covid 19 – Gujjulogy.com https://gujjulogy.com Tue, 12 Jan 2021 01:59:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png covid 19 – Gujjulogy.com https://gujjulogy.com 32 32 કોરોના વેક્સિન Vaccine ફ્રી માં મળશે કે પૈસાથી? કેવી રીતે-કોને મળશે? નરેન્દ્ર મોદી Narendra Modi એ સ્પષ્ટ કરી વાત! https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/ https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/#respond Tue, 12 Jan 2021 01:59:56 +0000 https://gujjulogy.com/?p=714 કોરોના વેક્સિન Vaccine ફ્રી માં મળશે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે. નરેન્દ્ર મોદી Narendra Modi એ સ્પષ્ટ કરી વાત!

આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ vaccination અભિયાનના આરંભ થાય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi ની અધ્યક્ષતામાં 11 જાન્યુઆરી 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી પ્રશાસકો સાથે કોવિડ-19 રસીકરણની સ્થિતિ અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના આરંભ સાથે દેશ આ વાયરસ સામેની જંગમાં હવે નિર્ણાયક તબક્કે આવી ગયો છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, ભારતમાં બંને રસીને ઇમરજન્સીમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવી છે તે ગૌરવની વાત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, બંને માન્યતા પ્રાપ્ત રસી સમગ્ર દુનિયામાં અન્ય રસીઓની સરખામણીએ ઘણી સસ્તી છે અને તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇ વિદેશી રસી પર નિર્ભર રહેવાનું થયું હોત તો ભારતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો સાથે વિચારવિમર્શ કર્યા પછી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સમુદાયે આપેલી સલાહના આધારે રસીકરણની પ્રાથમિકતા નિર્ધારિત કરવામાં આવી છે. બંને સરકારો અને ખાનગી ક્ષેત્રોના આરોગ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી પ્રાપ્ત થશે. તેમની સાથે સાથે, સફાઇ કર્મચારીઓ, અગ્ર હરોળમાં સેવા આપતા અન્ય કામદારો, પોલીસ અને અર્ધ લશ્કરી દળના જવાનો, હોમગાર્ડ્સ, આપદા વ્યવસ્થાપન સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણમાં જોડાયેલા અન્ય જવાનો, કન્ટેઇન્મેન્ટ અને દેખરેખ સાથે સંકળાયેલા મહેસૂલ અધિકારીઓને પણ પ્રથમ તબક્કામાં રસી પ્રાપ્ત થશે. પ્રથમ રાઉન્ડમાં આવા 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.

બીજા તબક્કામાં, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-બિમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અથવા જેમને સંક્રમણનું અતિ જોખમ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેરફેર માટેની તમામ તૈયારીઓ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરી લેવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણની ડ્રાય રન પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી નવી તૈયારીઓ અને કોવિડ માટેની SOPને દેશમાં સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમો અને ચૂંટણી યોજવાના જૂના અનુભવો સાથે સાંકળી લેવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, ચૂંટણીમાં જે પ્રકારે બૂથ સ્તરની વ્યૂહનીતિ અપનાવવામાં આવે છે જેવી જ વ્યૂહનીતિનો અહીં પણ ઉપયોગ કરવાની જરૂર છે.

રસીકરણનું પ્રમાણાપત્ર અપાશે

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ રસીકરણ કવાયતનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જેમને રસીકરણની જરૂર હોય તેવા લોકોની ઓળખ અને દેખરેખનું છે. આ માટે, Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આધારની મદદથી લાભાર્થીઓને ઓળખી કાઢવામાં આવશે તેમજ સમયસર બીજો ડોઝ પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ Co-WIN પર રસીકરણના વાસ્તવિક સમયના ડેટા અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પણ વિશેષરૂપે ઉલ્લેખ કર્યો હતો.

કોઇપણ વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત થયા પછી, Co-WIN તાત્કાલિક ડિજિટલ રસીકરણ પ્રમાણપત્ર ઇશ્યુ કરશે. આ પ્રમાણપત્ર બીજા ડોઝ માટે વ્યક્તિને રિમાઇન્ડર આપવાનું કામ કરશે અને બીજા ડોઝ પછી તેમને ફાઇનલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

30 કરોડનું લક્ષ્યને રસી આપવાનું લક્ષ્ય

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રસીકરણ કવાયતનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે અન્ય ઘણા દેશો આપણને અનુસરીને આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 રસીકરણ છેલ્લા 3-4 અઠવાડિયાથી અંદાજે 50 દેશોમાં ચાલી રહ્યું છે અને હજુ સુધીમાં માત્ર 2.5 કરોડ લોકોને રસી આપી શકાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે.

.

