cricket – Gujjulogy.com https://gujjulogy.com Sat, 08 May 2021 14:52:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png cricket – Gujjulogy.com https://gujjulogy.com 32 32 એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ખરા? Village Of Cricket in india https://gujjulogy.com/village-of-cricket-in-india/ https://gujjulogy.com/village-of-cricket-in-india/#respond Thu, 22 Apr 2021 16:53:34 +0000 https://gujjulogy.com/?p=995  

 

Village Of Cricket in india | શું તમે માનશો કે એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ ( Cricket Grounds ) હોય? વાત માનો યા ના માનો પણ સાચી છે. એક જ ગામમાં ફુલ્લી પ્રોફેશનલ સોથી પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એ પણ ઈન્ડિયામાં જ. હરિયાણાના ગુરુગ્રામ ( Cricket grounds in gurugram ) પાસે બલિયાવાસ ગામમાં આ માન્યામાં ના એવા ગ્રાઉન્ડ બન્યા છે.

ગામ ખૂબ મોટુ અને ફેલાયેલી જમીન પણ ઘણી વધારે. પણ જમીન બિન ઉપજાઉ. ગામના લોકો મજુરી કરીને પેટીયુ રળે. ગામના યુવાનોને ક્રિકેટનો ગાંડો શોખ. પણ સરખું ગ્રાઉન્ડ ક્યાંય ન મળે. ગામમાં રહેતા એક ખેડૂતનો પુત્ર ઋષિરાજ પણ આવો જ ક્રિકેટનો ગાંડો શોખીન. એને એક દિવસ વિચાર આવ્યો કે આપણી પોતાની જ જમીન છે તો એનું ક્રિકેટ ગ્રાઉન્ડ શા માટે ના બનાવવું? એણે આ આઈડિયા બધા સાથે શેર કર્યો પણ શરૂઆતમાં કોઈ રાજી ના થયું. આથી એણે પહેલાં પોતાની જમીનમાં નાનુ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ. એ પછી ૨૦૧૪માં બીજા એક ખેડૂતે ગ્રાઉન્ડ માટે જમીન આપી અને પછી ધીરે ધીરે બીજા ખેડૂતો પણ જાેડાતા ગયા.

આજે સ્થિતી એ છે કે આ ગામની આસપાસ સો કરતાં પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયા છે. આ બધા જ ગ્રાઉન્ડને એક સાથે ભેગા કરીને તેની બાઉન્ડ્રી બનાવવામાં આવે તો તેની લંબાઈ દિલ્હીથી આગ્રા જેટલી એટલે કે ૨૩૩ કિલોમીટર જેટલી અધધ થાય. એન્ડ, યેસ સૌથી મોટી વાત એ છે કે આ ગ્રાઉન્ડ ફુલ્લી પ્રોફેશનલ કક્ષાના બન્યા છે અને ભાડે આપવામાં આવે છે. કમ ઉપજાઉ જમીનને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ઋષિએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ શૉટથી ગામવાળા માટે રોજગારના નવા ઓપ્શન ખુલ્યા છે. ૧૦૦૦થી વધારે લોકોને રોજગાર પણ મળ્યો છે. અહીં ગ્રાઉન્ડ મેન, ગ્રાઉન્ડ એમ્પાયર, થર્ડ એમ્પાયર, સ્કોરર, કોમેન્ટેટર બધી જ વ્યવસ્થા છે અને આ બધી જવાબદારીઓ ગામના યુવાનો જ પૂરી પાડે છે.

આ તમામ ગ્રાઉન્ડ ક્રિકેટના કાયદા નિયમો મુજબ બન્યા છે. આખા દિવસની કે આખા વિકની જાેબ પછી થાકેલા માટે અહીં ડે-નાઈટ ટૂર્નામેન્ટની વ્યવસ્થા પણ છે. હરિયાણા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦ કરતાં વધારે ટીમો અહીં ક્રિકેટ રમવા માટે આવે છે.

આ ગામનાં લોકો મજૂરી કરીને પેટીયુ રળતા હતા એના બદલામાં હવે એક જગ્યા પર આ લેવલના આટલા બધા ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket grounds ) હોય એવું દુનિયામાં બીજે ક્યાંય નથી. માનો યા ના માનો પણ આ એક અનોખી ઉપલબ્ધિ છે.

