ahmedabad accident – Gujjulogy.com https://gujjulogy.com Fri, 28 Jul 2023 09:29:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png ahmedabad accident – Gujjulogy.com https://gujjulogy.com 32 32 પોલીસે કેમ લોકોને આડેધડ દંડવાનું શરૂ કરી દીધુ છે?! સોશિયલ મીડિયામાં લોકો આવું – આવું લખી રહ્યા છે https://gujjulogy.com/ahmedabad-accident-tathya-patel-police-action/ https://gujjulogy.com/ahmedabad-accident-tathya-patel-police-action/#respond Fri, 28 Jul 2023 08:39:18 +0000 https://gujjulogy.com/?p=1502 Ahmedabad accident tathya patel police action | અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામાના એક નબીરાએ પોતાની જગુઆર ગાડી ફૂલ સ્પીડથી ચલાવી ૯ લોકોને ઉડાવી દીધા. આ ઘટના પછી અમદાવાદની પોલીસ એકશન મોડમાં આવી ગઈ હોય એવું લાગે છે…!!

 

આ અકસ્માતમાં જેમણે પોતાનું બધુ જ ગુમાવ્યું છે તેમને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આરોપી સામે ખૂબ ટૂંકા સમયમાં ચાર્જસીટ પણ ફાઈલ થઈ ગઈ છે. પોલીસની કાર્યવાહીથી લાગે છે કે આ સંદર્ભે ઝડપથી ન્યાય મળશે..!

આ બધાની વચ્ચે આવા અકસ્મત ફરી ન થાય તે માટે પોલીસ વધુ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ રાત-દિવસ જોયા વગર કામે લાગી ગઈ છે. અમદાવાદના મોટાભાગના ચાર રસ્તાઓ પર પોલીસનો કાફલો ઉતરી ગયો છે. લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે. ઝડપથી કે ભય જનક ગાડી ચલાવવાના અને નશો કરી ગાડી ચલાવનાર પકડાય પણ રહ્યા છે.

પોલીસ લોકોને ઊભા રાખી લાઈસન્સથી લઈને જરૂરી કાગળીયા માંગી રહી છે અને વાહનચાલક પાસે તે ન હોય તો કાયદાપ્રમાણે દંડ પર વસૂલી રહી છે. હવે આ બાબતે લોકોમાં થોડો રોષ દેખાઈ રહ્યો છે.

સોશોયલ મીડિયા પર લોકો આ રોષ ઠાલવી પણ રહ્યા છે અને ગુજરાતના મુખ્ય છાપાઓમાં તેની નોંધ પણ લેવાઈ રહી છે. આજના જ ( ૨૮ જુલાઈ ) ગુજરાત સમાચારમાં “૯ મૃતકોને ચૂકવેલા ૩૬ લાખની સામે સરકાર કરોડો વસુલી લેશે….પોલીસનો જંગી કાફલો રોડ પર, લોકોને આડેધડ દંડવાનું શરૂ” ના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે પોલીસની સઘન કાર્યવાહીથી નાગરિકો સોશિયલ મીડિયા પર મેસેજમાં લખી રહ્યા છે કે તથ્યએ અકસ્માત કરીને ૯ લોકોને મારી નાંખ્યા અને સરકારે દરેક મૃતકના સ્વજનને ૪ લાખ લેખે ૩૬ લાખ ચૂકવ્યા છે. હવે નિર્દોષ નાગરિકોને વગર વાંકે દંડ ફટકારીને સરકાર આવક કરી રહી છે. ૩૬ લાખની સામે કરોડો રૂપિયાનો દંડ પ્રજા પાસેથી વસુલાઈ રહ્યો છે…!! શું તથ્યએ કરેલા અકસ્માતની કીંમત વાઈક અને સ્કૂટર ચાલકો પાસેથી વસુલવામાં આવી રહી છે?

