gujarat rain – Gujjulogy.com https://gujjulogy.com Thu, 18 Feb 2021 07:40:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png gujarat rain – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ગુજરાત Gujarat માં આગામી વે દિવસમાં પડી શકે છે વરસાદ Rain , જાણો રાજ્યના કયા વિસ્તારમાં પડશે વરસાદ https://gujjulogy.com/rain-in-gujarat/ https://gujjulogy.com/rain-in-gujarat/#respond Thu, 18 Feb 2021 07:40:09 +0000 https://gujjulogy.com/?p=837 ગુજરાત ( Gujarat ) ના આ વિસ્તારમાં આગામી બે દિવસમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી…

 

દક્ષિણ ગુજરાત ( Gujarat ) ના ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયુ છે. આથી આ સંદર્ભે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત ( Gujarat ) ના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરસ સાથે થોડો વરસાદ પણ પડી શકે છે.
ગુજરાત ( Gujarat ) માં થોડા દિવસથી લાગે છે કે ઉનાળો હવી આવી ગયો છે. અહીં તાપમાનનો પારો ઉપર જતાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા એક અથવાડિયાથી ગુજરાતમાં ગરમી વધી રહી છે અને હવામાન વિભાગએ હવેઅ જાહેરાત કરી છે કે આવનાર 2થી 3 દિવસ વાતાવરણ વાદળછાયુ રહેશે. 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળો ગુજરાતના કેટલાંક ભાગોમાં આવવાથી અહીં માવઠું પડવાની શક્યતા વધી જાય છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂકાય શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દક્ષિણ ગુજરાત ( Gujarat ) માં તાપી અને ડાંગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, તાપમાન સતત વધી રહ્યું છે, બેવડી ઋતુ જેવું વાતારવણ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો નાના નાના ઋતુગત રોગોના ભોગ બની રહ્યા છે આવા સમયે આ માવઠા રૂપે દક્ષિણ ગુજરાત ( Gujarat ) ના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. તેમની ચિંતા વધી છે

]]>
https://gujjulogy.com/rain-in-gujarat/feed/ 0