health – Gujjulogy.com https://gujjulogy.com Thu, 31 Aug 2023 09:07:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png health – Gujjulogy.com https://gujjulogy.com 32 32 પ્રાણી અને પક્ષીઓ પાસેથી આ વસ્તું શીખી લો ક્યારેય બિમાર નહી પડો | Lessons to learn from birds https://gujjulogy.com/lessons-to-learn-from-birds/ https://gujjulogy.com/lessons-to-learn-from-birds/#respond Thu, 31 Aug 2023 09:07:27 +0000 https://gujjulogy.com/?p=1576

Lessons to learn from birds | કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

Lessons to learn from birds | આ પૃથ્વી પર માનવનો જન્મ થયો ત્યારે તેની એક કુદરતી જીવનશૈલી હતી. આ જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે અને જેના કારણે અનેક બિમારીએ જન્મ લીધો છે. સાજા થવા માટે આજે માનવને દવાની જરૂર પડે છે પણ પહેલા દવાની જરૂર પડતી નહી. કુદરતે પ્રાણીઓની જેમ માનવને પણ પોતાની બિમારી દવા વગર તેની જાતે દૂર કરવાની શક્તિ આપી જ હતી.
પણ આપણે કુદરતી જીવનશૈલી ભૂલી ગયા ને અને આપણું શરીર આ કુદરતી દવા પણ ભૂલી ગયું. આ શક્તિ આજે પણ પ્રાણીઓ અને પક્ષીઓ પાસે છે. કેમ કે તેમણે પોતાની કુદરતી જીવનશૈલી જાળવી રાખી છે. જંગલમાં રહેતા આ પ્રાણી-પક્ષીઓને કોઇ દવાની જરૂર પડતી નથી. તેઓ બિમાર પડે છે અને સાજા પણ થઈ જાય છે. કોઇ પણ દવા કે ડોક્ટર વગર…પ્રાણી-પક્ષી જગતની આ જીવનશૈલી જાણાવા જેવી છે. તેમાંથી શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? આવો જાણીએ…

પ્રાણી-પક્ષીઓમાંથી માનવે આ શીખવા જેવું છે…!! Lessons to learn from birds

#૧

પ્રાણી – પક્ષીઓ રાત્રે ખાતા નથી. સૂર્ય આથમી ગયા પછી તેઓ શરીરમાં એક પણ અન્નનો દાણો નાંખતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે પણ સૂર્યાસ્ત પછી ન ખાવું જોઇએ

#૨

રાત્રે મોડી રાત સુધી જાગતા નથી. આપણે પણ સૂવાનો સમય નક્કી કરી દઈએ તો અદધા રોગો દૂર થઈ જાય.

#૩

ભૂખ લાગી હોય તેના કરતા વધારે ક્યારેય ખાતા નથી. ભૂખ હોય એટલું જ ખાય છે. આપણે ખૂબ વધારે ખાવાથી દૂઃખી થઈએ છીએ.

#૪

ખાવાનું ભેગુ કરતા નથી. જ્યા ખાવાનું મળે ત્યાં જઈને પેટ ભરાય એટલું ખાય છે અને પછી ઉડી જાય છે. સાથે કઈ લઈ જતા નથી. હા પોતાના બાળકો માટે લઈ જાય છે પણ તે
પણ તેમના પૂરતું જ! આપણે સંગ્રહ કરતા થઈ ગયા. વાસી ખોરાક ખાતા થઈ ગયા પરિણામે રોગો પણ વધી ગયા.

#૫

કુદરતે તેમની જે જીવનશૈલી ઘડી છે તેઓ તેવી રીતે જ જીવે છે. આપણી જીવનશૈલી પણ કુદતરે એવી જ ઘડી હતી પણ આપણે તેને ભૂલી ગયા છીએ. ઉઠવ-સૂવા-ખાવામાં કુદરતે
ધડેલા નિયમો અનુસરો, ક્યારેય બિમાર નહી પડો…

#૬

સવારે વહેલા સમય સર ઊઠી જાય છે અને રાત્રે સમયસર વહેલા ઊંઘી જાય છે. આ નિયમિતતા માનવ કેળવે તો તે હંમેશાં નિરોગી જીવન જીવી શકે. ઉજાગરાનો અર્થ
પ્રાણી-પક્ષીઓને ખબર નથી એટલે તેઓ ખુશ છે અને સ્વસ્થ છે.