 

જોકે કે લોકો સલાહ પણ આપી રહ્યા છે કે જો દંડથી બચવું હોય તો ગાડીના તમામ કાગળીયા સાથે રાખવા. એક જોતા આ સત્ય પણ છે. નિયમની આપણે વાતો કરીએ છીએ તો નિયમો પાળવા પણ જોઇએ. પીયુસી, વીમો, ડ્રાઈવિંગ લાઈસન્સનો નિયમ છે તો તે નિયમ હોય ત્યાં સુધી તેનો અમલ કરવો પણ જરૂરી છે. આપણે પણ નિયમો પાળવા જોઇએ અને પછી પોલીસ ખોટી રીતે હેરાન કરે તો તેનો વિરોધ પણ કરવો જોઇએ.

 

]]>
https://gujjulogy.com/ahmedabad-accident-tathya-patel-police-action/feed/ 0
Ahmedabad Accident । અમદાવાદના એસ.જી હાઈવે પર ભયંકર અકસ્માત – ફોટા જોવા જેવા નથી https://gujjulogy.com/ahmedabad-accident/ https://gujjulogy.com/ahmedabad-accident/#respond Thu, 20 Jul 2023 05:11:53 +0000 https://gujjulogy.com/?p=1473
Ahmedabad Accident | જેગુઆર ગાડી જેનાથી આ અકસ્માત થયો

Ahmedabad Accident  | અમદાવાદનો એસ.જી હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. અહીં સ્પીડ લિમિટ હોવા છતાં લોકો ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી હોવા છતાં અમીર ઘરના નબીરાઓ માનતા નથી અને અહીં ભયંકર અકસ્માત સર્જાય છે.

ગઈ કાલે રાત્રે જ ઇસ્કોન એસ.જી. હાઈવે પર એક અતિ ભયંકર અમસ્માત સર્જાયો છે. જેમાં એક કોન્ટેબલ, એક હોમગાર્ડ સહિત ૯ લોકોના જીવ ગયા છે અને ૧૦ થી ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

ઘટના આ રીતે બની…ISKCON Bridge Accident

કાલે મોડી રાત્રે અમદાવાદના એસ.જી હાઈવે પર એક નહી બે-બે અકસ્માત થયા. આ બન્ને અકસ્માત એક બીજા સાથે જોડાયેલા છે. પહેલા એક અકસ્માત થયો અને તે અકસ્માતને જોવા કે મદદ કરવા આવેલા લોકો સાથે બીજો અકસ્માત થયો…

વાત એમ છે કે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ નજીક એક ડમ્પરની પાછળ એક મહિન્દ્ર થાર ઘૂસી ગઈ. આ પણ ભયંકર અકસ્માત હતો. અકસ્માત થયો એટલે એક કોન્ટેબર, એક હોમગાર્ડ સહિત આજુબાજુના કેટલાંક લોકો અહીં આવી પહોંચ્યાં. અકસ્માત થયો એટકે લોકોની અહીં ભીડ જામી ગઈ હતી.

હવે થયું એવું કે આવા સમયે કર્ણાવતી ક્લબ બાજુએથી એક જેગુઆર ગાડી આવી રહી હતી. મળતી માહિતી અને મીડિયાના અહેવાલ પ્રમાણે તે ગાડીની ઝડપ લગભગ ૧૬૦ કીમીની હતી. આ ગાડીના ચાલકને અકસ્માતમાં મદદ કરનારી ભીડ કદાચ દેખાઈ નહી અથવા તો ગાડીની ખૂબ ઝડપ હોવાથી કારચાલક ગાડી પર કન્ટ્રોલ રાખી શક્યો નહી અને તેણે પહેલા થયેલા અકસ્માતને જોવા અને મદદ માટે ઉભેલા લોકો પર ગાડી ચડાવી દીધી. લોકો ૨૦ થી ૨૫ ફૂડ ફંગોળાયા. એક કોન્ટેબલ, એક હોમગાર્ડ સહિત ૯ લોકોના જીવ ગયા છે અને ૧૦ થી ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મૃતકનો અને નજીનની સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. જેગુઆર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ગંભીર અકસ્માત થવાથી આ સમયે હાઈવે પર ખૂબ ગંભીર અને ડરામણું વાતાવરણ ઊભું થયું હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આવું જ ગંભીર વાતાવરણ ઉભુ થયું છે. પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે અમે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય અપાવશું…

મુખ્યમંત્રીની સહાયની જાહેરાત…

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

 

]]>
https://gujjulogy.com/ahmedabad-accident/feed/ 0