bhaubeej – Gujjulogy.com https://gujjulogy.com Fri, 13 Nov 2020 07:51:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png bhaubeej – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ભાઈ-બીજ Bhaibeej ના દિવસે બહેન આટલું કરશે તો ભાઈ પ્રગતીના શિખરો સર કરશે. https://gujjulogy.com/bhaubeej-pyers-tips-in-gujarati/ https://gujjulogy.com/bhaubeej-pyers-tips-in-gujarati/#respond Fri, 13 Nov 2020 07:51:41 +0000 https://gujjulogy.com/?p=669 ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન આ તહેવાર ભાઈ – બીજ Bhaibeej કારતક મહિનાની સુદ બીજના દિવસે આવે છે. ભાઈ બીજને યમદ્વિતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે અને બહેન ભાઈની પૂજા કરે છે કરી એના મંગળ ભવિષ્યની અને લાંબી ઉમરની કામના કરે છે.

ઘરનાં ઉંબરા પર યમરાજનો દીવો

ભાઈ-બીજના દિવસે બહેને ભાઈને ઘરે જમવા બોલાવાવો જાેઈએ. સૌ પ્રથમ એક થાળીમાં દીવો, ફુલ અને કુંકુ ચોખા લઈ લો. ભાઈના કપાળે કપાળે અક્ષત અને કંકુનો ચાંદલો કરો ત્યારબાદ ભાઈની આરતી ઉતારીને એને મીઠાઈ ખવરાવો. ખાસ આ દિવસે બહેને યમરાજના નામનો ચોમુખી દીવો પ્રગટાવીને ઘરના ઉંબરા પર જમણી તરફ મુકી દો. એ દીપ પાસે ખોળો પાથરીને યમરાજ પાસે ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરો. આ દીપને યમ દીપ કહેવાય છે. આ દીવસે બહેન દીપનું દાન આપે તો પણ એના ભાઈને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

ભાઈની નોકરી કે ધંધા માટે અદ્‌ભૂત કાર્ય

જો તમારા ભાઈને નોકરી ના મળતી હોય, એ બેરોજગાર હોય કે એનો કોઈ ધંધો સેટ ના થતો હોય તો બહેન તરીકે તમે ભાઈ-બીજના દિવસે આ વિશેષ પ્રયોગ કરીને ભાઈને મદદ કરી શકો છો. ભાઈ-બીજના દિવસે ભાઈની પૂજા કર્યા બાદ ચોખાના ઘોળનો ચોક બનાવો અને ભાઈને તેના પર બેસાડો. એ પછી ભાઈના હાથ પર ચોખાનો ઘોળ લગાવો. પછી ભાઈના હાથમાં એક રૂપિયાનો સિક્કો, એક પીળું ફુલ, કપુરી પાન અને સોપારી મુકી તેના પર સિંદુર છાંટો. એ પછી નીચે આપેલી પંક્તિઓ અગિયાર વાર બોલો,

ગંગા પૂજા યમુના કો, યમી પૂજે યમરાજ કો,

સુભદ્રા પૂજે કૃષ્ણ કો, ગંગા યમુના નીર બહે,

ભાઈ આપ બઢેં – ફુલે ફલેં..!

આ પંક્તિઓ બોલી લીધા પછી ભાઈની પ્રગતિ માટે સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરો. આ પ્રયોગ ખૂબ જ સિદ્ધ છે. ભાઈ – બીજના દિવસે બહેન આ પ્રયોગ કરે તો તેના ભાઈને નોકરી અવશ્ય મળે છે.

યમૂનામાં સ્નાન કરશો તો ઉત્તમ

પૌરાણિક શાસ્ત્રોમાં ભાઈ-બીજના દિવસે ભાઈ અને બહેનના યમૂનાસ્નાનનું ખૂબ જ મહત્વ છે. જો સંભવ હોય તો આ દિવસે યમૂના નદીમાં ભાઈ અને બહેને સ્નાન કરવું. જેથી ભાઈ અને બહેન પર જે કોઈ પણ કષ્ટ હોય એ બધા જ દૂર થાય છે અને બંને વચ્ચેનો નિર્મળ સ્નેહ પણ વધતો રહે છે.

ભાઈની બીમારી ગાયબ થઈ જશે.

જો ભાઈ બહું જ બીમાર રહેતો હોય, શારિરીક અને માનસિક રીતે હેરાન થતો હોય તો એની રક્ષા માટે બહેને ભાઈ બીજના દિવસે એક ખાસ પ્રયોગ કરવાનો હોય છે. ભાઈ-બીજના દિવસે ભાઈને પોતાના હાથે બનાવેલું ભોજન જમાડી, પૂજા અને આરતી કર્યા બાદ રાત્રે ભાઈ – બહેને સાથે ચંદ્રમાના દર્શન કરવાના છે. એ વખતે બહેને ખોળો પાથરીને ચંદ્રમાને વિનંતી કરવાની કે, ‘હે દેવ, મારા ભાઈના જીવનમાં જે કોઈ કષ્ટ હોય, જીવાણું હોય એ બધા દૂર કરો. એ બીમારીઓથી બળી રહ્યો છે એને તમારા જેવી શીતળતા આપો.’ આ પ્રયોગથી ભાઈની બીમારી ગાયબ થઈ જશે.

દુશ્મનોથી રક્ષણ કરશે બહેન

ભાઈના ઘરસંસારમાં જાે વિખવાદ હોય અથવા તો ભાઈના દુશ્મનો વધી ગયા હોય તો ભાઈ-બીજના દિવસે કરવામાં આવતી બધી જ વિધીઓ ઉપરાંત બહેને ભાઈના માથેથી એક નારિયેળ લઈને એને સાત વાર ઉતારવું તથા એને ચાર રસ્તા પર મુકી આવવું. યાદ રહે આ ક્રિયા સંધ્યા ટાણે જ કરવાની છે. એ પછી ભાઈના જમણા હાથના કાંડા પર નાડાછડી બાંધીને દુશમનો અને દુઃખોથી એનું રક્ષણ થાય તેવી કામના કરવાની છે.

બહેન માટે ભાઈ પણ આ કરી શકે છે

જે રીતે બહેન ભાઈની પ્રગતિ માટે, તેના સુખી જીવન માટે, તેની બીમારી દૂર કરવા માટે પ્રાર્થના કરે છે તેવી જ રીતે બહેનની રક્ષા માટે પણ ભાઈએ આ દિવસે ખાસ પ્રભુને પ્રાર્થના કરવાની હોય છે. આખા વર્ષ દરમિયાન બહેનો અનેક ઉપવાસ કરતી હોય છે. એમાં પતિ માટે, બાળકો માટે અને ભાઈ માટે પણ કરે છે. પણ બહેન માટે કોઈ ભાઈ ભાગ્યે જ ઉપવાસ કરતો હોય છે. ભાઈ-બીજના દિવસે ભાઈ જો ઉપવાસ કરે અને બહેનના હાથે બનાવેલા ભોજનથી જ ઉપવાસ છોડે તો એ બહેનના જીવનમાં ખૂબ જ સુખ અને શાંતિ પ્રસરે છે.

મિત્રો, ભાઈ – બીજના દિવસે આ સિદ્ધ પ્રયોગો કરવાથી ભાઈ અને બહેન બંનેના જીવનમાં અપાર સુખ  અને સમૃદ્ધિ વ્યાપે છે. અહીં આપેલા કાર્યો બહેન શ્રદ્ધા પૂર્વક કરશે તો એનો ભાઈ પ્રગતિના શીખરો સર કરશે.

 

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/bhaubeej-pyers-tips-in-gujarati/feed/ 0