gujarat – Gujjulogy.com https://gujjulogy.com Sat, 15 Jul 2023 06:59:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png gujarat – Gujjulogy.com https://gujjulogy.com 32 32 સ્ત્રી હોય કે પુરૂષ હોય…આવા કપડા પહેરશો તો મંદિરમાં પ્રવેશ નહી મળે! Dakor Temple – Gujarat https://gujjulogy.com/dakor-temple-gujarat/ https://gujjulogy.com/dakor-temple-gujarat/#respond Sat, 15 Jul 2023 06:59:06 +0000 https://gujjulogy.com/?p=1422 Dakor Temple - Gujarat

Dakor Temple –  Gujarat | રીલ, શોર્ટ વીડિઓના આ જમાનામાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા કે ફેશન કરવા, બધાથી અલગ દેખાવા આજના યુવાનો મર્યાદાને પણ ભૂલી ગયા હોય તેવું લાગે છે. મંદિરના પવિત્ર પંટાગણમાં યુવાનો અશોભનિય વીડિઓ બનાવે છે, ડાન્સ કરે છે જેના વીડિઓ પણ વાઈરલ થઈ રહ્યા છે. મંદિર જેવા ધાર્મિક સ્થળોએ આપણે જઈએ તો મર્યાદા જાળવવાની આજે જરૂર છે

હમણાં જ કેદારનાથના પવિત્ર પંટાગણમાં એક કપલે બધાની સામે પ્રમોજ કર્યુ અને તેનો વીડિઓ બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યો. અનેક લોકોને આ ગમ્યુ નથી અને તેનો વિરોધ પણ થયો. લોક લાગણી દુભાય એવી કોઇ પ્રવૃતિ ન કરવી જોઇએ એ આજે યુવાનોએ સમજવાની જરૂર છે.

આજે જ સમાચાર આવ્યા છે કે ડાકોરના રણછોડરાય ધામમાં હવે ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ડાકોર મંદિરના ટ્રસ્ટના સભ્યોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે મહિલા હોય કે પુરૂષ ટૂંકા વસ્ત્રો પહેર્યા હશે તો મંદિરમાં પ્રવેશ નહિ મળે. ભગવાનના દર્શન નહી કરી શકે. આ માટે વિનંતી કરતી એક નોટિસ પણ મંદિરની બહાર લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલા દ્રારકાના મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો…

 

 

 

 

]]>
https://gujjulogy.com/dakor-temple-gujarat/feed/ 0
કોંગ્રેસ અને આપ (AAP) આ કામ કરે તો ૨૦૨૨માં ભાજપને હરાવી શકાય છે!! પણ એ શક્ય નથી! https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/ https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/#respond Wed, 06 Oct 2021 05:24:23 +0000 https://gujjulogy.com/?p=1355  

 

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસ – આપનો પરાજય થયો. આ જીત પરાજિત પછી કોંગ્રેસ કહી રહી છે કે આપે અમારા વોટ તોડ્યા આથી અમને નુકસાન થયું જ્યારે આપ કહી રહ્યું છે કે કોંગ્રેસ બરાબર પ્રદર્શન ન કરી શકી એટલે અમને વધારે બેઠક ન મળી. જે હોય તે પણ ફાયદો ભાજપને થયો છે અને કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર મનપા પણ હવે તેના હાથમાંથી જતી રહી છે.

એકવાત તો આ પરિણામ પરથી સ્પષ્ટ દેખાય છે કે આપના કારણે ભાજપને ફાયદો થયો છે. જો આવું ને આવું ગુજરાતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં થશે તો નક્કી ભાજપને ફાયદો થશે અને ભાજપનું જે ૧૫૧ બેઠક જીતવાનું સપનું છે તે પૂર્ણ પણ થઈ શકે. મતોનું વિભાજન ભાજપ માટે હાલ ફાયદા કારક સાબિત થઈ રહ્યું છે. જે ૧૯૭૬ પહેલા કોંગસે માટે ફાયદાકારક હતું.

આપણે અહીં ગુજરાતની ૧૯૭૬ ની વિધાનસભાની ચૂંટણી યાદ કરવી જોઇએ. ત્યારે મતોનું વિભાજન કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થતું હતું. કોંગ્રેસ સામે નાના નાના પક્ષો ઉભા રહેતા હતા અને તે મત લઈ જતા પણ તેનો ફાયદો કોંગ્રેસને થતો. તે વખતે આ વાત જયપ્રકાસજીના ધ્યાનમાં આવી અને જનતા મોરચાને કોંગ્રેસ સામે લડાવામાં આવી અને કોંગ્રેસને ૬૫ બેઠકનું નુકસાન થયું હતું. આ હાર પછી ગુજરાતમાં કોંગ્રેસ પાછી બેઠી થઈ શકી નથી.