#૭

સવારે તણાવમાં નથી ઊઠતા. કલરવ સાથે ગાતા-ગાતા ઉંઠે છે. આપણે તણાવમાં, ચિંતા સાથે સવારની શરૂઆત કરીએ છીએ.

#૮

પોતાના શરીર પાસેથી ખૂબ કામ લે છે, આરામ પણ કરે છે પણ જરૂર હોય એટલો જ. માનવ પણ આ કરે તો પક્ષીઓની જેમ માનવને પણ કોઇ હાર્ટ અટેક નહી આવે, કિટની ખરાબ
નહી થાય, પેટના રોગ નહી થાય…

#૯

પ્રાણી અને પક્ષી પોતાનો આહાર ક્યારે બદલતા નથી. અને માનવે શું કર્યુ? જે કોઇ ના ખાય તે પણ માનવ ખાઈ લે…હંમેશાં સ્વસ્થ રહેવું હોય તો આહારશૈલી સુધારવી જોઇએ.

#૧૦

પ્રાણીઓ કે પક્ષીઓ બિમાર પડે તો ખાવાનુ બંધ કરી દે છે. આપણે શું કરીએ છીએ? માનવે આ શીખવા જેવું છે. પ્રાણીજગત, પક્ષીજગત બિમાર પડે તો તેઓ સૌથી પહેલા ખાવાનું
બંધ કરી દે છે. થોડા દિવસ ભૂખ્યા રહે છે. આનાથી તેઓ તેની જાતે જ સાજા થઈ જાય છે. માનવ પણ આવું કરે તો ખરો ફરક પડે…નાની-નાની બિમારો માટે દવા જ ન લેવી પડે.

#૧૧

પ્રકૃતિ પાસથી એટલું જ લે છે જેટલું તેમને જરૂર હોય છે.

 

 

]]>
https://gujjulogy.com/lessons-to-learn-from-birds/feed/ 0
Health | દુનિયાના સાત સૌથી મોટા ડોક્ટર જે તમારી પાસે જ છે! જાણો અને સમજો https://gujjulogy.com/health-in-gujarati/ https://gujjulogy.com/health-in-gujarati/#respond Sat, 29 May 2021 06:54:56 +0000 https://gujjulogy.com/?p=1164  

Health | ભારતીય સંસ્કૃતિના વિશ્વમાં કેમ સ્વીકાર્ય છે? તેના કારણ અનેક છે, તે માનવીને આત્મનિર્ભર બનાવે છે. જીવન પોતાની જાતે એ પણ કોઇની મદદ લીધા વગર કેવી રીતે જીવી શકાય તેના દર્શન તમને ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા નહી મળે. આ મહામારીનો સમય છે ત્યારે ડોક્ટરો ભગવાનરૂપ સાબિત થયા છે. પણ અહીં વાત એવા સાત ડોક્ટરની કરવી છે જે તમારી પાસે જ છે. જે આપણી સંસ્કૃતિની દેન છે. થોડી કાળજી રાખો તો જીવન તંદુરસ્ત રીતે જીવી શકાય છે. કેમ કે આ સાત ડોકટરો તમારી પાસે જ છે. જે દવા વગર તમને રોગથી દૂર રાખે છે. આવો જોઇએ…

#૧ સૂર્યના કિરણો

આયુર્વેદ કહે છે કે સૂર્યના વહેલી સવારના કિરણો અનેક રોગો ને દૂર કરી શકે છે. નેચરોપેથીથી લઈને આયુર્વેદ સુધી બધે જ સૂર્યના તડકા નીચે હરવા ફરવાનું કહેવામાં આવે છે. સુર્યના કિરણો શરીર માટે ફાયદા કારક છે. વહેલી સવારે સુર્યનમસ્કાર કરવાથી ફાયદો થાય છે એનું કારણ પણ આ જ છે. સુર્યના સીધા કિરણો શરીર પણ પડવાથી શરીર અનેક હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત થઈ જાય છે. સુર્યના કિરણથી શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

#૨ રોજની ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ

તંદુરસ્તીનું રહસ્ય યોગ્ય અને પૂરતી ઊંઘમાં છુપાયેલું છે. શરીરને આરામ જરૂરી છે. જો તમારે આખો દિવસ સ્ફ્રુર્તિમાં પસાર કરવો હોય તો પૂરતી ઊંઘ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી ઊંઘથી ઘટી જાય છે. એટલે જ ઉજાગરા ન કરવાની સલાહ આપવામાં આવે છે. માટે શરીરને તંદુરસ્ત રાખવા રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ જરૂરી છે. આપણા જીવનમાં ઊંઘનું પણ મહત્વ છે તેને સમજવું ખૂબ જરૂરી છે.

