપ વિરુદ્ધ I.N.D.I.A. નામનું ગંઠબંધન થયું છે જેમાં કોંગ્રેસની સાથે આપ પણ જોડાયેલી છે. આ બધાની વચ્ચે સમાચાર આવ્યા છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે…

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે આ સંદર્ભનું એક નિવેદન આપ્યું છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધનની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ઇસુદાન ગઢવી એ કહ્યું કે હું ગેરંટી આપુ છું કે ભાજપ આ વખતે ગુજરાતમાં 26 સીટ નહી જીતી શકે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેઝરીવાલનાં નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વિપક્ષી I.N.D.I.A નાં ગઠબંધનમાં જોડાઈ છે.

જો કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને આ સંદર્ભે કોઇ માહિતી નથી. કેન્દ્રની સલાહ મુજબ આગળ વધવામાં આવશે…
ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે કે છેલ્લા બે ટર્મથી ભાજપ ગુજરાતની ૨૬ બેઠકો જીતતું આવ્યું છે આ વખતે પણ ભાજપની તમામ બેઠકો પર ૫ લાખ મતના માર્જિન સાથે જીત થવાની છે.

 

]]>
https://gujjulogy.com/aap-and-congress-alliance-in-gujarat/feed/ 0
કોંગ્રેસ અને આપ (AAP) આ કામ કરે તો ૨૦૨૨માં ભાજપને હરાવી શકાય છે!! પણ એ શક્ય નથી! https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/ https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/#respond Wed, 06 Oct 2021 05:24:23 +0000 https://gujjulogy.com/?p=1355  

 

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસ – આપનો પરાજય થયો. આ જીત પરાજિત પછી કોંગ્રેસ કહી રહી છે કે આપે અમારા વોટ તોડ્યા આથી અમને નુકસાન થયું જ્યારે આપ કહી રહ્યું છે કે કોંગ્રેસ બરાબર પ્રદર્શન ન કરી શકી એટલે અમને વધારે બેઠક ન મળી. જે હોય તે પણ ફાયદો ભાજપને થયો છે અને કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર મનપા પણ હવે તેના હાથમાંથી જતી રહી છે.

એકવાત તો આ પરિણામ પરથી સ્પષ્ટ દેખાય છે કે આપના કારણે ભાજપને ફાયદો થયો છે. જો આવું ને આવું ગુજરાતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં થશે તો નક્કી ભાજપને ફાયદો થશે અને ભાજપનું જે ૧૫૧ બેઠક જીતવાનું સપનું છે તે પૂર્ણ પણ થઈ શકે. મતોનું વિભાજન ભાજપ માટે હાલ ફાયદા કારક સાબિત થઈ રહ્યું છે. જે ૧૯૭૬ પહેલા કોંગસે માટે ફાયદાકારક હતું.

આપણે અહીં ગુજરાતની ૧૯૭૬ ની વિધાનસભાની ચૂંટણી યાદ કરવી જોઇએ. ત્યારે મતોનું વિભાજન કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થતું હતું. કોંગ્રેસ સામે નાના નાના પક્ષો ઉભા રહેતા હતા અને તે મત લઈ જતા પણ તેનો ફાયદો કોંગ્રેસને થતો. તે વખતે આ વાત જયપ્રકાસજીના ધ્યાનમાં આવી અને જનતા મોરચાને કોંગ્રેસ સામે લડાવામાં આવી અને કોંગ્રેસને ૬૫ બેઠકનું નુકસાન થયું હતું. આ હાર પછી ગુજરાતમાં કોંગ્રેસ પાછી બેઠી થઈ શકી નથી.

કોંગ્રેસે અને આપે અહીંથી વાત શીખવા જેવી છે. આજે મતોનું વિભાજન ભાજપને ફાયદો પહોંચાડી રહ્યું છે. આથી જયપ્રકાશે જે કોંગ્રેસ સામે ૧૯૭૫માં કર્યુ તેવું કોગ્રેસે આજે કરવાની જરૂર છે. આ થાય તો ભાજપને હરાવી શકાય છે

કહેવાનો અર્થ એ છે કે શું ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા જ ગઠબંધન કરી શકે તો કેવું? તેઓ નક્કી કરે અને ૧૮૨ વિધાનસભાની બેઠકની વહેંચણી કરી લે. જ્યા કોંગ્રેસ લડે ત્યા આપ ન લડે અને જ્યાં આપ લડે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર ન ઉભો રહે. સિમ્પલ છે. આવું થાય તો નક્કી ગુજરાતમાં આપ અને કોંગ્રેસની સહીયારી સરકાર બની શકે છે.

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વડગામની બેઠકને યાદ કરો. અપક્ષ તરીકે જીગ્નેશ મેવાણી ઉભો હતો એટલે તેની સામે કોંગ્રેસે તેનો ઉમેદવાર ઉભો ન રાખ્યો. ૨૦૧૨ની વિધાન સભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર કોંગ્રેસના મણિલાલ વાઘેલાએ ૨૧,૮૩૯ મતથી ભાજપના કદાવર મંત્રી ફકિરભાઈ વાઘેલાને હરાવ્યા હતા. અહીં જીગ્નેશ મેવાણીને જીતાડવા કોંગ્રેસે પોતાની જીતી શકાય એવી બેઠક જતી કરી હતી આથી સીધી લડાઈ અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે થઈ અને પરિણામ શું આવ્યું? જીગ્નેશ મેવાણીની જીત થઈ. જો અહીં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોત તો ન કોંગ્રેસની જીત થાત ન જીગ્નેશની, જીત થાય ભાજપની….