]]>
https://gujjulogy.com/village-of-cricket-in-india/feed/ 0
Mushtaq Ali Trophy: ૭ વર્ષના પ્રતિબંધ પછી શ્રીસંતની ક્રિકેટમાં વાપસી, પહેલી વિકેટ પણ લીધી, VIDEO https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/ https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/#respond Tue, 12 Jan 2021 02:45:04 +0000 https://gujjulogy.com/?p=718 ૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. વિકેટ લીધી તેનો Video વાઇરલ

Syed Mushtaq Ali Trophy: 2013 નું સ્પોટ ફિક્સિગ યાદ છે? જેના કારણે ફાસ્ટ બોલર શ્રીસંત પર ૭ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ ૭ વર્ષનો પ્રતિબંધ ભોગવી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી થઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે એક ગજબ બોલમાં તેણે વિકેટ પણ લીધી જેનો વીડિઓ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના રહી યાદગાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર શ્રીસંત (Sreesanth) ની અનેક હરકતો ક્રિકેટ સાથે જોડાયેલી છે. શ્રીસંતની બોલિંગના પણ અનેક ચાહકો છે. હવે આ ૭ વર્ષનો ક્રિકેટથી દૂર રહી શ્રીસંતની Mushtaq Ali Trophy થકી ક્રિકેટજગતમાં વાપસી કરી છે. તેની બોલિંગ જોઇને લાગે કે આજે પણ તેની બોલિંગમાં ખેલાડીને ચકમો આપવાની આવડત છે. હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. ગયા સોમવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમાં પોન્ડુચરી સામીની મેચમાં શ્રીસંતે વાપસી કરી છે.

ઉલ્લેખનીય છે શ્રીસંતની વાપસીના કારણે બધાની નજર આ મેચ પર હતી. હાઇકોર્ટે આપેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી આ શ્રીસંતની પહેલી મેચ હતી. જોકે આ પ્રતિબંધ પછી શ્રીસંતે ક્રિકેટ રમવાનું છોડી દીધું ન હતું, તેણે ક્લબ ક્રિકેટ ચાલુ રાખ્યું હતુ. હવે સાત વર્ષના પ્રતિબંધ પછી તેણે ક્રિકેટમાં વાપસી કરી છે અને વિકેટ પર દીધી છે. જુવો વીડિઓ

 

]]>
https://gujjulogy.com/sreesanth-cricket-mushtaq-ali-trophy/feed/ 0
કેટલી સુરક્ષિત છે ક્રિકેટની રમત? ક્રિકેટના મેદાન પર ન ગમે તેવી દુર્ઘટનાઓ ઘટી છે…! https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/ https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/#respond Sat, 24 Oct 2020 17:16:31 +0000 https://gujjulogy.com/?p=471 ભારત ક્રિકેટ  – Cricket – પ્રેમી દેશ છે. હાલ આઈપીએલનો માહોલ છે. કરોડો ભારતીય ક્રિકેટપ્રેમી ઘરમાં રહીને આઈપીએલ – ટી૨૦ ક્રિકેટ જોવાનો આનંદ માણી રહી છે ત્યારે આવો સમજીએ કે રોચક લાગતી ક્રિકેટની આ રમત ખતરનાક પણ છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો મોટી દૂર્ઘટાના શકે છે. ભૂતકાળમાં અનેક ખેલાડીઓને નાનકડી ભૂલ બદલ મોટુ નુકસાન થયું છે. આવો સમજીએ…

‘ક્રિકેટ ખૂબ જ ખતરનાક રમત છે. તેમાં હંમેશાં જીવનું જોખમ રહેલું છે. બેટ્સમેનોને હંમેશાં આવી ખતરનાક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે…’ આ વાક્યો છે વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાઇન લારાના… લારાના આ શબ્દો સાથે લગભગ આખું ક્રિકેટજગત સહમત હશે. મેચ દરમિયાન ફિલ હ્યુજીસનો ગયેલો જીવ ફરી એ વાતનો સંકેત આપે છે કે સુરક્ષાની બાબતે ક્રિકેટને ગંભીરતાથી લેવાની જરૂર છે.

હેલ્મેટ, ગ્લબ્સ, થાઇપેડ… પગથી લઈને માથા સુધી આખા શરીરનું રક્ષણ કરતાં અનેક ઉપકરણો છે. ક્રિકેટરો તેનો ઉપયોગ પણ કરતા હોય છે. પણ તેમ છતાં કેટલીક નાનકડી ભૂલોના કારણે ક્રિકેટના મેદાન પર મોટી-મોટી ઘટનાઓ બનતી હોય છે.