#૩ શુદ્ધ અને સાત્વિક ભોજન

માનવ તરીકે આપણે હંમેશાં શુદ્ધ અને સાત્વિક આહાર જ લેવો જોઇએ. માંસાહારનો ત્યાગ કરવો જોઇએ. ભગવાને આપણી હોજરી જેના માટે બનાવી છે તેવો આહાર જ આપણે આરોગવો જોઇએ. જેનાથી આપણું પાચન સારુ રહે છે. આપને જે ભોજન શરીરને આપીએ છીએ તેમાથી ઊર્જા મળે છે. આપણે ભોજન ઊર્જા મેળવવા કરીએ છીએ પણ ખરેખર વિચારો ભોજન કર્યા પછી તમારી ઊર્જા વધે છે કે ઘટી જાય છે? હાલની જીવનશૈલી પ્રમાણે ઘટે જ જાય છે. કેમ કે આપણે શરીરને જે આહર જોઇએ છે એ આપતા નથી જ. હોજરીનું પર આ વણજોયતા આહારથી કામ વધી જાય છે અને આપણને ભોજનથી ઊર્જાની જગ્યાએ આળસ મળે છે. માટે થોડો દિવસ શુદ્ધ, સાત્વિક અને ભૂખ કરતા થોડું ઓછુ ખાઈ જુવો, નક્કી તમારા શરીરમાં તમને ફરક દેખાશે…

#૪ પૂરતું પાણી

બધાને ખબર છે કે આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આપણા શરીરમાં પૂરતું પાણી હોવું ખૂબ જરૂરી છે. માટે જ ડોક્ટરો વધારે પાણી પીવાનું કહે છે. વધારે પાણી પીવાથી આપણા શરીરનો કચરો સાફ થાય છે. શરીરના ઝેરી તત્વોની મુક્તિ આપણે પાણી અપાવે છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. માટે રોજ પૂરતું પાણી પીવો..પાણી ઘુંટડે ઘુંટડે પીવો.

#૫ યોગ, પ્રણાયામ, હળવી કસરત

શરીરને જેમ આરામની જરૂર છે તેમ પરિશ્રમની પણ જરૂર છે. આપણે રોજ જે ભોજન આરોગીએ છીએ તેને પચાવવા માટે થોડી કસરત જરૂરી છે, ચાલો, દોડો, પરિશ્રમ કરો. આ ખૂબ જરૂરી છે. આનાથી તમારા શરીરના અંગો બરોબર કામ કરશે. શરીરની સાથે મનની શુદ્ધી પણ જરૂરી છે. આ માટે યોગ કરો, પ્રાણાયામ કરો. કોરોનાકાળમાં યોગ, પ્રાણાયામની શક્તિ આખી દુનિયાએ સ્વીકારી છે.

#૬ સ્વયં પર વિશ્વાસ

જો તમને તમારા પર વિશ્વાસ હશે તો જ જીવનમાં તમે કંઇક કરી શકશો. તમને તમારામાં જ વિશ્વસ નહી હોય તો લોકો તમારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકે. માટે સૌથી પહેલા સ્વયં પર વિશ્વાસ રાખો. આ ખૂબ જરૂરી છે

#૭ સારા સંબંધ, સારા મિત્રો

અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા એક સર્વેનું તારણ એવું નીકળ્યું છે કે જે વ્યક્તિના સંબંધો સારા હતા તે તંદુરસ્ત અને લાંબુ જીવનારા હતા. સંબંધ સારા હશે તો તમે તણાવમાં નહી આવો અને તમને તો ખબર છે તણાવ અનેક રોગોનું મૂળ છે. માટે તંદુરસ્ત રહેવું હોય તો સંબંધ સુધારો. અને વાત મિત્રોની તો તેના વિશે તો તમે જાણો જ છો. મિત્રો વિનાનું જીવન નકામું. તણાવ વગર અને મસ્તીમાં જીવન જીવવું હોય તો સારા મિત્રો બનાવો. જીવનમાં આ ખૂબ જરૂરી છે. મિત્રો જીવનના ઓક્સિજન જેવા હોય છે. જેમ જિવવા ઓક્સિજનની જરૂરે પડે છે તેમ મિત્રોની પણ એટલી જ જરૂર પડે છે.

