#Girnar – Gujjulogy.com https://gujjulogy.com Tue, 27 Oct 2020 10:44:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png #Girnar – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ગિરનાર ઉડન ખટોલા Girnar Udan Khatola– તમે જે જાણાવા માંગો છો એ બધું જ! https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/ https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/#respond Tue, 27 Oct 2020 10:44:40 +0000 https://gujjulogy.com/?p=544 Girnar Udan Khatola – દશેરાના દિવસથી એટલે કે તા.૨૫ ઓક્ટોબરને રવિવારથી ગિરનાર રોપ-વે ( Girnar Rope Way ) જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હતું અંતે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનારના કુલ પગથિયા ૯,૯૯૯ છે પણ આ રોપ-વે માત્ર ૫૦૦૦ પગથિયા જ કવર કરે છે.

જૈન મંદિર- ગિરનાર

જૂનાગઢનો ઇતિસાસ બહુ નિરાલો છે. સિંહનો તે પ્રદેશ છે. આકાસ સાથે વાતો કરનારો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત અહીં આવેલો છે. અને હવે આ રોપ-વેની વાત કરીએ તો “ગિરનાર ઉડન ખટોલા” એ ગુજરાતનો સૌથી મોટો રોપ-વે છે.

ગિરનારનું છેલ્લું શિખર દત્તાત્રેય છે. ત્યાં દત્તાત્રેયજીના પગલાં છે, તેમના દર્શન કરવા હોય તો ૯,૯૯૯ પગથિયા ચડવા પડે. પણ ૫૦૦૦ પગથિયાએ અંબાજી આવે છે, જૈન મંદિરો આવે છે. મોટા ભાગે લોકો ખાસ કરીને વડિલો અહીં સુધી જ આવતા હોય છે. અંબાજી પછી ગોરખનાથ અને પછી દત્તાત્રેય શિખર પર ઓછા લોકો જાય છે.

એટલે કેવાનો મતલબ એ છે કે દત્તાત્રેય સુધી પહોંચવું હોય તો આ રોપ-વે માત્ર અદધી યાત્રા સુધી જ છે. ૫૦૦૦ પગથિયા પછીના ૪,૯૯૯ પગથિયા જે ચડવા સૌથી અઘરા છે તે તો તમારે ચડવા અને ઉતરવા જ પડશે.

આ લોકોનું ધ્યાન રાખજો

બીજી એક મહત્વની વાત એ છે કે આ રોપ-વે થી અનેક લોકો ખુશ છે પણ કેટલાક એવા લોકો પણ છે જે કદાચ દુઃખી છે. આ લોકો છે અહીના પાલખીવાળા. આ એ લોકો છે જે થોડા પૈસા લઈ વડિલોને પાલખીમાં બેસાડી અંબાજી સુધી લઈ જતા અને પાછા તળેટી સુધી મૂકી જતા. આ રોપ-વે થી તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. જો કે પૈસા માટે કોઇનો ભાર ઉંચકી પર્વત ચડવો એ કષ્ટ દાયક તો છે પણ તે તેમની રોજગારી હતી. આશા રાખીએ તેમને કંઇક કામ મળી ગયું હશે.

પાલખીવાળા

આ ઉપરાંત અંબાજી સુધી થોડી-થોડી જગ્યાએ પાણી-નાસ્તાની નાની નાની દુકાનો છે. પણ હવે સ્વભાવિક છે પગથિયા ચડીને જનારા લોકો ઓછા થશે, તેમની આવક પણ ઘટશે, આ ઉપરાંત આ દુકાન સુધી માલ-સામાન પહોંચાડનારા લોકો પણ થોડુ કમાતા હતા. તેમના માટે પણ થોડો ચિંતાનો વિષય ખરો.

પણ વિકાસ જરૂરી છે. રોપ-વે બનવો જોઇએ પણ આવા લોકોનું પણ અન્ય જગ્યાએ ધ્યાન રાખવું જરૂરી છે. આશા રાખીએ જે રખાયું હશે.

રોપ-વે અને તેની ટિકિટ વિશે…

આ રોપ-વેની વાત કરીએ તો “ગિરનાર ઉડન ખટોલા” એ ગુજરાતનો સૌથી મોટો રોપ-વે છે. જે ૫૦૦૦ પગથિયા પર અંબાજી મંદિરને જોડે છે. સામાન્ય રીતે તમે ૫૦૦૦ પગથિયા ચડીને જાવ તો અંબાજી સુધી પહોંચતા ૩ થી ૪ કલાકનો સમય લાગે પણ આ રોપ-વેથી હવે અહીં માત્ર ૯ મિનિટમાં પહોંચી શકાશે. આ રોપ-વે ૨.૩ કિમી લાંબો અને ૮૫૦ મિટર ઉંચો છે. રોપ-વેનો સમય સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધીનો છે. આ રોપ-વેનો ઉપાયોગ કરી તમારે ટૂ-વે એટલે કે જવા-આવાવાની ટિકિટ લેવી હોય તો તે તમને ૭૦૦ રૂપિયામાં મળશે અને માત્ર જવું જ હોય પગથિયા ન ચડવા હોય તો તેની ટિકિટ ૩૫૦ રૂપિયા લેવામાં આવે છે. ૫થી ૧૦ વર્ષના બાળકો માટેની ટિકિટ અડધી એટલે કે ૩૫૦ રૂપિયા છે અને ૫ વર્ષથી નીચેના બાળકો માટે રોપ-વે ફ્રી છે. જેની કોઇ ટિકિટ લેવાની નથી. આ ટિકિટ તમે રોપ-વે સ્ટેશને પહોંચો એટલે ત્યાંથી મળી રહે છે. આ ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા થઇ રહ્યું છે

 

]]>
https://gujjulogy.com/girnar-udan-khatola-rope-way-ticket-rate/feed/ 0