gujarati crime branch – Gujjulogy.com https://gujjulogy.com Fri, 23 Oct 2020 10:11:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png gujarati crime branch – Gujjulogy.com https://gujjulogy.com 32 32 એક યુવકે સમલૈંગિક સંબંધો માટે બીજા યુવકને ઘરે બોલાવ્યો અને પછી જે થયું તે જાણીને ચોંકી જશો.. https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/ https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/#respond Fri, 23 Oct 2020 10:11:48 +0000 https://gujjulogy.com/?p=378 એ  Homosexual હતો. એના જીવનનું ગીત ‘આદમી હું આદમી સે પ્યાર કરતાં હું.’ જ હતું. એક એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધો બાંધવા હોમ સર્વિસ પૂરી પાડતી હતી.

 

રાતના સાડાબાર વાગ્યા હતા. અમદાવાદના એક પરા વિસ્તારમાં રહેતો એક ૨૫ વર્ષનો યુવક એના મોબાઈલ પર પોર્ન સાઈટ્‌સ વિડિયો જોઈ રહ્યો હતો. તેના લગ્ન થયાં નહોતા અને એ લગ્ન કરવા માંગતો પણ નહોતો. કારણ એ પોતે જ જાણતો હતો. કારણ કે એને છોકરીઓમાં કોઈ સર નહોતો. એ સમલૈંગિક હતો. એના જીવનનું ગીત ‘આદમી હું આદમી સે પ્યાર કરતાં હું.’ જ હતું. એ પુરુષ હતો અને પુરુષને જોઈને જ એની શારીરિક ઈચ્છાઓ જાગૃત થતી હતી. એણે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોના પોર્ન વિડિયો જોયા પણ એને મજા ના આવી. આથી એણે સમલૈંગિક સંબંધોના વિડિયો માટે સર્ચ કર્યુ. પુરુષો એક બીજા સાથે સંભોગ કરતાં હોય એવા વિડિયો જોઈને એ ઉન્માદિત થઈ ગયો. જુદા જુદા વિડિયો સર્ચ કરતાં કરતાં એણે એક એપ્લિકેશન જોઈ. એ એપ્લિકેશનમાં સમલૈંગિક સંબંધો બાંધવા ઈચ્છતા લોકો માટે હોમ સર્વિસ પુરી પાડવામાં આવતી હતી. પોતે હોમો સેક્સ્યુલઅ હતો અને એની શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે એને આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી લાગી. એણે એપ્લિકેશનને ડિટેઈલ પૂર્વક જોઈ. એમાં એક યુવકે લખ્યુ હતું કે, ‘હું પોતે હોમોસેક્સ્યુઅલ છું. મને પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધવાનું જ ગમે છે. મારા જેવા કેટલાંય મિત્રો આખા દેશમાં છે. જે કુદરતની આ નાઈન્સાફીનો ભોગ બન્યા છે. તેથી મેં મારા જેવા અન્ય સમલૈંગિક યુવકોનું આખા દેશમાં ગૃપ બનાવ્યું. અમે સૌ એકબીજાની શારીરિક ભુખ સંતોષે તેવું આયોજન કરીને આ એપ્લિકેશન બનાવી છે. તમે પણ જો હોમો સેક્સ્યુઅલ હો અને શારીરિક સુખ ઈચ્છતા હો તો અમારો સંપર્ક કરો. દેશના મોટા શહેરોમાં તમને સેવા મળી જશે.’

નોંધ વાંચીને યુવક ખુશ થઈ ગયો. એણે બીજા દિવસે નિશ્ચિત નંબર પર કોલ કર્યો અને પૂછ્યુ, ‘મારે અમદાવાદમાં સમલૈંગિક સેવા જોઈએ છે! મળી જશે?’

‘હા, ચોક્કસ મળી જશે. હું પણ અમદાવાદમાં રહું છું અને હું પણ હોમો સેક્સ્યુઅલ છું.’ આમ કહીને ફોન વાળા વ્યક્તિએ આ યુવક પાસેથી ધીમે ધીમે બધી જ માહિતી મેળવી લીધી. એ ક્યાં રહે છે, ઘરમાં કોણ કોણ છે વગેરે વગેરે. અંતે બંનેનું મળવાનું ફાઈનલ થયું. અમદાવાદના યુવકે કહ્યુ, ‘બે દિવસ પછી મારા મમ્મી-પપ્પા ઘરે નથી. તું આવી જજે બપોરે મારા ઘરે!’
‘મમ્મી, પપ્પા રાત રોકાવાના છે!’

‘હા, બે દિવસ!’

