cow – Gujjulogy.com https://gujjulogy.com Thu, 29 Oct 2020 12:27:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png cow – Gujjulogy.com https://gujjulogy.com 32 32 જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવો હોય તો, અજમાવો ગૌ-માતાના આ ૧૦ ઉપાય https://gujjulogy.com/cow-praying-in-india/ https://gujjulogy.com/cow-praying-in-india/#respond Thu, 29 Oct 2020 12:27:07 +0000 https://gujjulogy.com/?p=589 હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રો તો કહે છે કે ગાયમાતાની અંદર ૩૩ કરોડ દેવાતાઓનો વાસ છે. વિચાર કરો જેના અસ્તિત્વમાં ખુદ આટલા બધા દેવો રહેતા હોય એ કેટલી પવિત્ર હશે. ગાય માતાના અણુએ અણુમાં શુભત્વ રહેલું છે અને તેમાં વસતા દેવતાઓને કારણે ગાયમાતાને કારણે આપણે આપણા જીવનની અનેક મુશ્કેલીઓથી છૂટકારો પણ મેળવી શકીએ છીએ.
આવો જોઈએ ગૌ માતા સાથે સંકળાયેલા એ ૧૦ ઉપાયો જે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમને છૂટકારો આપી દેશે.

 

(૧) – ગૌ માતાની રક્ષા કરવું દરેક માનવીનું પરમ કર્તવ્ય છે. ગૌ માતાની સેવાથી વિશેષ કોઈ પુણ્ય નથી. પુરાણો અનુસાર એવું કહેવામાં આવે છે કે જે જ્યારે સાંજ ટાણે ગૌ માતા ચાલીને જતી હોય ત્યારે એના પગથી જે ધૂળ ઉડે એને માથે ચડાવી દેવામાં આવે તો એ મનુષ્ય પવિત્ર બની જાય છે. જાણે એણે ગંગાના જળમાં સ્થાન કરી લીધું હોય તેવો પવિત્ર અને તેને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જાય છે.

(૨) – ગૌ માતાની નિયમિત પૂજા કરવાથી કુંડળના ગમે તેવા ખરાબ દોષ હોય તો તે બધા દૂર થઈ જાય છે.

(૩) – પ્રતિનિદ ગૌ માતાની સામે ઉભા રહીને તેમની આંખોમાં જોવું. એટલે કે તેમના નેત્રના શાંતિથી દર્શન કરવા. આવું કરવાથી તમારા ગૃહસ્થ જીવનમાં જાેઈ કોઈ મુશ્કેલી હશે તો એ દૂર થઈ જશે.

(૪) – જ્યારે તમે કોઈ કામ માટે કે યાત્રા માટે બહાર નીકળો ત્યારે ગૌ-માતા સામેથી આવતી દેખાય અથવા તો વાછરડાને દૂધ પીવરાવતી ગૌ-માતાના દર્શન થાય તો તમારું કામ અને યાત્ર બંને સફળ થાય છે. અને તે કાર્ય કે યાત્રામાં આવનારી તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય છે.

(૫) – જો તમને રોજ ખરાબ સપના આવતા હોય તો સવારે ઉઠીને અને સાંજે સૂતી વખતે ૧૦૦ વખત ગૌ-માતાના નામના જાપ કરો અને તેમનું સ્મરણ કરો. બે કે ત્રણ દિવસમાં જ તમને આવતા બુરા સપના બંદ થઈ જશે.

આ પણ તમને વાંચવું ગમશે…

મની પ્લાન્ટ money plant સાથે જોડાયેલી આ પાંચ વાતો તમને બનાવી દેશે ધનવાન

ગરુડ પુરાણ  Garud puran મુજબ આ ૧૦ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો.

અમાસના દિવસે ભુલથી પણ ના કરશો આ ૧૦ કામ, નહીંતર થઈ જશો બરબાદ….

 

(૬) – ગૌ માતાના ‘ઘી’નું એક નામ ‘આયુ’ પણ છે. માટે જ આપણા પુરાણોમાં ‘આયુર્વે ધૃતમ’ એવું કહેવામાં આવે છે. આથી ગૌ-માતાના દૂધ અને ઘીનો ઉપયોગ કરવાથી વ્યક્તિ દીર્ઘાયુ બને છે. તેને લાંબુ આયુષ્ય મળે છે અને આરોગ્યને લગતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

(૭) – કેટલાંક વ્યક્તિઓની હસ્ત રેખામાં જ આયુષ્ય રેખા તૂટેલી હોય છે. એનો અર્થ એવો માનવામાં આવે છે કે એ વ્યક્તિ લાંબુ નહીં જીવે અથવા આયુષ્યના અમુક પડાવ પર એને ભયાનક શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેની આયુષ્ય રેખા તૂટેલી હોય એ જો રોજ ગૌ-માતનું પૂજન કરીને તેના ઘીનું સેવન કરે તો એને પડનારી શારીરિક મુશ્કેલીઓ દૂર થાય છે અને આયુષ્ય પણ વધે છે.

(૮) – જે લોકો ગાય પાળતા હોય અને જે લોકોના ઘરના આંગણામાં ગૌ-માતા સદાય રહેતા હોય એવા લોકોના ઘરના વાસ્તુ દોસ્ત સ્વયંભૂ નાશ પામે છે.

(૯) – જો પિતૃદોષને કારણે આપનું જીવન સંઘર્ષમય બન્યુ અને ચારે તરફથી અપાર મુશ્કેલીઓ આવતી હોય તો તમારે રોજ ગૌ – માતાને રોટલી, ગોળ અને લીલો ચારો ખવરાવવો જોઈએ. આવું કરવાથી તમામ પિતૃદોષ નાશ પામે છે અને એના કારણે પડનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. જો વ્યક્તિ રોજ ગૌ-માતાને ના ખવરાવી શકે તો અમાસના દિવસે તો ચોક્કસ જ ખવરાવવું, તેનાથી પણ પિતૃદોષ નાશ પામે છે.

(૧૦) – પુરાણો અનુસાર ગૌ-ધૂલીનો સમય લગ્ન માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આથી એ સમયે લગ્ન કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે.

***
ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/cow-praying-in-india/feed/ 0