Amte Animal Park – Gujjulogy.com https://gujjulogy.com Sat, 08 May 2021 16:15:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Amte Animal Park – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Amte Animal Park | તમને ખબર છે પ્રાણીઓનું પણ અનાથાલય છે! https://gujjulogy.com/amte-animal-park/ https://gujjulogy.com/amte-animal-park/#respond Sat, 08 May 2021 16:15:41 +0000 https://gujjulogy.com/?p=1028  

 

Amte Animal Park | આ અનાથાલયમાં પ્રાણીઓ રહે છે..! માનો યા ના માનો પણ પ્રેમથી ખુંખાર પ્રાણીઓ પણ વશ થઈ શકે છે. આ ઉદાહરણ નરી આંખે જોવું હોય તો યુ-ટ્યુબ પર વીડિઓ છે જોઇ લેવો. અહીં તેની લિંક પણ છે. અને જોવા થવાનું મન થાય તો જઈ પણ શકાય. જંગલી પ્રાણી વચ્ચે એક દિવસ પસાર થશે…એ પણ કોઇ ડર વગર….

 

 

પ્રાણીઓનું અનાથાયલ? ક્યાય સાંભળ્યું છે? બાળકોનું અનાથાયલ સાંભળ્યું છે પણ આ તો પ્રાણીઓનું છે. નાના બાળકોના માતા-પિતા ન હોય અથવા અવસાન પામ્યા હોય તો તેવા બળકોને અનાથાલયમાં રહેવું પડે છે. પણ જો જન્મ આપતાની સાથે કોઇ પ્રાણીઓની માતા મૃત્યુ પામે તો તો જન્મ લેનાર પ્રાણીના બચ્ચાનું શું થતુ હશે? આવો વિચાર તમારા મનમાં ક્યારેય આવ્યો? આવો વિચાર ૪૬ વર્ષ પહેલાં એક દંપતિને આવ્યો હતો અને તેમણે આવા પ્રાણીઓના બચ્ચાઓ માટે એક અનાથાલય ઉભુ કરવનું વિચાર્યુ. અને ખૂબ ટૂંકાગાળામાં તે અનાથાયલ ઊંભુ પણ કરી દીધું. આજે ભલે આ વાત માનવામાં ન આવે પણ આ વાત ૨૪ કેરેટ સોના જેટલી સાચી છે.
તમારે આ અનાથાલયની મુલાકાત લેવા જવું હોય તો મહારાષ્ટ્રના નાગપૂરથી ૩૫૦ કિલોમીટર દૂર આવેલા ગઢચિરોલીમાં જવું પડે.

અહીં એક હેમલકસા નામનું ખૂબ નાનું ગામ છે. આ ગામમાં આ અનાથાલય આવેલું છે. જેનું નામ છે. આમ્ટે એનિમલ પાર્ક ( Amte Animal Park ). આ પાર્ક એટલે પ્રાણીઓનું અનાથાલય. જેની શરૂઆત ૧૯૭૩માં ડો. પ્રકાશ આમ્ટે ( Dr. Prakash Amte ) એ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ડો. પ્રકાશ આમ્ટે ( Dr. Prakash Amte ) અને તેમની પત્ની મંદાકિની આમ્ટે એક બે વર્ષથી નહી પણ છેલ્લા ૪૭ વર્ષથી આ અનાથાલય ચલાવે છે અને જેમાં ૧૦૦ કરતા વધારે પ્રાણીઓ આરામથી રહે છે. આ પ્રાણીઓની દરેક જાતની કાળજી આ દંપતિ કરે છે.

અહીં એક પ્રશ્ન થાય કે પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? જંગલી પ્રાણીઓ રહે છે? જવાબ હા છે. જંગલી પ્રાણીથી લઈને ઝેરી સાપ સુધી અહી બધા મળીને રહે છે. તમે માનો કે ના માનો પણ અહીં સસલા, હરણ જેવા પાળી શકાય તેવા પ્રાણીઓ અને મોર, કોયલ જેવા પક્ષી સહિત દિપડો, મગર અને સાપ પણ રહે છે. આ દંપતિ આ પ્રાણીઓને સંતાનની જેમ વહાલ કરે છે. તેમનું ધ્યાન રાખે છે અને આ પ્રાણીઓ પણ તેમને કોઇ નુકશાન પહોંચાડતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં આ દંપતિ સાથે તેમની બે વર્ષની પૈત્રી અને ૧૧ વર્ષનો પૈત્ર પણ ડર્યા વગર રહે છે. રહે છે નહી પણ પ્રાણી સાથે મસ્તી પણ કરે છે. છેને ગજબની વાત!

ડો. પ્રકાશ આમ્ટે ( Dr. Prakash Amte ) વિશે વત કરીએ તો તેઓ મહારાષ્ટ્રના પ્રસિધ્ધ સમાજ સેવક ડો. બાબા આમ્ટેના દિકરા છે.ડો. બાબા આમ્ટેજીની એટલે કે ડો. પ્રકાશ આમ્ટેના પિતાજીની ઈચ્છા હતી કે આ ગામમાં કંઈક અનોખું થવું જોઇએ અને પ્રાણીઓનું અનાથાલય ઉભુ કરવામાં આવ્યુ છે.

આ અનાથાયલનો વિચાર કેવી રીતે આવ્યો તેની પાછળ એક ઘટાના છે.આ સમાજ સેવક દંપતિ એકવાર જંગલમાં પ્રકૃતિના દર્શન કરવા ગયું. આવા સમયે તેમણે ત્યાં એક કરૂણ દ્રશ્ય જોયુ. કેટલાક લોકો એક વાંદરીના બચ્ચાને દોરીથી બાંધીને લઈ જઈ રહ્યા હતા. વાંદરીનું બચ્ચું મોટેથી ચિચિયારીઓ પાડી રહ્યું હતું. પણ પેલા લોકોને એ ચિચિયારી સંભળાતી ન હતી. આ દ્રશ્ય જોઇ પેલું દંપતિ ચિંતામાં પડી ગયું. તેમને પેલા બચ્ચા પર ખૂબ દયા આવી. તેમણે આ બચ્ચાને પેલા લોકોને પૈસા આપી પોતાની પાસે લઈ લીધું અને બચ્ચાને ઘરે લઈ આવ્યા. બસ આ બચ્ચાથી જ આ અનાથાલય ખોલવાનો વિચાર આવ્યો અને આજે આ પાર્કમાં ૧૦૦ કરતા વધારે પ્રાણીઓ કોઇને નુકસાન પહોંચાડ્યા વગર પ્રેમથી રહે છે.

માનો યા ના માનો પણ પ્રેમથી ખુંખાર પ્રાણીઓ પણ વશ થઈ શકે છે. આ ઉદાહરણ નરી આંખે જોવું હોય તો યુ-ટ્યુબ પર વીડિઓ છે જોઇ લેવો. અહીં તેની લિંક પણ છે. અને જોવા થવાનું મન થાય તો જઈ પણ શકાય. જંગલી પ્રાણી વચ્ચે એક દિવસ પસાર થશે…એ પણ કોઇ ડર વગર….

 

 

 

]]>
https://gujjulogy.com/amte-animal-park/feed/ 0