‘તો તો બંને દિવસ આપણે મજા કરીશું. અને હા, આ બધા કામની મજા રાતે વધારે આવે. હું રાત્રે મોડે જ તારા ઘરે આવીશ!’ વ્યક્તિએ ઉન્માદભર્યા અવાજે કહ્યુ. પેલો યુવક પાણી પાણી થઈ ગયો.

બે દિવસ પછી રાતના સાડા બાર વાગ્યા હતા. મોડી રાત્રે બાર વાગ્યા પછી એક વ્યક્તિ અમદાવાદના આ યુવકના ઘરે આવ્યો. એ બહું જ રૂપાળો હતો. એને જોઈને યુવક પાગલ જેવો થઈ ગયો. બંને દરવાજો બંધ ધરી બેડરૂમમાં સરકી ગયા. અમદાવાદના યુવકની વાસના એને જોતા જ ભડકી ઉઠી હતી. એમાં અંધારાએ બળતામાં ઘી હોમ્યા જેવી સ્થિતી પેદા કરી. એ યુવક બીજા યુવકને ચુંબનો કરવા લાગ્યો અને એનો શર્ટ ખેંચી નાંખ્યો. ત્યાંજ આવેલા વ્યક્તિનો મોબાઈલ રણક્યો. એણે પેલા યુવકને કહ્યુ, ‘એક મિનિટ તું કંઈ બોલતો નહીં. મારા ઘરેથી ફોન છે. હું વાત કરી લઉં જરા.’ યુવક બેસી ગયો અને પેલો વ્યક્તિ વાત કરતો કરતો બેડરૂમની બહાર નીકળી ગયો. હળવેકથી ડ્રોઈંગરૂમમાં આવીને એણે દરવાજો ખોલી નાંખ્યો. તરત જ બીજા ચાર જણ અંદર ઘુસી ગયા. પછી પાંચેય વ્યક્તિ બેડરૂમમાં ગયા. પાંચ જણને જોઈને પેલો યુવક આશ્ચર્ય પામ્યો. એક હટ્ટા-કટ્ટા વ્યક્તિએ એના ગાલ પર ચાર – પાંચ તમાચા જડી દીધા, બીજાએ એના હાથ બાંધી દીધા અને ત્રીજાએ ચપ્પુ બતાવ્યુ, ‘સાલા, વિકૃત! મા-બાપ નથી એટલે આવા ધંધા કરે છે!’ એ આટલું બોલ્યો અને બધા જ હસી પડ્યા.
યુવક બોલ્યો, ‘કોણ છો તમે લોકો… અંદર શું કામ આવ્યા છો?’

‘અંદર તો તેજ બોલાવ્યા છે. હવે કંઈ બોલતો નહીં! નહીંતર ગળું વેતરી નાંખીશ. ચાલ જલ્દી તિજોરીની ચાવી આપી દે.’
યુવકે મોતની બીકે ચાવી આપી દીધી. એ પાંચે લોકોએ તિજોરીમાંથી મોટી રકમ અને સોનાના ઘરેણા કાઢી લીધા અને યુવકને પલંગ સાથે બાંધીને ફરાર થઈ ગયા.

***

બીજા દિવસે યુવકના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે યુવકને છોડાવ્યો. યુવકે રડતાં રડતાં આખી ઘટના કહી સંભળાવી અને કેસ પોલીસ સુધી પહોંચ્યો. અમદાવાદ પોલીસ દ્વારા કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સુધી પહોંચ્યો. આ પ્રકારે સમાલૈંગિક લોકોને સેક્સની સુવિધા પુરી પાડનારી એપ્લિકેશનના નામે લુંટ કરીને નાસી જતી ટોળકીના અનેક કિસ્સાઓ છેલ્લાં ઘણા સમયથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ધ્યાનમાં આવ્યા જ હતા. માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સાઓ બનવા માંડ્યા હતા. ભોગ બનનારા લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. અમદાવાદનો આ કિસ્સો બનતા જ ક્રાઈમ બ્રાંચે પોતાની તપાસ પૂર જોશમાં વધારી દીધી.
સપ્ટેમ્બર- ૨૦૧૯ની આ ઘટના છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જાંબાજ અને ચપળ અધિકારીઓએ તપાસ આરંભી. સ્વાભાવિક જ ફોન નંબરો ખોટા નામ- એડ્રેસથી લીધેલા હતા. એપ્લિકેશનમાં પણ બધા ફોટા અને નામ ખોટા હતા. પણ ભલભલા ડિટેક્ટીવોને પણ પાછા પાડી દે તેવા ક્રાઈમ સ્પેશિયાલીસ્ટ અધિકારીઓએ પોતાની સુઝબુઝને કારણે આ ઘટનાના તાર મેળવી જ લીધા. ક્રાઈમ બ્રાંચને ધ્યાનમાં આવી ગયું કે એ એપ્લિકેશન દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં અનેક લોકો લુંટાયા છે. ટેકનિકલ એક્સપર્ટથી માંડીને અનેક લોકોની મદદથી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને અસલી ગુનેગારોનું પગેરું મળી ગયું. આ સમલૈંગિક એપ્લીકેશન બનાવીને લોકોને લૂંટતી ગેંગના પાંચ સાગરિતો દિલ્હીના નાઈડાના એક એરિયામાં હોવાની બાતમી મળી. તરત જ અધિકારીઓની ટૂકડી ત્યાં પહોંચી અને પાંચે ય લોકોને પકડી લીધા.

