dhoni – Gujjulogy.com https://gujjulogy.com Mon, 26 Oct 2020 16:08:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png dhoni – Gujjulogy.com https://gujjulogy.com 32 32 IPL2020 પ્લે ઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ ધોનીની, પત્ની સાક્ષીએ કરી ભાવુક ટ્વીટ https://gujjulogy.com/ipl2020-csk-dhoni-sakshi/ https://gujjulogy.com/ipl2020-csk-dhoni-sakshi/#respond Mon, 26 Oct 2020 16:08:57 +0000 https://gujjulogy.com/?p=532 કોરોનાના કારણે આઈપીએલ ટૂર્નામેન્ટા મોડી શરૂ થઈ અને ભારત બહાર UAE માં તેનું આયોજન કરવું પડ્યુ. આઈપીએલ હવે તેના અંતિમ ચરણમાં છે. બીજો રાઉન્ડ શરૂથવાનો છે ત્યાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ છે. ચેન્નઈની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સીઝનની પહેલી મેચ ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાઈ હતી જેમાં ચેન્નઈએ શાનદાર જીત મેળવી હતી પણ ત્યાર પછી ચેન્નઈની ટીમ સતત હારતી રહી. અત્યારે સુધીમાં ચેન્નઈએ રમેલી કુલ ૧૨ મેચમાંથી તેણે માત્ર ૪ મેચમાં જીત મેળવી હતી. જોકે જો અને તો તોડ કરતા લાગતું હતું કે ચેન્નઈની ટીમ હજી બીજા રાઉન્ડમાં પ્રવેશી શકે છે પણ આ જો અને તોનો તોડ પણ કાલે એટલે કે રવિવારે દૂર થઈ ગયો કેમ કે ચેન્નાઈએ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું પણ રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે 8 વિકેટથી જીતી ગયું પરિણામે રાજસ્થાન અગળ પહોંચી ગયું અને IPLમાં ત્રણ વખતની ચેમ્પિયન સુપર કિંગ્સની IPL 2020માં સફરનો અંત આવ્યો છે.

 

View this post on Instagram

 

💛

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on


IPL 2020માં ચેન્નઈ સુપર કિગ્સના સફરનો અંત આવતા ધોનીના ફેન્સ જરૂર નિરાશ થયા છે, સોશિયલ મીડિયા પર નેટિજનો ખૂબ આ સંદર્ભે લખી રહ્યા છે, મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ એ પણ એક ભાવુક પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, પોસ્ટ તો લાંબી છે પણ તેમાં તેણે ધોની માટે લખ્યું છે કે આ હાર-જીત રમતનો એક ભાગ છે, કોઇ જીતે છે તો કોઇ હારે છે. પણ તમે વિજેતા હતા અને આજે પણ વિજેતા છો. જુવો તેની પોસ્ટ….

]]>
https://gujjulogy.com/ipl2020-csk-dhoni-sakshi/feed/ 0