Hanumanteshwar Temple – Gujjulogy.com https://gujjulogy.com Sat, 19 Aug 2023 10:59:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Hanumanteshwar Temple – Gujjulogy.com https://gujjulogy.com 32 32 બ્રહ્મ હત્યામાંથી મુક્ત થવા હનુમાનજીએ ( Hanumanteshwar Temple ) જ્યાં તપ કર્યુ તે સ્થળ ગુજરાતમાં અહીં આવેલું છે https://gujjulogy.com/hanumanteshwar-temple-poicha-naramada/ https://gujjulogy.com/hanumanteshwar-temple-poicha-naramada/#respond Sat, 19 Aug 2023 10:59:23 +0000 https://gujjulogy.com/?p=1560

Hanumanteshwar Temple | ગુજરાતમાં નર્મદા કિનારે આવેલું હનુમંતેશ્વર – જ્યાં હનુમાનજીએ તપ કર્યુ હતું! Hanumanteshwar Poicha Narmada Tourism

તમને ખબર છે? ગુજરાતમાં એક સ્થળ એવું છે જ્યાં ખુદ હનુમાનજીએ આવીને શિવજીનું તપ કર્યુ હતું. આ ગામ નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું છે. અહીં હનુમાનજીનું એક મંદિર પણ છે. આવો જાણીએ આ મંદિર અને હનુમાનજીના તપ પાછળની કથા… Hanumanteshwar Poicha Narmada Tourism

રાવણનો વધ થયા પછી બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્ત થવા શું કરવું તેની વિચારણા ચાલી. આ માટે હાજર સૌએ અલગ અલગ ઉપાયો પણ સૂચવ્યા. અંતે બધાએ નક્કી કર્યુ કે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા તપ કરવું પડશે.

એવું કહેવાય છે આ પછી સૌએ તપ કર્યું અને હત્યાના દોષમાંથી તેઓ મુક્ત પણ થાયા.. આ બધામાં હનુમાનજીએ જ તપ ન કર્યું. તેમને લાગ્યું કે હું હત્યાનું નિવારણ કોઈ પણ દેવની પાસેથી કરાવી શકું છું.

રામચંદ્રજીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું- ‘હનુમાન, બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્તિ તો મેળવવી જ રહી. તમે શિવજીનું તપ કરો અને એમાંથી મુક્ત બની જાવ.

હનુમાને કહ્યું- “મારે તપ કરવાની શી જરૂર છે? હું તો ઊડીને જ શિવજી પાસે જઈને મારા અપરાધ ક્ષમા કરાવી શકું છું.’
આટલું કહી તેઓ ઊડીને કૈલાસમાં પહોંચ્યા. શિવજીનાં દર્શન કરવા તેઓ જેવા અંદર પ્રવેશ્યા ત્યાં જ ચોકી કરતા નંદીએ તેમને રોક્યા.
તેણે પૂછ્યું- ક્યાં જાવ છો.?

હનુમાનજીએ કહ્યું કે , ભગવાન શંકરનાં દર્શન કરવા.

‘નહિ જઈ શકો.’ ’–

‘કારણ ? ‘ભગવાનની આજ્ઞા છે.’

‘ભગવાનની આજ્ઞા? શા માટે?’હનુમાને આશ્ચર્યની સાથે પૂછ્યું.

‘તમારા હાથથી બ્રહ્મહત્યા થઈ છે. તમે રાવણના પુત્રને માર્યા છે. લંકાને સળગાવી દીધી છે. આ દોષ દૂર કરો પછી જ ભગવાનનાં દર્શન થઈ શકશે. હનુમાનના દિલને આઘાત લાગ્યો. તેમણે કહ્યું- ‘આ દોષ મારે કેવી રીતે દૂર કરવો તે જણાવો.’

 

રેવાને તીરે જાવ. ત્યાં તપ કરો. તમને મુક્તિ મળી જશે. હનુમાન રામચંદ્રજી પાસે આવ્યા અને તપ કરવા જવા માટે આજ્ઞા માગી. એ તરત જ મળી. હનુમાને રેવાને તીરે તપ કર્યું, જ્યાં તેમણે તપ કરી મુક્તિ મેળવી તે સ્થળે આજે ગામ વસ્યું છે. એનું નામ પડ્યું છે કપિસ્તિથાપુર અને તીર્થનું નામ હનુમંતેશ્વર પડ્યું છે. અહીં હનુમાનજીનું મંદિર પણ છે..

Hanumanteshwar Poicha Narmada Tourism | જીગોરથી ૪ માઈલ દૂર નર્મદાના દક્ષિણ કાંઠા ઉપર કઠોર નામનું ગામ છે. અહીં હનુમંતેશ્વરનું મંદિર જ્જે. ( આ વાતનો સ્કંદપુરાણ-રેવાખંડ-અધ્યાય ૧૦૩માં ઉલ્લેખ થયો છે )

સ્વામી યોગાનંદજીએ શ્રી મહાબલી હનુમાન નામનો ગ્રંથ લખ્યો છે તમા પણ આ વિગતો વાંચવા મળે છે…

]]>
https://gujjulogy.com/hanumanteshwar-temple-poicha-naramada/feed/ 0