કોંગ્રેસે અને આપે અહીંથી વાત શીખવા જેવી છે. આજે મતોનું વિભાજન ભાજપને ફાયદો પહોંચાડી રહ્યું છે. આથી જયપ્રકાશે જે કોંગ્રેસ સામે ૧૯૭૫માં કર્યુ તેવું કોગ્રેસે આજે કરવાની જરૂર છે. આ થાય તો ભાજપને હરાવી શકાય છે

કહેવાનો અર્થ એ છે કે શું ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા જ ગઠબંધન કરી શકે તો કેવું? તેઓ નક્કી કરે અને ૧૮૨ વિધાનસભાની બેઠકની વહેંચણી કરી લે. જ્યા કોંગ્રેસ લડે ત્યા આપ ન લડે અને જ્યાં આપ લડે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર ન ઉભો રહે. સિમ્પલ છે. આવું થાય તો નક્કી ગુજરાતમાં આપ અને કોંગ્રેસની સહીયારી સરકાર બની શકે છે.

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વડગામની બેઠકને યાદ કરો. અપક્ષ તરીકે જીગ્નેશ મેવાણી ઉભો હતો એટલે તેની સામે કોંગ્રેસે તેનો ઉમેદવાર ઉભો ન રાખ્યો. ૨૦૧૨ની વિધાન સભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર કોંગ્રેસના મણિલાલ વાઘેલાએ ૨૧,૮૩૯ મતથી ભાજપના કદાવર મંત્રી ફકિરભાઈ વાઘેલાને હરાવ્યા હતા. અહીં જીગ્નેશ મેવાણીને જીતાડવા કોંગ્રેસે પોતાની જીતી શકાય એવી બેઠક જતી કરી હતી આથી સીધી લડાઈ અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે થઈ અને પરિણામ શું આવ્યું? જીગ્નેશ મેવાણીની જીત થઈ. જો અહીં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોત તો ન કોંગ્રેસની જીત થાત ન જીગ્નેશની, જીત થાય ભાજપની….

અમદાવાદની ખાડિયા બેઠકને યાદ કરો. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપના ભૂષણ ભટ્ટની જીત થઈ હતી. કેમ થઈ હતી? કેમ કે અપક્ષના સબિર કાબલીવાલાને ૩૦ હજાર કરતા વધારે મત મળ્યા હતા. આનાથી કોંગ્રેસના મત ઘટ્યા અને ફાયદો ભાજપને થયો. ત્યાર પછી ૨૦૧૭માં અહીં શું થયુ?  આજ બેઠક પર ૨૦૧૭ની ચૂંટણીમાં આ અપક્ષવાળા ભાઈને કોંગ્રેસે મનાવી લીધા એટલે તે ચૂંટણીમાં ઉભા ન રહ્યા અને ખાડીયાની બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. સિમ્પલ છે. મત વિભાજનનું  આ ગણિત છે. સમજીને આગળ વધો તો ધાર્યુ પરિણામ મળી શકે છે.

ટૂંકમાં ભાજપની સત્તાને ગુજરાતમાં અટકાવવી હોય તો મત વિભાજનને રોકવું પડે અને અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોંગ્રેસ અને આપ એક થઈને લડે. સત્તાની વહેંચણી કરે. બાકી ગાંધીનગરના પરિણામ પરથી લાગે છે કે આમને આમ ચૂંટણી ૨૦૨૨ માં લડાશે તો ભાજપને રેકોર્ડ તોડ બેઠકો મળશે…

મહત્વની વાત એ છે કે આ માત્ર કલ્પના છે. કેમ કે ચૂંટણી પહેલા દરેક પક્ષને લાગે છે કે અમે જીતી જવાના છીએ અને હાર્યા પછી જ આવી કલ્પનાઓ પર વિચાર કરવામાં આવે છે. કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા એક થાય એવું લાગતું નથી. એટલે ખરા અર્થમાં આ લેખને બહું ગંભીરતાથી લેવો નહી…

 

]]>
https://gujjulogy.com/congress-aap-alliance-in-gujarat/feed/ 0
વાડીમાંથી કલ્પેશ અને પ્રવિણાને લોકોએ કઢંગી હાલતમાં પકડી લીધા અને પચ્ચીસ લાખ માંગ્યા. https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/ https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/#respond Tue, 27 Oct 2020 13:47:34 +0000 https://gujjulogy.com/?p=555

 

સૌરાષ્ટ્રના સાવરકુંડલાનો આ રીયલ બનેલી ઘટના છે.અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે.

 

કાલ્પનિક તસવીર

– કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.
– પ્રવિણાએ કલ્પેશને હનીટ્રેપમાં ફસાવ્યો અને બિભત્સ વિડિયો ઉતારી લીધો.
– કલ્પેશના ભાઈને ફોન કરીને ૨૪ કલાકમાં ૨૫ લાખ માંગ્યા.

