Bobby Deol Gym Video – Gujjulogy.com https://gujjulogy.com Wed, 17 Mar 2021 17:24:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Bobby Deol Gym Video – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Bobby Deol Gym Video । બોબી દેઓલની બોડી જોશો તો ચોંકી જશો! જુવો આ વીડિઓ https://gujjulogy.com/bobby-deol-gym-video/ https://gujjulogy.com/bobby-deol-gym-video/#respond Wed, 17 Mar 2021 17:24:54 +0000 https://gujjulogy.com/?p=911  

Bobby Deol Gym Video | હમણા જ બોબી દેઓલનો  એક વીડિઓ ફરી વાઈરલ થયો છે જેમા તે જીમમાં બોડી બનાવવા ભારે મહેનત કરી રહ્યો છે.

 

બોલીવૂડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) આજ કાલ લાઈમલાઈટમાં રહે છે. બોબી દેઓલે પોતા કરિઅરની શરૂઆતમાં આવું કરવું ગમતું ન હતુ, તે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો પણ હવે તે ક્યારેક પોતાની એક્ટિંગના કારણે તો ક્યારેક તે પોતાની જબરદસ્ત બોડીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. બોબી દેઓલને હમણા જ વેબ સીરીજ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. વેબ સીરીજ “આશ્રમ” માટે તેને દાદા સાહેબ ફાળ્કે એવોર્ડ આપવામાં આવ્યો છે. જોકે આ વેબ સીરીજ વિવાદોથી ઘેરાયેલી રહી અને બોબી દેઓલ પણ તેનાથી સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો હવે તે પોતાની બોડીને લઈને પાછો ચર્ચામાં આવ્યો છે. હમણા જ બોબી દેઓલનો (Bobby Deol Gym Video) એક વીડિઓ ફરી વાઈરલ થયો છે જેમા તે જીમમાં બોડી બનાવવા ભારે મહેનત કરી રહ્યો છે.

આ વાઈરલ વીડિઓમાં જોવા મળે છે કે કઈ રીતે બોડી બનાવવા બોબી દેઓલ (Bobby Deol) જીમમાં પરસેવો પાડી રહ્યો છે. સલમાન ખાન પણ તેની બોડીને જોઇને તેને બોડી દેઓલ કહીને બોલાવે છે. આ વીડીઓ પર બોબી દેઓલના ફેન ખૂબ પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવુડમાં બોબી દેઓલની આ બીજી ઇનિગ્સ ખૂબ સફળ રહી છે. હવે તે પહેલા કરતા વધારે મહેનત પણ કરી રહ્યો છે. પોતાની સફળતાને લઈ મીડિયા સામે પણ આ વાતનો સ્વીકાર તે કરી ચૂક્યો છે.

 


બોબી દેઓલ (Bobby Deol) પોતાની બીજી ઇનિગ્સમાં સલમાન ખાનની સાથે ફિલ્મ રેસ ૩ થી શરૂ કરી હતી. આ પછી તે વેબ સીરીજ અને ફિલ્મોમાં ચમકતો રહ્યો છે. ફિલ્મ રેસ ૩ માં બોબી દેઓલે પહેલીવાર શર્ટ ઉતારી પોતાની બોડી પણ દેખાડી હતી. બોબી દેઓલ હમણા જ નેટફ્લિક્સની સીરીજ ક્લાસ ઓફ ૮૩ અને આશ્રમ્માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં તે લવ હોસ્ટેલ અને એનિમલમાં પણ જોવા મળશે.

 

]]>
https://gujjulogy.com/bobby-deol-gym-video/feed/ 0