blackmail – Gujjulogy.com https://gujjulogy.com Fri, 12 Feb 2021 16:09:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png blackmail – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Gujarat crime file । પતિએ જ નાયબ મામલતદાર પત્નીના અંગત વિડિયો શેર કર્યા અને પછી…! https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/ https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/#respond Fri, 12 Feb 2021 16:09:09 +0000 https://gujjulogy.com/?p=819

Gujarat crime file । પતિએ કહ્યુ જો પૈસા નહીં આપે તો બીજા વિડિયો વાઈરલ કરી દઈશ. । પતિ સામાન્ય નોકરિયાત હતો અને પત્ની મામલતદાર એની ઈર્ષા આવતી હતી.

***

વાતાવરણમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ હતો. ઓક્ટોબર – ૨૦૨૦ના આખરી દિવસો ચાલી રહ્યાં હતા. ગુજરાતના ગાંધીનગરમાં રહેતી અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતી નયના નામની એક યુવતી સવારે ઓફિસ જવા નીકળી. ટેબલ પરથી મોબાઈલ લીધો અને વોટ્સ એપ ચેક કરતાં કરતાં બહાર આવી. ચાલતા ચાલતા તેણે એક અંગત મિત્ર દ્વારા આવેલ વિડિયો ઓપન કર્યો અને દૃશ્યો જોઈ ચોંકી ગઈ. એ વિડિયો તેની જ અંગત પળોનો હતો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કાંઈ વિચારે એ પહેલાં જ તેણે તેની એ અંગત બહેનપણીને ફોન જોડ્યો.

‘હેલ્લો સંધ્યા! શું છે આ બધું?’

‘નયના હું તને જ ફોન જાેડતી હતી. તારી અંગત પળોના વિડિયો વાઈરલ થઈ ગયા છે. આપણા આખા ગૃપમાં આજે વહેલી સવારથી આ ફરી રહ્યાં છે.’

‘વ્હોટ? તને કોણે મોકલ્યો?’ મને તો વિદ્યાએ મોકલ્યો. પણ મેં વાયા વાયા તપાસ કરી તો ખબર પડી કે આપણી એક ફ્રેન્ડના મોબાઈલમાં તારા પતિ તરફથી જ આ વિડિયો આવ્યો છે.

‘શુ? સ્વપ્નએ આ વિડિયો મોકલ્યો?’ નયનાના હોંશ ઉડી ગયા હતા. કોલ કટ કરીને એ ધુંઆપુંઆ થતી અંદર ગઈ. એનો પતિ પલંગમાં બેઠો બેઠો આળસ મરડી રહ્યો હતો.

નયનાએ મોબાઈલનો ઘા કરતાં કહ્યુ, ‘સ્વપ્ન શું છે આ બધુ? તારા મોબાઈલમાંથી આપણી અંગત પળોના વિડિયો મારા ફ્રેન્ડ પર કેવી રીતે ગયા?’

‘મેં જ મોકલ્યા છે?’

‘શું….! તે જ મોકલ્યા?’

‘તું જોને, વિડિયોમાં હું દેખાતો નથી એટલે મેં જ મોકલ્યા હોય ને. માત્ર તારુ ઉઘાડું રૂપ જ દેખાય છે. અને સાંભળ માત્ર તારી ફ્રેન્ડને નથી મોકલ્યા આપણા કેટલાંય સગા-સંબંધીઓને પણ મોકલ્યા છે. સમજી!’

નયના પલંગ પર ફસડાઈ પડી, ‘તુ પાગલ થઈ ગયો છે. હું તારી પત્ની છું. વિકૃત આદમી છે તું!’ નયના રડી પડી. એનો પતિ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, ‘મેં કહ્યુ હતું તે કે મને પૈસા આપ નહીંતર તારા સેક્સી વિડિયો વાઈરલ કરી દઈશ.’

‘અરે, પણ સ્હેજ તો શરમ રાખવી હતી. મને એમ કે તું ખાલી ધમકી આપતો હોઈશ. પણ તેં તો..! હેં ભગવાન હું બરબાદ થઈ ગઈ.’
‘હજુ તો બરબાદ થવાની વાર છે. જો તું હવે મને પૈસા નહીં આપે તો આનાથી પણ બુરુ થશે. આ વિડિયોમાં તો ખાસ કશું દેખાતું નથી.

મારી પાસે તો એવા એવા વિડિયો છે કે વાત ના પૂછ. જોવા છે તારે?’