]]>
https://gujjulogy.com/health-in-gujarati/feed/ 0
દૂધ સાથે કે પછી કે પહેલા આ વસ્તું ન ખાવી જોઇએ https://gujjulogy.com/foods-not-to-drink-with-milk/ https://gujjulogy.com/foods-not-to-drink-with-milk/#respond Thu, 22 Oct 2020 12:47:09 +0000 https://gujjulogy.com/?p=361  

દૂધમાં વિટામિન સી સિવાયના બધા જ વિટામિન છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવું જોઇએ. પણ આયુર્વેદમાં દૂધ સાથે અને દૂધ પીધા બાદ, કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. માછલી સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે, જેને દૂધ પીતાં પહેલાં કે દૂધ પીધા બાદ ન લેવી જોઇએ.

 


દૂધ સાથે કે પછી કે પહેલા આ વસ્તું ન ખાવી જોઇએ


અડદની દાળ ખાધા બાદ કે સાથે દૂધનું સેવન ન કરવું જોઇએ.


દૂધ અને છાશને ભેગા કરીએ તો શું થાય? દૂધ ફાટી જાય. એવું પેટમાં પણ થાયને? દૂધના સેવનની સાથે દહીંનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. બંન્નેનું સેવન સાથે કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

દૂધ સાથે તલનું સેવન ક્યારેય ન કરવું જોઇએ.


દૂધ સાથે ચેરી, સંતરાં જેવાં ખાટાં ફળનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. ટૂંકમાં ખાટા ફળો ન ખાવા જોઇએ. દૂધ સાથે ફળ ખાવાથી ફૂડ પોયજનિંગ થઇ શકે છે. માટે જ વૈદ્ય ફ્રુટસલાડથી દૂર રહેવાની સલાહ આપે છે.

મીઠું અને મીઠાવાળી વસ્તુઓની સાથે દૂધનું સેવન ન કરવું જોઇએ.


સૌથી છેલ્લે ડુંગળીની વાત. દૂધ સાથે કે પછી કે પહેલા ન જ ખાવી જોઇએ…

દૂધ સાથે ખાવું જ હોય તો સૂકો મેવો કે હળદર ખાવ…રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તંદુરસ્ત રહેશો…

]]>
https://gujjulogy.com/foods-not-to-drink-with-milk/feed/ 0
પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત જાણી લો અને માણો રોગ વગરનું જીવન ! https://gujjulogy.com/how-to-drink-water/ https://gujjulogy.com/how-to-drink-water/#respond Thu, 22 Oct 2020 12:36:48 +0000 https://gujjulogy.com/?p=354

તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની – ઊભા રહેવાની – ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે.યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.

પ્રતિકાત્મક તસવીર


શરીર-સ્વાસ્થ્યે આધુનિક જમાનાનું સૌથી વધારે ધ્યાન ખેંચવા માંડ્યું છે કારણ કે અનેક વિચિત્ર પ્રકારના નવાનવા પેદા થતા રોગોથી આખી દુનિયા પરેશાન છે. દવાઓ, તેને બનાવનાર કંપ્નીઓ, અને દવાઓ લખી આપ્નાર ડાક્ટરોને આનો કોઈ અંત દેખાતો નથી. તેમાંય હવે ધીમે ધીમે અસાધ્ય રોગોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. જાણે રોગોની હરીફાઈ જામી હોય!!!