સાવરકુંડલા પાસે આવેલા બાઢડા ગામની સીમની સોંસરવા બનાવેલા રફ રસ્તે કલ્પેશની કાર પૂરપાટ જઈ રહી હતી. એની બાજુમાં પ્રવિણા બેઠી હતી હતી. કલ્પેશ ગાડી ચલાવતા ચલાવતા પ્રવીણા સાથે છેડછાડ કરી રહ્યો હતો. પ્રવિણાએ મીઠો છણકો કર્યો, ‘આટલી રાહ જાેઈ છે તો હવે થોડી જોઈ લ્યો ને. વાડીનું ઘર હવે ઢુંકડું જ છે.’

‘આમ આખો દિવસ તરસ્યા રહી શકીએ. પણ એકવાર માટલું પાંહે હોય પછી તરસ્યા રહેવું મુશ્કેલ છે. હવે નથી રેવાતું.’ કલ્પેશે ઉન્માદ ભર્યા અવાજે કહ્યુ.

પ્રવિણાના મગજમાં કંઈક કેટલાંયે વિચારો ચાલી રહ્યાં હતા. એણે કહ્યુ, ‘રેવાતું તો મારાથી ય નથી. પણ ચાલું ગાડીએ કાંઈ…..’ એ બહું જ બિભત્સ બોલી અને બંને જણ હસી પડ્યા.

આખરે ગાડી વાડીએ પહોંચી. બંને જણ કારમાંથી ઉતર્યા અને વાડીમાં બાંધેલી એક ઓરડીમાં પ્રવેશ્યા. અંદર જતાં જ કલ્પેશે પ્રવિણાને બાથ ભરી લીધી. એને પોતાના બાહુપાશમાં દબાવી લીધી અને ચુંબનો કરવા માંડ્યો.

પ્રવિણા પણ તરબતર થઈ ગઈ હતી. એણે કસીને કલ્પેશને પકડી લીધો. બંને જણ અલૌકિક આનંદ લઈ રહ્યાં હતા. એક મેકના મોટાભાગના વસ્ત્રો પણ ખેંચીને ફગાવી દીધા હતા. ત્યાં જ બહાર કોઈક ગાડી આવીને ઉભી રહી. એ બંને જણ કંઈ વિચારે એ પહેલાં જ ત્રણ લોકો અંદર ધસી આવ્યા. એક જણે કલ્પેશ અને પ્રવિણાનો કઢંગી હાલતમાં વિડિયો શૂટ કરી લીધો અને પછી ફોટા ય પાડવા માંડ્યા. કલ્પેશ ગભરાઈ ગયો, ‘ક..ક… ક કોણ છો તમે? અહીં શા માટે આવ્યા છો?’

‘તારો કાળો છીએ અમે. સાલા મારી બહેનને ભોળવીને એના પર બળાત્કાર કરે છે? હવે તો પોલીસને જ બોલાવું છું!’ આવેલા લોકોમાં એક મહિલા પણ હતી. એણે કહ્યુ.

બીજા બંને જણે તરત જ કલ્પેશને ગડદા પાટુનો માર મારવા માંડ્યો અને કહ્યુ, ‘તારા અને પ્રવિણાના ફોટા પણ પાડી લીધા છે અને વિડિયો પણ ઉતારી લીધો છે. આને વાઈરલ પણ કરી દઈશું અને પોલીસ કેસ પણ કરીશું. તને જેલ ભેગો કરી દઈશું.’

કલ્પેશના પગ તળેથી જમીન સરકી ગઈ. એ પરણીત હતો. ઘરે બાળ – બચ્ચા, ભાઈઓ બધાનો પરિવાર હતો. પ્રવિણા એની પ્રેમીકા હતી. કલ્પેશ લોકોના પગમાં પડી ગયો, ‘ના, ભાઈ એવું ના કરશો. મેં બળાત્કાર નથી કર્યો. અમે બંને પ્રેમમાં છીએ. જે કંઈ થયું તે અમારા બંનેની મંજુરીથી થયું છે.’ આટલું બોલીને એ પ્રવિણા તરફ ફર્યો અને બોલ્યો, ‘પ્રવિણા બોલ ને તું કે મેં તારી સાથે બળાત્કાર નથી કર્યો. આપણે આપણી મરજીથી ભેગા થયા છીએ. આ લોકો આ વિડિયો વાયરલ કરી દેશે તો આપણે મરી જઈશું!’ પણ કલ્પેશના માથે બીજાે વજ્રાઘાત થયો. પ્રવિણા અને આવેલા બધા જ શબ્ખો ખડખડાટ હસી પડ્યા. પ્રવીણા બોલી, ‘મારા વ્હાલમ, મારી મરજીથી કાંઈ નથી થયું હોં. તુ મને ફસાવીને અહીં લઈ આવ્યો છે! તેં મારા પર બળાત્કાર કર્યો છે!’ પ્રવિણા એ લોકો પાસે જઈને ઉભી રહી ગઈ, ‘તું ફસાઈ ગયો છે કલ્પેશ. હવે તું ગયો!’