અમદાવાદની ખાડિયા બેઠકને યાદ કરો. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપના ભૂષણ ભટ્ટની જીત થઈ હતી. કેમ થઈ હતી? કેમ કે અપક્ષના સબિર કાબલીવાલાને ૩૦ હજાર કરતા વધારે મત મળ્યા હતા. આનાથી કોંગ્રેસના મત ઘટ્યા અને ફાયદો ભાજપને થયો. ત્યાર પછી ૨૦૧૭માં અહીં શું થયુ?  આજ બેઠક પર ૨૦૧૭ની ચૂંટણીમાં આ અપક્ષવાળા ભાઈને કોંગ્રેસે મનાવી લીધા એટલે તે ચૂંટણીમાં ઉભા ન રહ્યા અને ખાડીયાની બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. સિમ્પલ છે. મત વિભાજનનું  આ ગણિત છે. સમજીને આગળ વધો તો ધાર્યુ પરિણામ મળી શકે છે.

ટૂંકમાં ભાજપની સત્તાને ગુજરાતમાં અટકાવવી હોય તો મત વિભાજનને રોકવું પડે અને અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોંગ્રેસ અને આપ એક થઈને લડે. સત્તાની વહેંચણી કરે. બાકી ગાંધીનગરના પરિણામ પરથી લાગે છે કે આમને આમ ચૂંટણી ૨૦૨૨ માં લડાશે તો ભાજપને રેકોર્ડ તોડ બેઠકો મળશે…

મહત્વની વાત એ છે કે આ માત્ર કલ્પના છે. કેમ કે ચૂંટણી પહેલા દરેક પક્ષને લાગે છે કે અમે જીતી જવાના છીએ અને હાર્યા પછી જ આવી કલ્પનાઓ પર વિચાર કરવામાં આવે છે. કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા એક થાય એવું લાગતું નથી. એટલે ખરા અર્થમાં આ લેખને બહું ગંભીરતાથી લેવો નહી…

 

]]>
https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/feed/ 0
Aam Aadmi Party| દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગુ ન કરી શકાય કારણ કે….કેજરીવાલે આપ્યુ આ કારણ https://gujjulogy.com/aam-aadmi-party/ https://gujjulogy.com/aam-aadmi-party/#respond Mon, 14 Jun 2021 08:01:52 +0000 https://gujjulogy.com/?p=1225 આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના વલ્લભસદન મંદિર, અમદાવાદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )  ના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદમાં VTV ગુજરાતીના પૂર્વ મુખ્ય સંપાદક ઈસુદાન ગઢવી ( Isudan Gadhvi ) આપ ( AAP )નો ખેસ પહેરી આપમાં જોડાયા હતા.

આ સંદર્ભે વાત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાતો હતો પણ તેમનું કામ કરવું શકય ન હતું. ત્યા એક મર્યાદા હતી આથી જનતનું કામ કરવા કોઇ પણ સ્વાર્થ વિના મેં રાજનીતિમાં જોડાવાનો નિર્યણ લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્યણ સંપૂર્ણ પણે ગુજરાતની જનતા માટે છે. મારી પાસે સારી નોકરી હતી, સારું પદ હતું આ બધુ છોડીને જનતા સમક્ષ જવાનો નિર્યણ લીધો છે કેમ કે જનતાની અપેક્ષા વધી ગઈ હતી. હવે વાત ઇમાનદાર રાજનીતિ છે આથી ગુજરાતના દરેક લોકોને “આપ” સાથે જોડાવા હું અપીલ કરું છું

પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતે દેશની આઝાદીની લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના સૌથી મોટા નેતા ગુજરાતની ધરતીએ આપ્યા છે. સરદાર પટેલે દિવસરાત મહેનત કરી આ દેશને એક કર્યો. પણ આ પછી શું થયું. આ પછી માત્ર કોંગ્રેસ અને ભાજપની જ વાર્તા છે. આજે ગુજરાતની જે હાલત છે તે ભાજપ અને કોંગ્રેસની કારસ્તાનીના કારણે છે. ગુજરાતની સરકારી શાળાની સ્થિતિ ખરાબ છે, ગુજરાતના વેપારી ડરેલા છે, ગુજરાતની સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ છે. કોલેજમાં એડમિશન નથી મળતું… આવી હાલતમાં ઇસુદાનજીએ જે નિર્યણ લીધો તે મુશ્કેલ હતો. હું તેમનું સ્વાગત કરું છું.

 

કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં હવે જનતાના મુદ્દાની રાજનીતિ થશે. આપના ચહેરાની વાત કરતા તેમણે જણાવ્યું કે આ ચહેરો પણ જનતા નક્કી કરશે. તેમણે જણાવ્યું કે દિલ્હીના બે કરોડ લોકોએ ત્યાંની રાજનીતિ બદલવા કામ કર્યુ છે એક માત્ર કેજરીવાલના કરાણે આ થયું નથી. કેજરીવાલ તો એક સામાન્ય વ્યક્તિ છે. આગળની રણનીતિ વિશે જવાબ આપતા તેમણે જણાવ્યું કે આ તો હજી શરૂઆત છે ધીરે ધીરે રણનીતિ જણાવવામાં આવશે. દિલ્હીના મોડલ પર જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાની કોઇ વાત નથી. દરેક રાજ્યની સમસ્યા, મુદ્દા અલગ અલગ હોય છે. આથી દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગું કરવાની વાત યોગ્ય નથી.

પત્રકાર પરિષદ પછી અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ હતું…

]]>
https://gujjulogy.com/aam-aadmi-party/feed/ 0