Dhirubhai Ambani – Gujjulogy.com https://gujjulogy.com Sat, 27 Feb 2021 17:30:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Dhirubhai Ambani – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ધીરુભાઈ અંબાણી | Dhirubhai Ambani | આ રીતે બનાય ગરીબમાંથી ધનવાન https://gujjulogy.com/dhirubhai-ambani-in-gujarati/ https://gujjulogy.com/dhirubhai-ambani-in-gujarati/#respond Sat, 27 Feb 2021 17:30:18 +0000 https://gujjulogy.com/?p=889  

ધીરુભાઈ અંબાણી | Dhirubhai Ambani |

પરસેવો પાડશો તો જ શૂન્યરૂપી (shunya mathi sarjan) ખાલી કુવો સર્જનના જળથી ભરાશે.

 

એમનું નામ ધીરજલાલ હીરાલાલ અંબાણી (Dhirubhai Ambani). દુનિયા આખી આજે એમને ધીરુભાઈ અંબાણી તરીકે ઓળખે છે. એક એવું નામ જે આ દેશના અગ્ર હરોળના બિઝનેસમેનો માના એક હતા. આજે તેઓ હયાત નથી પણ શૂન્યમાંથી સર્જન કરનારા મહાનુભાવોમાં શ્રેષ્ઠ ગુજરાતી તરીકે તેઓ માનપાન અને આદર પામે છે. સમગ્ર વિશ્વના ધનિકોની યાદીમાં જે અગ્ર હરોળમાં આવીને ગુજરાતે ગૌરવ અપાવી ગયા છે એવા ધીરુભાઈ તળીયેથી ટોચે પહોંચેલું એક અનોખું વ્યક્તિત્વ છે.

ધીરુભાઈ (Dhirubhai Ambani) બહું જ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એક સામાન્ય ગુજરાતી શિક્ષકના ઘરે જન્મ. એ યુવાન થયા ત્યારથી જ કોઈ મોટુ સર્જન કરવા માટે એમનું મન તલપાપડ હતું. એમના દિમાગમાં અવનવા વિચારો આવતા હતા. પણ પૈસાની તંગી હતી. બિઝનેસ તો શું દુકાન પણ નાંખી શકાય તેમ નહોતું.

તેમ છતાં એમણે સર્જનનો એમનો વિચાર છોડ્યો નહીં. પિતાજીને વિનંતી કરીને માત્ર ૫૦૦ રૂપિયા લઈ વિદેશ ગયા. વિદેશમાં એમણે અનેક પ્રકારના કામ કર્યા. વિચાર એક જ હતો. વિદેશમાં તો નથી જ રહેવું. ભારતમાં જઈને, પોતાના વતનમાં જઈને બિઝનેસ કરવો છે. જેથી કરીને પોતાના વતનના લોકોને પણ રોજગારી આપી શકાય.

એમણે (Dhirubhai Ambani) ત્યાં મહેનત શરૂ કરી દીધી. થોડાક સમયમાં પંદરેક હજાર રૂપિયા કમાઈ લીધા અને તરત જ ભારત આવી ગયા.

ભારતમાં આવીને એમણે અનેક પ્રકારના ધંધાઓનો વિચાર કર્યો એમાંનો એક વિચાર હતો રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ (Reliance Industries) . પાસે પૈસા બહું નહોતા. માત્ર પંદર હજાર રૂપીયાની મુડીથી ધંધો શરૂ કરવાનો હતો. પણ ધીરુભાઈ (Dhirubhai Ambani) ના વિચારો ખૂબ જ વેગવંતા હતા. એમનું મનોબળ પણ પાક્કુ અને મજબુત હતું. એમણે શરૂઆતમાં નાના પાયે ધંધો શરૂ કર્યો. નાનકડી મુડીથી ૧૯૭૭માં આર.આઈ.એલની સ્થાપના કરી. દિવસ રાત કંપનીના ડેવલપમેન્ટ માટે એ પરસેવો પાડવા માંડ્યા. દિવસ રાત નવા નવા વિચારો અને આઈડિયાઝ અપનાવતા ગયા. ધીમે ધીમે કંપનીની શાખ અને કામ બંને વધતા ગયા. એમણે જેમ ધાર્યુ હતું એમ જ અનેક લોકોને એમને રોજગારી આપી. અનેક ઓફિસો અને યુનિટ્સ ખોલ્યા. અનેક પ્રકારના ધંધાઓ પણ કર્યા અને એક દિવસ એવો આવ્યો કે એ તળીયેથી ટોચે પહોંચી ગયા.

મહેનત અને પુરુષાર્થના કારણે ૨૦૦૭માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ (Reliance Industries) ૬૦ બિલિયન ડોલરની સંપતિ સુધી પહોંચી ગઈ અને અંબાણી પરિવાર દુનિયાના સૌથી અમીર પરિવારોની યાદીમાં આવી ગયો. ધીરુભાઈએ જે કર્યુ એ શૂન્યમાંથી સર્જન (shunya mathi sarjan) છે.

એક માસ્તરનો દીકરો થોડાં જ વર્ષોમાં પ્રમાણિકતાથી ધંધો કરીને દુનિયાના અમીરોની યાદીમાં સ્થાન મેળવે એ જ ખરું શૂન્યમાંથી સર્જન (shunya mathi sarjan) .

સાર એ છે કે તમારા સપના નીચા ના રાખો અને મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખો તો તમે પણ શૂન્યમાંથી સર્જન (shunya mathi sarjan) કરી શકશો.

લાઈફ મંત્ર | Life Mantra

પરસેવો પાડશો તો જ શૂન્યરૂપી ખાલી કુવો સર્જનના જળથી ભરાશે.

]]>
https://gujjulogy.com/dhirubhai-ambani-in-gujarati/feed/ 0