આખા દેશમાં આ પ્રકારે લુંટ કરતી ગેંગના આરોપીઓમાં અજય શર્મા, વિજય શર્મા, મુકલ શર્મા, અને જોની સોની નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ બહું ભેજુ લગાવીને માત્ર સમલૈંગિક લોકોને જ ટાર્ગેટ કર્યા હતા. માત્ર એમના ઘરે જ મળવાનું અને બને તો રાત્રે જ મળવાનું ગોઠવતા હતા. જેથી લૂંટ કરીને ભાગી શકાય. વળી આ લોકોને એવી ખાતરી પણ હતી કે સમલૈંગિક સંબંધોને કારણે પોતાની ઈજ્જત જવાની બીકે લુંટાનાર યુવકો પોલીસ કેસ તો નહીં જ કરે. આથી તેમણે આ એપ્લિકેશન બનાવીને આખા રાજ્યમાં તેમનું નેટવર્ક ફેલાવ્યું હતું. જ્યાંથી ઓર્ડર આવે ત્યાં આ ગેંગ પહોંચી જતી અને પોતાની નિશ્ચિત મોડસ ઓપરેન્ડિથી સમલૈંગિક વ્યક્તિને લુંટીને ફરાર થઈ જતી. આ ગેંગ પાસેથી લુંટીને પ્રાપ્ત કરેલ મોંઘા મોબાઈલ ફોન, સાત કાંડા ઘડીયાલ એક પાવર બેંક ઉપરાંત ભારતીય રૂપિયા મળીને કુલ એક લાખનો મુદ્દામાલ તથા ૫૫ અમેરિકન ડોલર અને ૨૦ નેપાળની ચલણી નોટો કબજે કરી.
આ ગેંગના પાંચેય સભ્યોની પૂછપરછમાં તેમણે પોતે જ આ એપ્લિકેશન દ્વારા લુંટ ચલાવતા હોવાની વાત કબુલી લીધી હતી. એટલું જ નહીં તેઓએ જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને કહ્યુ કે, તેમણે સમગ્ર ભારતના અનેક રાજ્યોમાં આ પ્રકારે સમલૈંગિક લોકોને ફસાવીને લુંટ કરી છે. જેમાં દિલ્હી, અમદાવાદ, વડોદરા, ગાજીયાબાદ, ઈન્દોર, નોઈડા, બેંગલોર, કોટા અને મથુરા જેવા શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ આંતરરાજ્ય ગુનાખોરીનું રહસ્ય ઉકેલતા જ ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા થયેલા પર્દાફાશથી અનેક લોકો લૂંટાતા બચ્યા હતા.

***

આજે ફ્રેન્ડશિપ, રીલેશન, અનૈતિક સંબંધો વગેરે માટે અનેક વેબ સાઈટ્‌સ અને એપ્લિકેશનો કાર્યરત છે. જે લોકો ઓન-લાઈન આ પ્રકારના સંબંધો માટે ફાંફા મારતા હોય છે તેમના માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે.

અનૈતિક સંબંધો ગુનો જ નહીં પણ પાપ પણ છે. કદી આ પ્રકારના કાર્યમાં ફસાશો નહીં. આવું કરવાથી પૈસા અને ઈજ્જત તો જાય જ છે પણ ક્યારેક જીવ ગુમાવવનો વખત પણ આવે છે.

આ ક્રાઈમ કથા આપને ઓન-લાઈન ફ્રોડિંગની એક નવી જ બાજુથી વાકેફ કરવા અને ચેતવવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

 

***

(આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના નામો આપ્યા નથી. અને કથાને રસપ્રદ બનાવવા માટે અમુક સંવાદો કાલ્પનિક છે)

]]>
https://gujjulogy.com/homosexuality-froud-gujarat-crime/feed/ 0