Antibody Cocktail – Gujjulogy.com https://gujjulogy.com Fri, 28 May 2021 16:24:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Antibody Cocktail – Gujjulogy.com https://gujjulogy.com 32 32 એન્ટીબોડી કોકટેલ ( Antibody Cocktail ) દવાથી ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને હરાવ્યો હતો આ કોકટેલની કિંમત તો ગજબ છે https://gujjulogy.com/antibody-cocktail/ https://gujjulogy.com/antibody-cocktail/#respond Fri, 28 May 2021 16:24:01 +0000 https://gujjulogy.com/?p=1155  

 

એન્ટીબોડી કોકટેલ ( Antibody Cocktail ) એટલે કે એક કોકટેલ ડ્રગ્સથી મેળવાશે કોરોના પર કાબૂ. કોરોનાને માત આપનારી મોનોક્લોનલ એન્ટીબોડી એટલે કે કોકટેલ ડ્રગ્સનો ભારતમાં ઉપયોગ શરૂ થઈ ગયો છે. આ દવા લેવાથી કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી

 

કોરોના વાઈરસ સામેની આ વિશ્વવ્યાપી લડાઈમાં એક અસરકારક હથિયાર આ એન્ટીબોડી કોકટેલના રૂપે મળ્યું છે. આ દવા સ્વિટઝરલેન્ડની એક ડ્રગ કંપનીએ બનાવી છે. આ કંપનીનો ભારતની સિપ્લા કંપની સાથે કરાર થયો છે. ભારતમાં સિપ્લા કંપની આ દવા બનાવશે.

આ દવાને લઈને એટલે કે મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવા ૭૦ ટકા સુધી અસરકારક છે. આની મદદથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થતા અટકાવી શકાય છે.

કેવી રીતે કમ કરે છે આ દવા?

હકીકતમાં આ “એન્ટીબોડી કોકટેલ” બે અલગ અલગ દવાઓનું મિશ્રણ છે જે કોરોના સામે લડવા કોઇ પણ દર્દીની શક્તિ વધારી દે છે. આ દવામાં કાસિરિવિમાબ (Casirivimab) અને ઇમ્દેવીમાબ (Imdevimab) નામની દવાનું મિશ્રણ છે. આ બન્ને ડ્રગ્સને ૬૦૦-૬૦૦ ગ્રામ ભેગા કરી એક એન્ટીબોડી કોકટેલ બનાવામાં આવે છે.

જાણકારોનું કહેવું છે કે આ દવા કોરોના વાઈરસને માનવીય કોશિકાઓમાં જતા રોકે છે, જેનાથી વાઈરસને પોષણ મળતું નથી અને તે ફેલાતો અટલી જાય છે. તેની ટ્રાયલ પણ થઈ છે અને તેના સારા પરિણામ પણ મળ્યા છે.

કેવી રીતે અપાય છે દવા?

એન્ટીબોડી કોકટેલ એક પ્રકારનું ઇમ્યુનિટિ બુસ્ટર છે. દર્દી કોરોના પોઝિટિવ આવે અને તેના ૪૮ થી ૭૨ કલાકમાં આ દવા તેને આપવામાં આવે છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ દવા આપવામાં ૨૦ થી ૩૦ મિનિટનો સમય જાય છે અને દવા આપ્યા પછી દર્દીને થોડો સમય માટે દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો ત્યારે ઝડપી રીકવરી માટે ટ્રમ્પને આ દવા આપવામાં આવી હતી અને તેઓ માત્ર બે દિવસમાં સાજા થઈ કામ પર લાગી ગયા હતા.

ભારતમાં આ દવા કેવી રીતે મળશે?

ભારતમાં આ દવાની સપ્લાયની જવબદારી સિપ્લા કંપનીની પાસે છે. આ દવા ભારતમાં હાલ બધે જ મળી રહી નથી. થોડા શહેરોમાં જ મળી રહી છે. જેમ જેમ આ દવાનો ઉપયોગ વધશે તેમ તેમ તે સરળતાથી મળતી થશે. ઉલ્લેખનીય વાત એ છે કે સિપ્લાની સાથે Zydus કંપનીએ પણ આ દવાની ક્લીનિકલ ટ્રાયલ માટેની મંજૂરી માંગી છે.

દવાની કિંમત કેટલી છે?

આ દવાની કિંમત ચોકવનારી છે. એન્ટીબોડી કોકટેલનો એક ડોઝ ૧૨૦૦ મિલીગ્રામનો હોય છે. જેમાં ૬૦૦ મિલીગ્રામ કાસિરિવિમાબ (Casirivimab) અને ૬૦૦ મિનિગ્રામ ઇમ્દેવીમાબ (Imdevimab) એમ ૧૨૦૦ મિલિગ્રામનો એક ડોજ હોય છે. આ એક ડોજની કિંમત ૫૯ હજાર ૭૫૦ રૂપિયા રાખવામાં આવી છે. આ દવાના એક પેકેટથી બે દર્દીઓનો ઉપચાર થઈ શકે છે.

 

]]>
https://gujjulogy.com/antibody-cocktail/feed/ 0