‘સ્વપ્ન પ્લિઝ એવું ના કરતો. હું તને પૈસા આપીશ.’

‘તું કેટલાં પૈસા આપે છે એના પર આધાર છે. મારે લાખો રૂપિયા જોઈએ છે.’

‘અરે, જેટલાં હોય એટલાં આપીશ. પણ તું આવું ના કરતો.’

‘ચાલ નીકળ અત્યારે! મારે હવે ફ્રેશ થવું છે. સાંજે વાત કરીશું.’ આટલું બોલીને એ ઉભો થઈને ચાલ્યો ગયો.

નયના રડતી રડતી બહાર આવી. એણે એની ફ્રેન્ડને વાત કરી. ફ્રેન્ડે એને હિંમત આપીને કહ્યુ, ‘જાે નયના તું આજે પૈસા આપીશ તો કાલે બીજા માંગશે. એની ભુખ વધતી જ જશે. માટે તું અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશને જા અને જેલમાં પુરાવી દે સાલાને.’

બહેનપણીની વાત નયનાને સાચી લાગી. નયના તરત જ ગાંધીનગરના સેક્ટર – ૭માં આવેલા પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ લખાવી.

પોલીસ ફરિયાદમાં એણે જણાવ્યુ કે, ‘હું મામલતદાર છું અને મારા પતિએ મારી વિરુદ્ધ સાયબર ક્રાઈમ કર્યો છે.’

‘શું કર્યું છે?’

‘મારી અંગત પળોના વિડિયો અને ફોગોગ્રાફ્સ મારા મિત્રો અને સગા સંબંધીઓમાં વાઈરલ કરી દીધા છે!’

‘બહેન, તમે ડિટેઈલમાં વાત કરો. એનું નામ, તમારુ નામ બધું જ.’

નયનાએ બધી જ વિગતો આપતા કહ્યુ, ‘મારા લગ્ન મે-૨૦૦૮માં સ્વપ્નસ્વરૂપ ખરાડી નામના વ્યક્તિ સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સારુ ચાલ્યુ. પણ પછી બબાલો ઉભી થઈ. સ્વપ્ન ખાનગી કંપનીમાં સામાન્ય પગારની નોકરી કરતો હતો અને હું મામલતદાર હતી એટલે એને ઈર્ષા આવતી હતી. એ મને હેરાન કરવા લાગ્યો. મારી પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો. પતિ હતો એટલે મે પૈસા આપ્યા પણ ખરા. પણ એની હેરાનગતી અને માંગ વધતી ગઈ. આખરે મેં પૈસા આપવાનું બંધ કરી દીધું. એટલે એ મને ધમકાવતો હતો કે હું જાે પૈસા નહીં આપું તો મારી અંગત પળોના વિડિયો એ વાઈરલ કરી દેશે. મને એમ હતું કે હું એની પત્ની છું. આવી નીચ હરકત એ થોડો કરશે? પણ આજે વહેલી સવારે એણે મારા કેટલાંક વિડિયો અમારા સગા-વ્હાલા અને મિત્રોમાં વાઈરલ કરી દીધા છે. મેં એને આ બાબતે સમજાવ્યો પણ એણે ફરી ધમકી આપી છે કે હું એને લાખ્ખો રૂપિયા નહીં આપું તો એ ફરી મારા બીજા વધારે ખરાબ વિડિયો વાઈરલ કરી દેશે. મારી મદદ કરો સાહેબ!’

નયનાની વાત સાંભળીને પોલીસ ચોંકી ગઈ અને તરત જ હરકતમાં આવી ગઈ. એના પતિ વિરુદ્ધ સાઈબર ક્રાઈમ વિરુદ્ધ ગુનો દાખલ કરી એની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી.

***

આ ઘટના પતિ-પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાડનારી છે. આજનો માણસ એ હદે વિકૃત ગઈ ગયો છે કે પૈસા માટે એ કોઈ પણ સંબંધોનો ભોગ દઈ શકે છે. એક પતિ દ્વારા જ પત્નીના અંગત વિડિયો વાઈરલ થાય એનાથી નિમ્ન ઘટના બીજી કઈ હોઈ શકે?
આ ક્રાઈમ કથા આવા વિકૃત માનવીઓથી, વિકૃત સંબંધીઓથી સાવધાન રહેવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી (Gujjulogy) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

(Gujarat crime file – આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-crime-file-blackmail/feed/ 0