દવાથી રોગો મટાડવાની આખી પદ્ધતિ ધરમૂળથી ખોટી છે કારણ કે ‘કોઈપણ દવા કોઈપણ રોગ મટાડી શકતી નથી’ એ કથન ઘણા વિદ્વાન સીનિયર ડાક્ટરોએ પોતાનાં લખાણોમાં વારંવાર જાહેર કરેલ છે. શરીરમાં જંતુઓથી રોગો થાય છે અને જંતુઓ મારવાથી રોગો મટે છે તે પણ અર્ધસત્ય છે. તો પછી રોગોનું કારણ શું છે? શું દવાઓ પણ નવા નવા રોગોને જન્મ આપે છે? શું રોગ વગરનું જીવન શક્ય છે કે નહીં? શું રોગોને દવા વગર મટાડી શકાય કે નહિ? આવા વિચારો છેલ્લાં ત્રણસો વર્ષમાં ઘણા વિદ્વાન અને આત્મજાગૃતિવાળા ડાક્ટરોએ કરવા માંડેલા અને એમના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે ‘પ્રાકૃતિક ચિકિત્સા’ અથવા ‘નેચરોપથી’ નામની સ્વાસ્થ્યની એક નવી જ પદ્ધતિ ધીમે ધીમે જાણવામાં – વિકસાવવામાં આવી. રોગ થવાનાં સાચાં કારણો અને રોગ મટાડવાની સાચી રીતો પણ આ અભ્યાસમાં જાણવામાં આવી.

પ્રાકૃતિક ચિકિત્સા એ ચિકિત્સા પદ્ધતિ કરતાં ‘જીવન જીવવાની કળા’ વધુ છે. જીવન જીવવાનો તાલમેલ જો કુદરતની સાથે ગોઠવવામાં આવે તો જેમ લાખો પ્રકારના જીવો જે રીતે તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય બીમારી કે દવા વગર ભોગવે છે, તે પ્રમાણે મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ.

તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની – ઊભા રહેવાની – ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે.યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.

આટલા આરોગ્યમંથન પછી આપણે એકાદ ખૂબ જ સહેલા મુદ્દા વિશે ઉપયોગી લાઇફસ્ટાઇલની ચર્ચા કરીશું. તે મુદ્દો પાણીનો છે. પાણી આપણે જન્મથી મૃત્યુ સુધી પીવાનું હોય છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત શું છે તે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. થોડુંક જાણીએ.

(1) પાણી આપણી જરૂરિયાત જેટલું જ પીવું જોઈએ. કોઈના કહેવાથી ખૂબ વધારે કે ખૂબ ઓછું પાણી ન પીવું જોઈએ. શરીરની તરસને ધ્યાનમાં રાખીને તેને પ્રાધાન્ય આપવું જ જોઈએ.

(2) પાણી હંમેશા શરીરના તાપમાન જેટલા ઉષ્ણતામાનવાળું જ પીવું જોઈએ. એટલે કે હૂંફાળું – બહુ ગરમ કે બહુ ઠંડું નહિ. શરીરનું તાપમાન 98.60 ફે. કે 370 સે. જેટલું હોય છે. તેનાથી ગરમ કે ઠંડું પાણી શરીરની શક્તિનો વ્યય કરે છે. તે પાણીને શરીરના તાપમાન પર લાવવું પડે છે પછી જ શરીર તેનો ઉપયોગ કરે છે. આને માટે લોહીને પેટ તરફ ધસવું પડે છે. તેથી શરીરમાં ઘણી જગ્યાએ લોહીની અછત ઊભી થાય છે અને આ અછત શરીરના જે તે ભાગનું પોષણ અને સફાઈનું કામ ઘટાડે છે. આથી લાંબે ગાળે અનેક રોગો માટેની ભૂમિકા તૈયાર થાય છે. ગરમ કે ઠંડાં પીણાં પણ એ રીતે હાનિકારક છે. ફ્રીજનું પાણી શરીર માટે અત્યંત હાનિકારક છે. તે દુનિયામાં વધતા રોગોનું એક સૌથી વજનદાર કારણ છે.

(3) સારું પાચન એ સ્વાસ્થ્યની પહેલી શરત છે. સારા પાચન માટે જમતા પહેલાં પોણાથી એક કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરવું જોઈએ. જમતાં જમતાં વચમાં પાણી ન પીવું જોઈએ અને જમી રહ્યા પછી દોઢથી બે કલાક બિલકુલ પાણી ન પીવું જોઈએ. કારણ કે (અ) પાચન માટે જે અગ્નિ જઠરમાં ઉત્પ્ન્ન થયો હોય છે તેને પાણી શાંત પાડી દે છે. (બ) પાચન માટે આવેલા પાચક રસોને પાણી પોતાની સાથે વહેવડાવી દે છે અને તેને પાચન માટે વપરાવા દેતા નથી. (ક) ખોરાક જઠરમાં જતાં જ પોતાને સમરસ કરવા પાચક રસોની માંગ કરે છે. તે માંગ પાણીની હાજરીથી ઓછી થઈ જાય છે. તેથી સારું પાચન થતું નથી. આમ ઉપર બતાવ્યા પ્રમાણે પાણી ન પીવાનો નિયમ કરવાથી, પાચન સંબંધી ઘણા રોગોનો અંત આવે છે.

