Health Tips in Gujarati – Gujjulogy.com https://gujjulogy.com Fri, 30 Apr 2021 07:14:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Health Tips in Gujarati – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Health Tips in Gujarati | બિમાર ન પડવું હોય તો ભોજન આ રીતે કરો, હંમેશાં તંદુરસ્ત રહેશો… https://gujjulogy.com/health-tips-in-gujarati/ https://gujjulogy.com/health-tips-in-gujarati/#respond Fri, 30 Apr 2021 07:07:29 +0000 https://gujjulogy.com/?p=1001  

 

 

Health Tips in Gujarati | બિમાર ન પડવું હોય તો આહારને સમજો…આહાર એ જ ઔષધિ છે, ભોજન આ રીતે કરો, હંમેશાં તંદુરસ્ત રહેશો…

 

ભુખ ન હોય તો ક્યારેય પણ આહાર ગ્રહણ કરવો નહિ. વધારે ખાશો તો અકળામણ થશે. આપણે વધારે ખાવાની આદત છોડી દેવી જોઇએ. તમારી અડધી સમસ્યા તો આનાથી જ દૂર થઈ જશે

 

જંગલના પ્રાણીઓ આવું જ કરે છે…

યાદ રાખો જીવન ખાવા માટે નહી પણ ખોરાક જીવન માટે છે, ધણા લોકોનું આનાથી ઉલટું હોય છે. આખો દિવસ ખા-ખા જ કરતા હોય છે. જીવન જીવવું હોય તો આહાર લેવો જરૂરી છે પણ આજ કાલ આપણે એવું સમજી બેઠા છીએ કે ખાવા માટે જ ભગવાને જીવન આપ્યું છે. આપણે સમજવું પડશે. શરીરને જોઇએ એટલો જ આહાર લેવો જોઇએ. જંગલના પ્રાણીઓ આવું જ કરે છે…

સ્વાદ માટે ન ખાવ પણ…

સ્વાદ માટે ન ખાવ પણ ખોરાકને ઔષધિ ગણી શરીરને શક્તિ આપે તેવો જ ખોરાક ખાવ, આપણે બિમાર પડીએ તો જે દવા ખાઇએ છીએ એ કેવી હોય છે? કડવી? કડવી હોવા છતાં આપણે તેને કેમ પ્રેમથી ગળી જઈએ છીએ? કેમ કે આપણને ખબર છે કે આ કડવી ગોળી જ આપણી બિમારી દૂર કરશે. પણ આહારમાં આપણે આ વાત સમજતા નથી. આજે પણ દરેક પ્રાણીઓ માટે આહાર એ જ તેમના માટે ઔષધિ છે. યોગ્ય ખોરાક થકી તમે બિમારીને દૂર કરી શકો છો. આયુર્વેદથી લઈને નેચરોપથી સુધી તમને આ જ કહેવામાં આવશે. હવે તો નવી ભોજન પદ્ધતિ પણ વિકસી છે. આ લોકો માત્ર ભોજનથી કેન્સર જેવા રોગ દૂર કરવાની વાત કરી રહ્યા છે.

ભૂખ કરતા ઓછું ખાવાનું રાખો

ભરપેટ કે તેના કરતા વધારે ભોજન ન લો, ભૂખ કરતા ઓછું ખાવાનું રાખો. તમને ક્યારેય આનો અનુભવ થયો છે. તમારાથી વધારે ખવાઇ ગયું હોય તો શું થાય છે? તમે તરત સોડા પીવા નીકળી પડો છોને? સોડા પણ શરીર માટે સારી તો નથી જ. માટે યોગ્ય રીતે આહાર પચે તે માટે ભૂખ હોય એના કરતા ઓછું ખાવાનું રાખો. આનાથી આહાર પચશે અને ઓછા આહારથી પણ તમારા શરીરને વધારે પોષણ મળશે

તેમા સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી…

વધારે મસાલાવાળું, ચટપટા આહાર, સેવ, મમરા, નમકીન, બિસ્કીટ, તળેલું, ગળ્યુ ખાવાનું બંધ કરી દો યાદ રાખો તેમા સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. આ બધુ જોઇએને તમને ભૂખ લાગી હોય એવું લાગશે પણ એ ભૂખ કુત્રિમ હોય છે. આવું ખાવાથી ન તો તમારી ભૂખ મટે છે અને ન તો તમારા શરીરને શક્તિ મળે છે. માત્ર તમારા શરીરમાં ગંદકી ભેગી થાય છે. જે સારી વાત નથી

 

નુકશાન કારક હોય તે શરીરમાં કેમ નાંખી શકાય?