પ્રવિણાના શબ્દોથી કલ્પેશના હોંશ ઉડી ગયા. એ સમજી ગયો કે આ આખું કાવતરું જ હતું. એ રડવા માંડ્યો. પેલા લોકોના પેટનું પાણી પણ ના હલ્યુ. એમાના એક સાગરિતે કહ્યુ, ‘જો કલ્પેશ તારે છૂટવું હોય તો એક જ રસ્તો છે! અમને ગમે તેમ કરીને પચાસ લાખ રૂપિયા આપી દે. નહીંતર તારા રાઈ રાઈ જેવા ટૂકડા કરીને ડેમમાં નાંખી દઈશું. મગરને ખવરાવી દઈશું.’

કલ્પેશ બોલ્યો, ‘ભાઈ, મારી પાસે એટલા બધા રૂપિયા તો નથી.’ કલ્પેશે રૂપિયા આપવાની અસમર્થતા બતાવી એટલે એ લોકોએ કલ્પેશને ખૂબ માર્યો અને પછી ત્યાંથી કલ્પેશની જ કારમાં એનુ અપહરણ કરીને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે રહેતા દિનેશ દેવજી ડાભીની વાડીએ લઈ ગયા. ત્યાં જઈને પણ એને ખૂબ માર્યો. આખરે કલ્પેશ ખૂબ ડરી ગયો. એને સમજાઈ ગયું કે જાે એ પૈસા નહીં આપે તો આ લોકો ખરેખર એને મારીને ફેંકી દેશે. આખરે એણે ૨૫ લાખ રૂપિયા આપવાની બાહેંધરી આપી. પેલા લોકો એને મારતા અટક્યા અને કહ્યુ, ‘તું કોઈને જાણ કર અને અમે કહીએ એ સરનામે રૂપિયા આંગડિયા કરાવી દે.’

કલ્પેશે તરત જ એના મોટાભાઈ અશ્વિનને ફોન કરીને બધી વિગતો જણાવી પચ્ચીસ લાખ રૂપિયાની સગવડ કરવાનું કહ્યુ. આરોપીમાંથી પણ એક જણે વાત કરી અને અશ્વિનભાઈને કહ્યુ, ‘તમે જ્યાં સુધી પૈસાની સગવડ નહીં કરો ત્યાં સુધી તમારો ભાઈ છૂટશે નહીં. અને યાદ રાખો! તમારી પાસે ચોવીસ કલાક જ છે. જાે એટલા સમયમાં પૈસા ભેગા ના કર્યા અથવા તો પોલીસને જાણ કરી તો તમારો ભાઈ ગયો સમજજાે.’

અશ્વિનભાઈ ગભરાઈ ગયા. પણ તેમને પોલીસમાં અત્યંત વિશ્વાસ હતો. તેઓએ પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો.

***

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના ગામમાં આકાર પામનારી આ ઘટનાના છે મે- ૨૦૧૯ની. આ ઘટનાના મુળ બહું જુના હતા. વાત એમ હતી કે સાવરકુંડલાના બાઢડા ગામમાં રહેતો ૪૩ વર્ષનો કલ્પેશ સરધરા એક વખત મોબાઈલ દ્વારા પ્રવીણાના પરિચયમાં આવ્યો. પ્રવિણા બાબરા તાલુકાના ખંભાળામાં રહેતી હતી. એનું મુળ નામ પરમા પોપટ સુરસા. બંને રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજો મોકલતા અને ધીમે ધીમે પ્રેમમાં પડી ગયા. પછી તો વોટ્‌સ એપ પર બિભત્સ વાતો પણ થવા માંડી. અને બંનેએ શરીર સુખ મેળવવા માટે મળવાનું પણ નક્કી કર્યુ.

હકિકતમાં પ્રવિણા કલ્પેશને પ્રેમ-બ્રેમ નહોતી કરતી. એ તો કેટલાંક લોકો સાથે મળીને કલ્પેશને ફસાવીને રૂપિયા પડાવવા માંગતી હતી. પ્રવિણા અને કેટલાંક સાગિરતોએ હનીટ્રેપ પ્લાન બનાવ્યો હતો. પ્રવિણા અને તેના સાગરિતોના કાવતરાના ભાગ રૂપે જ પ્રવિણાએ પ્રેમનું નાટક કરી કલ્પેશ સરધરાને ફસાવ્યો હતો અને એ દિવસે એની જ વાડીએ બોલાવ્યો હતો. પ્રવિણાએ આ જાણ બધાને કરી દીધી અને એના સાગરિતો ત્યાં પહોંચી ગયા. પછી માર મારીને અપહરણ કરીને કલ્પેશને લીમધ્રા ગામની વાડીમાં લઈ ગયા હતા. ત્યાંથી એના ભાઈને ફોન કરીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