(4) જ્યારે પાણી પીવાની જરૂર પડે ત્યારે પાણી ગટગટાવીને ન પીવું, પણ ઘૂંટડો પાણીને મોંમાં રાખીને ફેરવવો અને 30 સેકન્ડ પછી ધીમેથી ઉતારવો. પાણી સાથે લાળ ભળવી ખૂબ જ જરૂરી છે. લાળ એ શરીરે શરીર માટે બનાવેલી, શરીરને જરૂરી એવી અત્યંત કીમતી સર્વોત્તમ ઔષધિ છે. જો આ ઔષધિ લેવામાં આવે તો જિંદગીમાં ક્યારેય કોઈ ઔષધિ લેવાની જરૂર નહિ પડે. અને પાણી આ ઔષધિને શરીરમાં પહોંચાડવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેથી હંમેશા પાણી પીતા ઓછામાં ઓછી બે મિનિટ થવી જોઈએ. આ રીતે પાણી પીવાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઓબેસીટી જેવા અનેક રોગો થોડા મહિનામાં કંટ્રોલમાં આવી જશે અને જેને આવા રોગો નથી તેને કદી થશે નહિ.


(5) ઉષ:પાન – વહેલી સવારે, કોગળા કર્યા વગર, મોમાં રહેલી લાળ સાથે પોણાથી એક લીટર સાદું હૂંફાળું પાણી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે મોમાં ફેરવીને પીવું જોઈએ. આ માટે રાત્રે બરોબર દાંત-મોં સાફ કરીને સૂવું જોઈએ. સવારની લાળ ખૂબ જ કોન્સેન્ટ્રેટેડ હોય છે અને શરીરના ટોક્સીનને બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સવારની લાળના ઘણા ગુણ છે. તેનો ઉપયોગ સવારે પાણી પીવાથી શરીરમાં થાય છે. નોંધ : આપણા પહેલા નિયમમાં માત્ર સવારે જ માંગ કરતાં વધારે પાણી પીવાની છૂટ લેવાની છે. તે શરીર માટે જરૂરી છે.


લાઇફસ્ટાઇલમાં રોજ પાણી પીવાના દૈનિક ક્રમમાં ઉપર બતાવેલ રીતે પાણી પીવાથી શરીરનો કાયાકલ્પ થશે. અનુભવ કરવાનો શરૂ કરજો.

  • મોહનલાલ પંચાલ (લેખક – ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે)
]]>
https://gujjulogy.com/how-to-drink-water/feed/ 0
મની પ્લાન્ટ money plant સાથે જોડાયેલી આ પાંચ વાતો તમને બનાવી દેશે ધનવાન https://gujjulogy.com/money-plant-benefits-in-gujarati/ https://gujjulogy.com/money-plant-benefits-in-gujarati/#respond Thu, 22 Oct 2020 11:55:16 +0000 https://gujjulogy.com/?p=341 ધનના છોડ મની પ્લાન્ટ money plant સાથે પણ કેટલીક એવી જ બાબતો જાેડાયેલી છે જેનું નું પાલન કરવામાં આવે તો જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.

દરેક માણસની ઈચ્છા હોય છે કે પોને ધનવાન બને. પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બન્યા રહે. આ માટે અનેક પ્રકારના ધાર્મિક કાર્યો માનવી કરતો હોય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માનવી અનેક પ્રકારના પવિત્ર છોડ પણ ઘરમાં રાખતા હોય છે. એવો જ એ છોડ છે મની પ્લાન્ટ. આ છોડનું નામ જ મુળ પૈસાનો છોડ છે. મની પ્લાન્ટના છોડને જ ધનનો છોડ કહેવામાં આવે છે. પણ કેટલાંક લોકોની ફરિયાદ હોય છે કે તેમણે ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો હોવા છતાં પણ તેમને ત્યાં સમૃદ્ધિ આવતી નથી. તેમને ધનની કમી રહે છે અને પરિવારમાં સુખ-શાંતિનો પણ અભાવ રહે છે.