બહારનું ખાવાનું સદતંર બંધ કરી દો, ઠંડા પીણા – પેપ્સી, કોલા, કોક વગેરે ક્યારેય ન પીવા જોઇએ. આ બધ આપણા શરીર માટે નથી માત્ર મનને મનવાવા અને સ્વાદ માટે જ આપણે આરોગીએ છીએ. આ બધુ શરીર માટે નુકશાન કારક છે. અને જે નુકશાન કારક હોય તે શરીરમાં કેમ નાંખી શકાય?

આવા ખોરાકથી દૂર રહો…

ક્યારેય કોઈનું એઠું, વાસી અને વધારે પડતા ઠંડા ખોરાકથી બચવું જોઇએ. આમાં વેક્ટેરિયા તમારા શરીરમાં જવાનો ખતરો રહે છે. હાલના કોરોનાકાળમાં તમને આ બધી ખબર જ હશે! માટે આવા ખોરાકથી દૂર રહો…

ઓછો અને યોગ્ય આહાર લેવો જ હિતકારી

ભોજન લેવામાં કોઇના આગ્રહને વશ ન થવુ, ખવાય એટલું જ ખાવું, ખોટો દેખાડો કરવો નહી. આપણે ત્યાં એક શબ્દ છે તાણ કરવી. પ્રસંગમાં ખાવા માટે કે મહેમાનને ખાવા માટે તાણ કરવાનો રીવાજ છે પણ આ આગ્રહમાં વધારે ખાવું શરીર માટે યોગ્ય નથી. આપણે દેખા દેખીમાં વધારે ખાવાનો ડોળ પણ કરાતા હોઇએ છીએ અને પછી પછતાવાનો વારો આવે છે. યાદ રાખો એ જમાનો બીજો હતો. ત્યાંરે શુધ્ધ હવા અને ખોરાક હતો, સગવડ ઓછી હતી અને મહેનત વધરે હતી. ત્યારે ખોરાક વધારે ખવાય તો વાંધો આવતો ન હતો પણ હાલ સમય અલગ છે. માટે ઓછો અને યોગ્ય આહાર લેવો જ હિતકારી છે

મીઠાઈ ખાવાનું મન થાય તો…

મીઠાઈ ખાવાનું મન થાય તો કુદરતે આપેલી મીઠાઈ ખજૂર, કિશમિશ ખાવાનું રાખો જે મીઠાઈ કરતા સસ્તી અને હેલ્દી છે.

ભોજનની સાથે ખરાબ વિચાર કે વિચિત્ર વિચાર અંદર ન જવા જોઇએ

યાદ રાખો ભોજન કરતી વખતે માત્ર અને માત્ર ખાવામાં ધ્યાન રાખો, ટીવી ના જુવો, છાપુ કે ચોપડીના વાંચો,ભોજન કરતી વખતે શાંત અને પ્રફુલ્લિત રહો અને નકામી ચર્ચાઓથી બચો. ભોજન સાથે એકચિત થઈ જાવ, ભોજનની સાથે ખરાબ વિચાર કે વિચિત્ર વિચાર અંદર ન જવા જોઇએ.

પાણી પીવું જ હોય તો…

ભોજન બાદ તરત પાણી ન પીવો, પાણી પીવું જ હોય તો ભોજનની ૩૦ મિનિટ પહેલા અને ભોજનની ૩૦ મિનિટ પછી પાણી પીવો અને એ પણ ઘૂંટડે…ઘૂંટડે…

અને છેલ્લે…

“આહાર એ જ ઔષધ છે” નું સૂત્ર જીવનમાં અપનાવો

]]>
https://gujjulogy.com/health-tips-in-gujarati/feed/ 0