bad luck – Gujjulogy.com https://gujjulogy.com Tue, 20 Apr 2021 13:38:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png bad luck – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ખરાબ નસીબને સારું કરવાના શાનદાર ઉપાયો | how to convert bad luck to good luck https://gujjulogy.com/how-to-convert-bad-luck-to-good-luck/ https://gujjulogy.com/how-to-convert-bad-luck-to-good-luck/#respond Tue, 20 Apr 2021 13:38:09 +0000 https://gujjulogy.com/?p=973

 

how to convert bad luck to good luck । દુર્ભાગ્યને સદ્ભાગ્યમાં પલટવા માટેના શાનદાર ઉપાયો। તમે કોઈ પણ કામ કરો બધું જ ઉંધુ પડે છે? તો એ તમારું દુર્ભાગ્ય કામ કરી રહ્યું છે. એને દૂર કરવા માટે આટલું જરૂર કરો.

ખરાબ ભાગ્યનો ઉપાય પણ આપણી પાસે છે

માનવી જ્યારે અપાર મહેનત પછી પણ કંઈ પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે એ એના નસીબને દોષ આપતો હોય છે. એ કહે છે કે મારુ ભાગ્ય જ ખરાબ છે એટલે હવે મારો ઉદ્ધાર નહીં જ થાય. પરંતું એવું નથી હોતું. ભાગ્ય ખરાબ હોય તો એનો પણ ઉપાય આપણી સંસ્કૃતિ અને જાણકારો પાસે છે. દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાના શાનદાર ઉપાયો અપનાવશો તો પછી તમારા નસીબનું પૈડું હંમેશાં સફળતાના શિખર તરફ જ ગતિ કરતું રહેશે.

કુળદેવી-કુળદેવતાના શરણમાં જાઓ

જ્યારે તમારી જિંદગીમાં બધું જ અણધાર્યુ થવા માંડે. પૈસાની આવક બંદ થઈ જાય, સંબંધો પણ છીન્ન -ભીન્ન થઈ જાય. નોકરી, પ્રમોશન, ધંધા, બીમારી આવી પડે, રોજગારમાં ન ઉકેલી શકાય તેવી તકલીફો આવવા માંડે તો સમજી જાવ કે તમારુ ભાગ્ય બદલાયું છે. ગ્રહોની દશા બદલાઈ છે અને દુર્ભાગ્ય જીવનમાં દસ્તક આપી રહ્યું છે. આવું લાગે ત્યારે સૌથી પહેલાં તમાર કુળદેવી કે કુળદેવતાનું નૈવેધ ધરાવો. જો કોઈને ત્યાં નૈવેધ ધરાવવાની પરંપરા ના હોય તો એ વ્યક્તિએ પોતાના આરાધ્ય દેવને એક શ્રીફળ ચડાવીને, એનો ધૂપ કરીને પોતાને દુર્ભાગ્યથી બચાવે તેવી વિનંતી કરવાની છે.

 

ગ્રહો સંબંધિત પૂજા – પાઠ કરાવો

ચારે તરફથી જ્યારે તકલીફ આવતી હોય અને એના કોઈ ઉપાયો ના મળતા હોય કે ઉપાયો કરવા છતાં પણ સારા પરિણામો પ્રાપ્ત ના થતાં હોય તો એ દુર્ભાગ્ય છે. એને દુર કરવા માટે કોઈ સારા જ્યોતિષને મળો. (યાદ રહે તમારે કોઈ ભુવા-મૌલા વગેરે અંધશ્રદ્ધામાં પડવાનું નથી. જ્યોતિષ એક વિજ્ઞાન છે) સાચ્ચા જ્યોતિષો આપની કુંડળીની દશા જોઈને એનો ઉપાય શોધી શકે છે. આમ જ્યોતિષને મળીને આપના દુર્ભાગ્યનું કારણ જાણો. ગ્રહો સંબંધિત પૂજા પાઠ કરાવો અને દાન દક્ષિણા પણ અર્પણ કરો.

ખોટા અને વ્યસની લોકોથી દૂર રહો

દુર્ભાગ્ય મોટા ભાગે એવા સમયે આવે છે જ્યારે તમે કોઈ નેગેટીવ એનર્જીમાં ફસાઈ જાવ. દુર્ભાગ્ય આવે ત્યારે પહેલાં પોતાની જાતને તપાસી લેવી. તમારાથી કોઈ ધાર્મિક ભુલ થઈ હોય, કોઈ માનવીનું દિલ દુભાયુ હોય, એની આંતરડી કકળાવી હોય કે એવું કંઈ હોય તો એ ભુલ સુધારી લો. વ્યક્તિની માફી માંગી લો. તમે પોતે કોઈ ખોટી આદતો-વ્યસનમાં ભરાઈ પડ્યા હો તો પણ જલ્દી એને ત્યજી દો. દુર્ભાગ્ય આપો આપ ચાલ્યુ જશે. ધારો કે તમે સારા હોય પણ ખોટા અને વ્યસની લોકોની સંગત કરશો તો તમારુ દુર્ભાગ્ય શરૂ થઈ જશે. માટે હંમેશાં બેઈમાન, સ્વાર્થી લોકોથી દૂર રહો. જેથી દુર્ભાગ્ય આવે જ નહીં. અને આવે તો પણ આવા લોકોથી દૂર થઈ જવાથી પાછું ચાલ્યું જશે.