***

કલ્પેશનું અપહરણ થયાના સમાચાર સાંભળીને એના પરિવારમાં ભુકંપ મચી ગયો હતો. એના ભાઈ અશ્વિને તરત જ પોલીસને જાણ કરી. અમરેલીના પોલિસ અધિકારીઓ તરત જ સતર્ક થઈ ગયા અને હરકતમાં આવી ગયા. પોલીસે જુદી જુદી ટીમ કામે લગાવી દીધી. પોલીસ અધિકારીઓએ પોતાનું નેટવર્ક લગાવીને અનુભવથી થોડા જ સમયમાં અપહરણ કરનારા લોકોની ભાળ મેળવી લીધી. પોલીસને ખબર પડી ગઈ કે અપહરણકારોએ કલ્પેશને વિસાવદર તાલુકાના લીમધ્રા ગામની વાડીમાં ગોંધી રાખ્યો છે. પોલીસે તરત જ ત્યાં રેડ પાડી અને કેટલાંક અપરાધીઓને પકડી પાડી કલ્પેશને હેમખેમ બચાવી લીધો. ધરપકડ થયેલા કેટલાંક લોકોએ આખરે ગુનો કબુલ કરી લીધો. અને પછી બીજા ગુનેગારો જે ફરાર હતા એમની પણ ધરપકડ થઈ. આ આખા કાવતરમાં સંડોવાયેલા લોકોમાં રેખા મેવાડા, સાવરકુંડલાનો ભીખુ કરમટા, વિસાવદરનો ધના ગુજરિયા, લીમધ્રાનો દિનેશ ડાભી અને શબ્બીર મોરી ઉપરાંત જુનાગઢના ઈમ્તિયાઝ બલોચ, વિસાવદરના અફઝલ મંઘરા અને નાશીર શેખ અને શોયલ નામના વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.

કલ્પેશ સરધરા આ બાબતે કહે છે કે, ‘અમરેલી પોલીસ ના હોત તો હું આજે જીવતો ના હોત. હું તેમનો ખૂબ આભારી છું.’

વાત સાચી છે. અમરેલી પોલીસની કામગીરીને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે. પણ દર વખતે સારા નસીબ નથી હોતા. પોલીસ તો પોતાના તન, મન, ધનથી મુશ્કેલીઓમાં મુકાયેલાઓને મદદ કરવાના પ્રયત્નો કરે જ છે. પણ ક્યારેક બહું મોડું થઈ જતું હોય છે. પીડીતે જીવ પણ ગુમાવવાનો વખત આવે છે. માટે કદી પણ આવી ચાલમાં ના ફસાશો. પળ-બે પળના આનંદ માટે તમારી જાતને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના મુકશો. લગ્નેત્તર સંબંધો કદી કોઈને સુખ નથી આપી શક્યા આ વાત પથ્થરની લકીર પર લખી રાખજાે.
આ ક્રાઈમ કથા આપને લગ્નેત્તર સંબંધોની લાલચ આપી ફસાવતી ટોળકીઓથી સાવચેત રહેવા માટે જ રજુ કરવામાં આવી છે.
સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારોના નામ સાચા છે. તથા કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/gujarat-saurashtra-savarkundala-crime-file/feed/ 0
લુપ્ત થઇ રહેલી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ! https://gujjulogy.com/gujarat-bhavai-art/ https://gujjulogy.com/gujarat-bhavai-art/#respond Sat, 24 Oct 2020 11:25:25 +0000 https://gujjulogy.com/?p=433 ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ ( Bhavai ) નો ઇતિહાસ વાંચો બે મિનિટમાં…સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળતી ભવાઈની કળા આજે  લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ એ ત્રાગાળા (તરગાળા) ભોજક જ્ઞાતિના આદિપુરુષ અસાઈત ઠાકરની દેણ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.

ભવાઈ વેશના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર યજુર્વેદી કર્મકાંડી હતા. એક હિન્દવાણીના શીલની રક્ષા કાજે તેમણે વટલાવાનું પસંદ કર્યું. સિદ્ધપુરની બ્રાણ જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો, જ્ઞાતિ બહાર મૂક્યા અને રોટી-બેટી વ્યવહાર પણ બંધ કર્યો. એટલે અસાઈત સિદ્ધપુર છોડી ઊંઝા આવ્યા અને કદીય સિદ્ધપુરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. આથી તે ત્રાગાળા કહેવાયા. દીકરા પણ સાથે હતા. તેમનાં ત્રણ ઘર તેથી ત્રણ ઘરા, તરગાળા થયું હોવાનું પણ કહે છે. તે ઊંઝામાં સ્થિર થયા. ઊંઝાએ તેમને હૈયાના હેતથી આવકાર્યા. ઊંઝાના પટેલોએ પોતાની દીકરીના શીલનું રક્ષણ કરનાર અસાઈતને મકાન આપ્યું, જમીન આપી, આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આ અસાઈતે સમાજની દુર્દશા જોઈ, તેની આંતરડી કકળી ઊઠી અને એ સ્પંદનોમાંથી જન્મ થયો ‘ભવાઈ વેશ’નો. તેમણે દરરોજ એક નવો વેશ ભજવી શકાય તેવા 370 ભવાઈ વેશ લખ્યા અને ભજવ્યા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે.

ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્ર્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.

ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને ભવાઈ એ તેમનો વારસાગત ધંધો બની ગયો. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેહૂબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભુલાવામાં પડી જતી.

હું વર્ષો સુધી અમદાવાદમાં ત્રાગાળા જ્ઞાતિની વચ્ચે રહ્યો છું. ત્યાં સાંભળેલી આ વાત છે. એકવાર ત્રાગાળાની કેટલીક બહેનો લોકાચાર માટે ગામડે ગઈ હતી. 2-3 દિવસ પછી પાછી આવી. ત્યારબાદ છણભણ વાત ચાલી કે આ મહિલાઓમાં એક પુરુષ સ્ત્રીવેશ ધારણ કરીને ગયેલો અને 2-3 દિવસના સહવાસમાં કોઈને જરા સરખોય અંદાજ ન આવ્યો કે તે પુરુષ છે. એ હતા જયશંકર ભોજક. આને કારણે તો તેમનું નામ ‘સુંદરી’ પડ્યું. આવી અભિનયપટુતા આ કોમને વારસામાં મળી છે.

ભવાઈ ખુલ્લા મેદાનમાં રમાય છે. મેદાનમાં ધૂળ હોય છે તો પાણી છંટાય છે. આમાં ટિકિટના દર નથી હોતા. વહેલો તે પહેલોના ધોરણે બધાં ગોઠવાઈ જતાં હોય છે.

શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

દુંદાળો દુ:ખભંજણો, સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે, ગવરીપુત્ર ગણેશ.

સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે. ભવાઈમાં સવૈયા, કુંડળિયા અને જકડીને અનુસરતા અંગવિશેષને સ્પષ્ટ કરી શકાતો નથી.’ ભવાઈ રમનારા નાયક અને ભોજક ભોજકો જૈન દેરાસરોમાં સંગીત શીખવતા, પછી ગાવાના ધંધામાં પરોવાયા. આજે તો ભવાઈ લગભગ મૃત:પ્રાય અવસ્થામાં છે. થિયેટરોમાં ચાલતાં નાટકો અને લાંબે ગાળે ચલચિત્રોને લીધે ભવાઈ લુપ્ત થતી જાય છે. ‘જેમ આજકાલ લોકોની માનતા પૂરી થાય તો ભગવાનને નાળિયેર વધેરે છે કે પછી કોઈ બીજી બાધા માને છે તે જ રીતે પહેલાં લોકો પોતાના ગામમાં ભવાઈ કરાવવાની બાધા રાખતા. ભવાઈ લોકોની ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલી હતી. તેના કલાકારો આઠ-આઠ મહિના સુધી ગામેગામ ફરતા અને તેમાંથી જે મળતું એટલામાં પોતાનું ગુજરાન ચલાવતા.’

આવી આ ભવાઈ સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળવા ભજવાતી તે લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈનાં મુખ્ય અંગો…..

ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.

તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.

વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.

નૃત્યના ઠેકા: કથ્થકના

જરીવાળી સાડી, મુગટ (પીતાંબર), લાલ, પીળા, સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી મુસ્લિમ ઢબની ટોપી વગેરે.

]]>
https://gujjulogy.com/gujarat-bhavai-art/feed/ 0
પિતરાઈ ભાઈએ બહેનનો બળાત્કાર કરી, છરી વડે ગળુ વેતરી વીસ ફૂટ દૂર ફગાવ્યુ https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/ https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/#respond Fri, 23 Oct 2020 10:51:20 +0000 https://gujjulogy.com/?p=386 અવાવરું સ્થાને બહેનને લઈ ગયો અને હેવાનિયત આદરી.એણે રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ. આખરે સીસીટીવી કેમેરાને આધારે પોલીસે બળાત્કારીને પકડી પાડ્યો.

 

– ફોઈના દીકરો પહાડોની કોતરો વચ્ચે અવાવરું સ્થાને બહેનને લઈ ગયો અને હેવાનિયત આદરી.
– એણે રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ.
– આખરે સીસીટીવી કેમેરાને આધારે પોલીસે બળાત્કારીને પકડી પાડ્યો.

***

ઓક્ટોબર- ૨૦૨૦ના પ્રારંભના દિવસો હતા. ગુજરાતના વાતાવરણમાં નવરાત્રીની ભક્તિ અને શક્તિની આરાધનાના ભાવ ઘોળાયેલા હતા. એવા પાવન દિવસોમાં બનાસકાંઠામાં એક રહેતી એક મૂકબધિર યુવતી સાથે ઘૃણાજનક ઘટના બની.