આજના T20 કે ઝડપી ક્રિકેટમાં આવા બોલ છોડવા પોસાય નહિ. ઉપરાંત તે સમય કરતાં હાલ સુરક્ષાનાં અનેક ઉપકરણોની પણ શોધ થઈ છે, એટલે ખેલાડીઓ વધુ આક્રમક બન્યા છે. નાનું મોટું જોખમ લેતા થયા છે, આ જોખમનો ઉપાય શોધવો પડશે. સચિન તેંડુલકરથી લઈને બ્રાયન લારા સુધીના ટોચના બેટ્સમેનો પણ અનેક વાર બોલ વાગવાથી ઘાયલ થયા છે માટે અનિશ્ર્ચિતતાના આ ખતરનાક ખેલમાં ખેલાડીઓએ જાતે જ તૈયાર થવું પડશે. જાતે જ કાળજી રાખવી પડશે. બાકી રમણ લાંબાથી લઈને ફિલ હ્યુજીસ સુધી ખેલાડીઓની જાન ગઈ છે. બોલ વાગવાથી તેમની કેરિયર સમાપ્ત થયું છે.

ક્રિકેટનું મેદાન અને કેટલીક ઘટનાઓ – ભારતીય ક્રિકેટ જગતની દુઃખદ ઘટના

23 ફેબ્રુઆરી, 1998. ઉત્તરપ્રદેશનો ક્રિકેટર રમણ લાંબા શોર્ટ લેગ પર ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. બેટ્સમેનનો ફાસ્ટ શોટ, રમણ લાંબાના માથામાં વાગ્યો અને તેને હાસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. 3 દિવસ દાખલ થયા બાદ હાસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું. ભારતીય ક્રિકેટજગત માટે આ દુ:ખદ ઘટના હતી.

રમણ લાંબા

જેમના માંથામામ મેટલની પ્લેટ નાખવી પડી નરી કોન્ટ્રાક્ટર

વર્ષ 1962. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન નરી કોન્ટ્રાક્ટર હતા. બેટિંગ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથનો બોલ નરીના માથા પર વાગ્યો. તેઓ છ દિવસ સુધી બેહોશ રહ્યા હતા. નરીને આપરેશન કરવું પડ્યું. માથામાં મેટલની પ્લેટ નાખવી પડી. તે બચી તો ગયા પણ ફરી વાર ક્યારેય ક્રિકેટ ન રમી શક્યા.

એક બોલ વાગ્યો અને બર્ટ ઓલ્ડફિલ્ડનું કેરિયર સમાપ્ત

1932-33માં ઇંગ્લન્ડના ફાસ્ટ બોલર હેરાલ્ડ લોખુડનો એક ફાસ્ટ બોલ વિકેટકીપર બર્ટ ઓલ્ડફિલ્ડના માથા પર વાગવાથી તેના માથાનું હાડકું ભાંગી ગયું હતું. તેની ક્રિકેટ કરિયર અહીં સમાપ્ત થઈ ગઈ.

ઈવેન ચેટફિલ્ડ જેમની જાન ફિજિઓએ બચાવી

1975માં ઇંગ્લન્ડના ફાસ્ટ બોલર પીટર લેવરનો એક બોલ માથા પર વાગવાથી ન્યુઝીલેન્ડના બેટ્સમેન ઇવેન ચેટફિલ્ડની જીભ બહાર નીકળી ગઈ હતી અને તેમનું હૃદય થોડી વાર માટે બંધ થઈ ગયું હતું. આવા સમયે ઇંગ્લન્ડની ટીમના ફિજિયો બર્નાડ થોમસે મેદાન પર સમયસર પહોંચી ઈવેનની જાન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

માર્ક બાઉચર

માર્ક બાઉચર વાગ્યા પછી નિવૃત થયા

9 જુલાઈ, 2012ના રોજ ઇંગ્લન્ડના પ્રવાસ દરમિયાન એક પ્રેક્ટિસ મેચમાં દ. આફ્રિકાના વિકેટકીપર માર્ક બાઉચરની આંખ પર સ્ટમ્પ પર મૂકવાની ‘ગિલ્લી’ વાગી. ગિલ્લી વાગવાથી આંખનું આપરેશન કરવું પડ્યું, પરંતુ આપરેશન પછી ‘બાઉચર આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી શક્યો નહિ. તેને નિવૃત્તિ જાહેર કરવી પડી.
સબા કરીમને આંખમાં બોલ વાગ્યો

વર્ષ 2000. એશિયા કપ દરમિયાન ભારતીય સ્પ્નિર અનિલ કુંબલેનો બોલ ભારતીય વિકેટકીપર સબા કરીમની આંખમાં વાગ્યો હતો. બોલ વાગવાથી સબા કરીમની આંખના રેટિના પર અસર થઈ. સબા કરીમને એક આંખે દેખાતું બંધ થઈ ગયું. પરિણામે તેને ક્રિકેટને હંમેશાં માટે અલવિદા કરવું પડ્યું હતું.

]]>
https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/feed/ 0