]]>
https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/feed/ 0
શું દેશમાંથી કોરોના Covid હવે વિદાઈ લઈ રહ્યો છે? સંકેત સારા મળ્યા છે https://gujjulogy.com/corona-covid-and-india/ https://gujjulogy.com/corona-covid-and-india/#respond Mon, 26 Oct 2020 15:17:16 +0000 https://gujjulogy.com/?p=529 દેશમાં કોરોના covid ના આંકડા હવે સતત ઘટી રહ્યા છે. ગયા રવિવારે દેશમાં ૪૫ હજાર ૬૫ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા. આ આંકડો ખૂબ મોટો છે પણ મહત્વની વાત એ છે કે આ આંકડો છેલ્લા ૯૬ દિવસમાં સૌથી નીચો નોંધાયેલો આંકડો છે.

25 ઓક્ટોબર સુધીની વાત કરીએ તો દેશમાં કુલ ૧૦ કરોડ ૩૪ લાખ ૬૨ જહાર ૭૭૮ કોરોનાના ટેસ્ટ થયા જેમાંથી ૭૯ લાખ ૧૩ હજાર ૨૬ કેસ કોરોના પોઝિટિવ આવ્યા જેમાથી ૭૧ લાખ ૩૬ હજાર ૯૧૧ લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે એટલે કે તેમને કોરોના મટી ગયો છે. હાલ દેશમાં માત્ર ૬ લાખ ૫૫ હજાર ૬૯૧ કોરોનાના એક્ટિવ કેસ છે.

આ તો થઈ કોરોનાની અપડેટની વાત. ૨૯ જાન્યુઆરીએ દેશમાં પહેલો કોરોનાનો કેસ આવ્યો અને આજે ૯ મહિનામાં દેશ આખાએ કોરોના સામે જે લડાઇ લડી છે તે અકલ્પનિય છે. ૧ લાખ ૧૯ હજાર ૮૧ લોકોએ આ લડાઇમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, લાખો લોકોએ ઘર ગુમાવ્યા છે, લાખો લોકોએ વેદાનાઓ સહન કરી છે અને આ લડાઇ હજુ ચાલુ જ છે. આ લડાઇની સાથે આપણે સૌ વેક્સિનની રાહ જોઇ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે આ લડાઈ માસ્ક, સામાજિક દૂરી અને સેનિટાઇકઝર અને સેંકડો કોરોના વોરિયર્સની મદદથી લડી છે. જેનું સારૂ પરિણામ પણ હવે મળતું દેખાઈ રહ્યું છે.

દેશમાં કોરોનાના આંકડા હવે સતત ઘટી રહ્યા છે. ગયા રવિવારે દેશમાં ૪૫ હજાર ૬૫ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા. આ આંકડો ખૂબ મોટો છે પણ મહત્વની વાત એ છે કે આ આંકડો છેલ્લા ૯૬ દિવસમાં સૌથી નીચો નોંધાયેલો આંકડો છે. બીજી મહત્વની વાત એ છે કે ગયા રવિવારે ૪૫ હજાર કેસ આવ્યા પણ તેની સામે 58 હજાર 180 દર્દી સાજા થયા. એટલે એવું કહી શકાય કે એ દિવસે કોરોનાનો એક પણ કેસ વધ્યો નહી પણ ૧૩ હજાર ૫૮૩ જેટલા કેસનો ઘટાડો થયો. જો કે આનાથી ઓછા 39 હજાર 170 કેસ 21 જુલાઈ મહિનામાં નોંધાયા હતા. આ જ રીતે મૃત્યુનો આંકડો પણ છેલ્લા 24 કલાકમાં 460 રહ્યો છે, જે છેલ્લા 106 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 5 જુલાઈએ મૃત્યુના 421 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના હવે જવાની તૈયારીમાં, 112 દિવસમાં સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો, 24 કલાકમાં 14 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, હવે સતર્કતા એ જ સમજદારી છે.

કેન્દ્ર સરકાર તરફથી સંકેતો મળી રહ્યા છે કે જાન્યુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. પણ ત્યાં સુધી જો આમને આમ કેસ ઘટતા જશે તો ભારત વેક્સિન આવે ત્યાં સુધીમાં વધુ સારી સ્થિતિમાં આવી શકે છે. ઉલ્લેખનીય વાત એ પણ છે કે વસ્તીની દ્રષ્ટિએ આપણા દેશનો દુનિયામાં ચીન પછી બીજો નંબર આવે છે અને કોરોનાના કેસ ના સંદર્ભે પણ ભારતનો નંબર અમેરિકા પછી બીજા નંબરે આવે છે. અમેરિકામાં કોરોનાના કેસ 8,892,111 જેટલા નોંધાયા છે અને ભારતમાં 7,911,104 કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે અન્ય દેશો કરતા રીકવરી રેટ ભારતનો ખૂબ સારો છે.

 

]]>
https://gujjulogy.com/corona-covid-and-india/feed/ 0