સાંજના છ વાગ્યા હતા. બનાસકાંઠાના ડીસા તાલુકાના શિવનગરના એક ઘરમાં એક મુકબધીર યુવતી બેઠી હતી. ત્યાંજ એની ફોઈનો દીકરો નીતીન માળી એની પાસે આવ્યો. ભાઈને જાેઈને બહેન ખૂશ થઈ ગઈ અને એની ઈશારાની ભાષામાં એના ખબર અંતર પૂછ્યા. નીતિને એ યુવતની સાથે થોડીવાર વાત કરી અને એને કંઈક લાલચ આપીને એની સાથે આવવા જણાવ્યુ. યુવતી ભાઈ પર વિશ્વાસ મુકીને એની બાઈક પર બેસી ગઈ. પણ એને ખબર નહોતી કે ભાઈના મગજમાં વાસનાનો અજગર ફુંફાડા મારી રહ્યો હતો. નીતિન એને લઈને ભાખર ગામ પાસે એક મોટા પહાડ પાસે એક અવાવરૂ જગ્યાએ પહોંચ્યો અને બાઈક ઉભી રાખી. યુવતીએ એને ઈશારાથી પૂછ્યુ કે અહીં કેમ લાવ્યો છે? પણ જવાબમાં ભાઈએ એને બાથમાં ભરી લીધી, ‘મારી જાન, તને મજા કરાવવા લાગ્યો છું!’ આમ કરી એણે યુવતીને વધારે જકડી લીધી. અગિયાર જ વર્ષની મુક બધીર યુવતી બધું જ સમજી ગઈ. એણે ચીસ પાડી છટકવાનો પ્રયત્ન કર્યો. એણે ઈશારા અને આંખોથી આજીજી પણ કરી કે, ‘ભાઈ, હું તારી બહેન છું. છોડી દે મને.’

પણ યુવકના શરીરમાં કામ ધૂણતો હતો. એણે અગિયાર વર્ષની માસુમ બહેનની આજીજી ન સાંભળી કે ન તો સંબંધની કોઈ આમન્યા એને નડી. એણે એ પહાડોની કોતરો વચ્ચેના એકાંત સ્થાને સગા મામાની દીકરી સાથે બળાત્કાર કર્યો. અગિયાર વર્ષની દીકરી હેવાનીયતથી ભાંગી પડી. એ ઉભી પણ નહોતી થઈ શકતી. બળાત્કાર કરીને પણ નરાધમ નીતિનનું પેટ નહોતું ભરાયું. એણે પીડાથી કણસતી બહેન સામે જાેયું અને વિકૃત હસ્યો.

બહેન માંડ માંડ બોલી શકતી હતી, ‘ભાઈ, મારો શ્વાસ બંધ થઈ રહ્યો છે. મને દવાખાને લઈ જા. મને બહું દુઃખે છે.’

બળાત્કારી નીતીન બોલ્યો, ‘તને બહું દુઃખે છે ને! તું ચિંતા ના કર. તારુ દુઃખ હું હમણા જ દૂર કરી દઉં છું.’ આટલું બોલીને એણે પોતાની કમરે ખોસેલી તીક્ષ્ણ છરી કાઢી અને ખડખડાટ હસતો હસતો બહેન તરફ આગળ વધ્યો. નરાધમના હાથમાં છરી જાેઈને યુવતીની રહી સહી આશા પણ મરી પરવારી. એણે ગગન ભેદી આક્રંદ કર્યુ. પણ એનું આક્રંદ સાંભળનારું ત્યાં કોઈ નહોતું. નીતિન નજીક ગયો અને પોતાના જ બળાત્કારનો ભોગ બનેલી માસુમ બહેનની છાતી પર બેસીને એનું ગળુ કાપીને નોંખું કરી નાંખ્યું. સાંભળતા પણ રૂંવાડા ઉભા થઈ જાય તેવું એ દૃશ્ય હતું. માસુમ યુવતીનાં કપાયેલા માથા અને ઘડમાંથી રક્તનો ધોધ વહી રહ્યો હતો. યુવકે એ રક્ત નિતરતા કપાયેલા માથાને ચોટલામાંથી જાલ્યુ અને દુર ઘા કર્યો. કપાયેલું માથુ વીસ ફૂટ દૂર જઈને પડ્યુ. અને નરાધમ નીતિન જાણે કશું જ થયું નથી એમ ત્યાંથી બાઈક લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો.

***

અગિયાર વર્ષની માસુમ દીકરી ગુમ થતાં તેના મા-બાપ ચિંતામાં પડી ગયા. આસપાસ તપાસ કરી પણ દીકરીની ભાળ ના મળતા તેઓ સીધા ડીસાના ઉત્તર પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવી. પોલીસે તરત જ ચારે તરફ શોધખોળ આદરી દીધી.

