gold – Gujjulogy.com https://gujjulogy.com Fri, 17 Jun 2022 09:52:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png gold – Gujjulogy.com https://gujjulogy.com 32 32 બાળકોએ પાંચ લાખના સોનાનું પોટલું ગટરમાં ફેંકી દીધુ, ખાવાનું સમજી ઉંદર ઉપાડી ગયા, પોલિસે આ રીતે સોનું પાછું મેળવ્યું https://gujjulogy.com/gokuldham-colony-10-tola-gold-gutter/ https://gujjulogy.com/gokuldham-colony-10-tola-gold-gutter/#respond Fri, 17 Jun 2022 09:52:12 +0000 https://gujjulogy.com/?p=1366

બાળકોએ ૧૦ તોલા સોનાથી ભરેલું પેકેટ કચરામાં ફેંક્યુ, ત્યાંથી ઉંદેડા ગટરમાં લઈ ગયા, પોલિસે આ રીતે સોનું પાછું મેળવ્યું | gokuldham colony 10 tola gold gutter

મુંબઈમાં એક ચોકાવનારી ઘટના બની છે. સાંભળીને હસવું આવે પણ સવાલ પાંચ લાખના સોનાનો હતો. સમાચાર એવા છે કે મુંબઈ પોલિસે અહીંની ગોકુલધામ કોલોનીની ગટરમાંથી ૧૦ તોલા સોનું કબ્જે કર્યુ છે. નવાઇની વાત એ છે કે આ સોનુ ચોર નહીં પણ ઉંદર ઉપાડી ગયા હતા. એક મહિલાએ પોલિસ ચોકીમાં ફરિયાદ કરી હતી કે તેના ઘરેણાંનો થેલો ખોવાઈ ગયો છે. પોલિસે તે વિસ્તારના સીસીટીવી કેમેરાથકી તપાસ કરી તો ખબર પડી કે તે થેલો ઉંદેડા લઈ ગયા હતા.

દૈનિક ભાસ્કરના રીપોર્ટ પ્રમાણે આ સમાચાર મુંબઈના દિંડોશી વિસ્તાર નજીક આવેલી ગોકુલધામ કોલોનીના છે. અહી રહેતી સુંદરી પ્લાનિબેલ નામની મહિલા પોતાના દાગીના ગિરવે મુકવા બેંકમાં જઈ રહી હતી. રસ્તામાં આ મહિલાને કેટલાક ગરીબ બાળકો મળ્યા. તે ભુખ્યા હતા આથી તેને દયા આવી. મહિલાએ પોતાના થેલામાં જે નાસ્તો હતો તે તેમને આપી દીધો. અને તે બેંકે જવા આગળ નીકળી.
જ્યારે આ મહિલા બેંકમાં પહોંચી તો તેને ખબર પડી કે બાળકોને ખાવા માટેનું જે પેકેટ આપ્યું હતું તેમાં જ ૧૦ તોલા સોનાના ઘરેણાં હતા. મહિલા પાછી તે જગ્યાએ પહોંચી પણ બાળકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. પછી આ મહિલા પોલીસ ચોકી પહોંચી અને પોલીસને આખી વાત જણાવી. મહીલાની વાત સાંભળી પોલીસે ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા.

સારી વાત એ છે કે આ ઘટના ઘટી ત્યાં સીસીટીવી લાગેલા હતા. આ મહિલાએ ખાવાનું સમજીને બાળકોને જે પેકેટ આપ્યું હતું તેને બાળકોને ત્યાં નજીકની કચરાપેટીમાં ફેંકી દીધું હતું. અહીંથી ઉંદેડાઓ આ પેકેટને ખેંચીને ગટરમાં લઈ ગયા હતા. આ બધું સીસીટીવીમાં જોવા મળ્યું. આથી પોલીસે તેમની ટીમને ગટરમાં ઉતારી અને ઘરેણાંથી ભરેલો થેલો પ્રાપ્ત કર્યો.

 

પોલિસે મેળવેલ ઘરેણાં…

]]>
https://gujjulogy.com/gokuldham-colony-10-tola-gold-gutter/feed/ 0