કોઈના હકનું છીનવી ના લો…

પૂજા – પાઠ નિયમિત કરો, પૂજા વખતે ચોખ્ખા કપડાં પહેરો. કોઈના હકનો પૈસો કે અન્ય કોઈ વસ્તુ કદી છીનવી ના લો કે એને છેતરીને પ્રાપ્ત ના કરી લો. કદી કોઈ પણ સ્ત્રીનું અપમાન ના કરો, ખોટા વ્યક્તિના ઘરે ભોજન ના કરો. કોઈના પહેરેલા વસ્ત્રો ભુલથી પણ ના પહેરો અને જેમ બને એમ વધારે ને વધારે વસ્ત્રો દાનમાં આપો. આમ કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પલટાઈ જશે.

તાજી રોટલી માથા પરથી ૩૧ વાર ઉતારો…

શુદ્ધ હૃદયે ઘણા બધા ઉપાયો કરવા છતાં પણ જો તમારું દુર્ભાગ્ય ના ટળતું હોય તો દાન, ભક્તિ વગેરે તો ચાલું રાખો જ સાથે સાથે એક પ્રયોગ પણ કરો. સુર્યાસ્ત પછી કોઈ પણ રવિવારે એક તાજી બનાવેલી રોટલી લઈને તમારા માથા પરથી ૩૧ વાર ઉતારીને કુતરાને ખવરાવી દો. એક વાત યાદ રહે કે કુતરાને રોટલી નાંખવા જાવ ત્યારે ભુલથી પણ પાછું વળીને જોવું નહીં. અને કુતરુ રોટલી પૂરે પૂરી ખાઈ જાય ત્યાં સુધી ત્યાંજ દૂર ઉભા રહો. કુતરુ રોટલી ના ખાય કે એઠી મુકે તો ફરીવાર આ પ્રયોગ કરો. જ્યારે કુતરું રોટલી પુરેપુરી ખાઈ લેશે ત્યારે તમારે સમજુવું કે તમારા સદ્ભાગ્યના દ્વારા ખુલી ગયા.

ગોળ અને વસ્ત્રોનું દાન…

દરેક શનીવારે હનુમાનજીને એક મીઠું પાન ચઢાવો. એમાં ચુનો લાગેલોા ના હોવો જાેઈએ એ વાતનું ધ્યાન રાખો. પાન સાથે સાથે પ્રસાદ, તેલ અને આંકડાની માળા પણ ચડાવશો તો વધારે સારુ. એ જ દિવસે કોઈ પણ સાધુ – મહાત્માને ગોળ અને વસ્ત્રોનું દાન આપો. ઉપરાંત આ દિવસે કોઈ પણ પોપટ ખરીદીને લાવો અને એને ખુલ્લી અને શ્રેષ્ઠ જગ્યામાં જઈને પાંજરામાંથી મુક્ત કરીને ઉડાડી મુકો. આ પોપટ ઉડીને જેટલો દુર જશે એટલું જ તમારુ દુર્ભાગ્ય પણ દુર જશે.

અંધારામાં ઉંઘશો તો ગયા કામથી…

દુર્ભાગ્ય નેગેટીવ શક્તિઓથી ઉત્તપન્ન થાય છે. નકારાત્મક શક્તિઓ રાત્રે વધારે જાગ્રત થતી હોય છે. જેમ જેમ અંધારુ ઘેરાતું જાય છે તેમ તેમ તમારા નસીબની બુરી શક્તિઓ તમારા પર હાવી થતી જાય છે. પરંતુ અજવાળું હોય તો આ શક્તિઓ કામ કરી શકતી નથી. માટે કદી પણ સાવ અંધકાર કરીને ના ઉંઘો. તમે સુતા હોય એ રૂમમાં તલના તેલનો દિવો પ્રગટાવી રાખો જેથી નેગેટીવ એનર્જી દૂર રહે અને પોઝીટીવ એનર્જી બની રહે. નાઈટ લેમ્પ પણ રાખી શકાય. અજવાળું જરૂરી છે.

મિત્રો, બસ આટલા ઉપાયો કરશો તો તમને તમારુ દુર્ભાગ્ય જલ્દીથી સદ્ભાગ્યમાં પલટાઈ જશે.

ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/how-to-convert-bad-luck-to-good-luck/feed/ 0