રાતનો સમય હતો. જાંબાજ પોલીસ કર્મીઓ તન,મન અને ધનથી યુવતીની શોધ કરી રહ્યાં હતા. કોઈએ એનું અપહરણ કર્યુ હોય અથવા તો ભોળવીને ભગાડી ગયું હોય એવી પણ થિયરીઓ હતી. યુવતીના ઘરથી દૂર જતાં ડીસાના હાઈવે પરના સ્ટોર, હોટેલો, પેટ્રોલ પંપો પરના સીસીટીવી કેમેરા ચેક થઈ રહ્યાં હતા. એમાં મોડી રાત્રે હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી પર પોલીસને એ નિર્દોષ યુવતી એક વ્યક્તિની બાઈક પર જતી જાેવા મળી.

પોલીસ હજુ એ દિશામાં આગળ વધે એ પહેલાં જ વહેલી સવારે ખબર મળ્યા કે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસેના એક અવાવરૂ પહાડી વિસ્તારમાંથી એક કિશોરીની લાશ મળી છે અને તેનું માથુ પણ કપાયેલું છે. દાંતીવાડા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી. ત્યાં સુધીમાં આ કેસ આખા બનાસકાંઠામાં ચર્ચાની ચગડોળે ચડી ગયો હતો. પોલીસે તપાસ કરી. વીસ ફુટ દૂરથી યુવતીનું કપાયેલું માથુ મળ્યુ અને ધડ પણ મળ્યુ. ઉપરાંત ત્યાંથી લોહીવાળા કપડાં, એક પ્યાલો અને બીજી અનેક ચીજાે મળી. પોલીસે તરત જ લાશની ઓળખ કરી લીધી કે એ યુવતી બીજું કોઈ નહીં પણ ગઈકાલે રાત્રે શિવનગરમાંથી ગુમ થયેલી અગિયાર વર્ષની માસુમ મૂકબધીર યુવતી જ હતી. એની સાથે બળાત્કાર થયાના પણ ત્યાં અનેક પુરાવાઓ હતા. બધી જ વસ્તુઓ પોલીસે ગાંધીનગર એસ.એફ.એલમાં મોકલી આપી.

આ તરફ દીકરી સાથે બળાત્કાર અને હત્યા થયાની જાણ થતાં મા-બાપ અને પરિવારજનો ભાંગી પડ્યા. આખાયે બનાસકાંઠામાં હાહાકાર મચી ગયો. અને મા-બાપને તરત જ બીજાે આઘાત પણ મળ્યો. પેટ્રોલ પંપ પરથી લીધેલો વિડીયો બતાવતા મા-બાપ ઓળખી ગયા કે બહેનનો દીકરો નીતિન જ દીકરીને લઈને જઈ રહ્યો છે.

પોલીસે તાત્કાલિક આરોપીના ઘરે રેડ પાડી. એના ઘરેથી આરોપીના લોહીવાળા કપડાં, અને બાઈક બરામદ કરવામાં આવ્યા અને નીતિનની ધરપકડ કરવામાં આવી. નીતિને પોલીસ સમક્ષ કબુલી લીધું કે, એણે જ કિશોરીનો રેપ કર્યો હતો અને એને છૂપાવવા માટે એની હત્યા કરી હતી.

બીજા દિવસે આરોપી નીતિને ડીસાની પોસ્કો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો અને એના દસ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા.
આરોપીના હાલ (તા.૨૧-૧૦-૨૦૨૦) રિમાન્ડ ચાલી રહ્યાં છે. એ દરમિયાન આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં પણ આ ઘટનાના ખૂબ મોટા પડઘા પડી રહ્યાં છે. હત્યારા દુષ્કર્મીના પિતાએ પણ નરાધમને ફાંસી આપવાની માંગ કરી છે.

આ કેસમાં હજુ અનેક રહસ્યો છુપાયેલા હોય તેવું લાગે છે. જેમ કે આરોપી સાથે બીજા કોઈ શખ્શો હતા કે નહીં? કેટલી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો? હત્યા કરીને માથુ વીસ ફૂટ દૂર જ કેમ ફેંકવામાં આવ્યુ? બળાત્કાર છુપાવવાનો જ હતો તો પછી માથુ મળી જાય અને લાશ ઓળખાઈ જાય તેવું શા માટે કર્યુ? અને પહાડી પાસે આવેલા મંદીરને અને આ બનાવને કોઈ સંબંધ છે કે નહીં? આ બધા જ પ્રશ્નો બહું જ ઝડપથી ઉકેલાઈ જશે એવી આશા છે.

સત્ય આખરે બહાર આવશે જ અને ગુનેગારને મોટી સજા થશે જ. વિકૃતી જે તે માણસને તો બરબાદ કરે જ છે પણ એની સાથે સાથે બીજા લોકોએ પણ એનો ભોગ બનવું પડે છે. માટે આપને જાે જરા પણ શંકા જાય કે આ માણસની માનસિકતા યોગ્ય નથી તો એનાથી દૂર રહો.
આ ક્રાઈમકથા આપની આસપાસ સંબંધીઓનો સ્વાંગ પહેરીને ફરતા નરાધમ લોકોને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના નામો આપ્યા નથી. અને કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/12-year-old-girl-raped-cousin-in-banaskantha/feed/ 0