તો આજે એ જ વાત કરવી છે કે મની પ્લાન્ટ ઘરમાં હોય તો પણ કેમ ધન લાભ થતો નથી. કેટલાંક લોકો નસીબમાં વિશ્વાસ કરતાં હોય છે. કહે છે કે, લક હોય તો જ મળે. જાે તમે લક એટલે કે નસીબમાં વિશ્વાસ કરતાં હો તો તમારે કેટલીક ધાર્મિક બાબતો અને એના સંકેતોથી થનારા લાભ-ગેરલાભ બાબતે પણ વિશ્વાસ કરવો જોઈએ.

ધનના છોડ મની પ્લાન્ટ સાથે પણ કેટલીક એવી જ બાબતો જાેડાયેલી છે. મની પ્લાન્ટનો જાે નિયમ મુજબ ઉછેર થાય, યોગ્ય જગ્યારે રાખવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.


આવો હવે જોઈએ મની પ્લાન્ટ સાથે જાેડાયેલી પાંચ બાબતો જેનું તમે ધ્યાન રાખશો તો એ તમને ધનવાન બનાવી દેશે અને સુખ અને શાંતિ પણ આપશે.


(૧) મની પ્લાન્ટ money plant કદી ખરીદીને ના લાવો


મની પ્લાન્ટ બાબતની સૌ પ્રથમ અને સૌથી અગત્યની વાત એ છે કે મની પ્લાન્ટ કદી ખરીદીને ના લાવવો જોઈએ. જે લોકો નર્સરી કે અન્ય જગ્યાએથી મની પ્લાન્ટ ખરીદીને લાવે છે તેમને એનો ધનલાભ જરાય મળતો નથી. ઉપરાંત કોઈને કહીને કે કોઈને જાણ થાય તે રીતે પણ મની પ્લાન્ટ ના લાવવો જોઈએ. એ રીતે લાવેલા મની પ્લાન્ટથી પણ કોઈ ફાયદો થતો નથી.


(૨) ચોરી કરેલો મની પ્લાન્ટ !


મની પ્લાન્ટ કોઈને કહીને કે ખરીદીને ન લાવવો એનો અર્થ એ જ કે એ ચોરીને લાવવો જોઈએ. ચોરી કરવી આમ તો ખોટી વાત છે પણ આ માત્ર એક છોડ ચોરવાનો છે એટલે કે કોઈના ઘરે તે ઉગ્યો હોય ત્યાંથી એને કે બીજા કોઈને ખબર ના પડે તેમ એને ચોરી લેવાનો છે અને તમારા ઘરે લાવીને એને વાવવાનો છે. સૌથી અગત્યની વાત એ કે તમે જેના ઘરેથી મની પ્લાન્ટ ચોરો એ ઘર એવું હોવું જોઈએ જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. એ ઘર ધનવાનનું હોવું જોઈએ. એ ઘરમાં કંકાસ ના હોવો જોઈએ અને ત્યાં રોજે રોજ પૂજા પાઠ થતાં હોવા જોઈએ. આવા સુખી, શાંતિપ્રિય અને સમૃદ્ધ કરમાંથી ચોરી કરેલો મની પ્લાન્ટ તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.


(૩) આવું બિલકુલ ના કરશો


તમે જાણો જ છો કે મની પ્લાન્ટના પાન ક્યારેક પીળા પડી જાય છે અથવા તો કોહવાઈ જાય છે કે ખરાબ થઈ જાય છે. આવા સમયમાં કેટલાંક લોકો એને હાથથી તોડીને ફેંકી દેતા હોય છે. તમે આવું બિલકુલ ના કરશો. નહીંતર ધનના દેવતા નારાજ થઈ જશે. એ રીતે ખેંચીને પાન તોડવાથી મની પ્લાન્ટનું અપમાન થાય છે અને ઘરમાં નેગેટીવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે પણ મની પ્લાન્ટનું ખરાબ પાન તમારે કાઢી નાંખવું હોય તો બહું જ શાંતિથી એને કાતર લઈને કાપીને સારી જગ્યાએ મુકી દો. કચરામાં ના નાંખશો.


(૪) આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે


મની પ્લાન્ટ અંગેની ત્રીજી અગત્યની વાત એ પણ છે કે એના મુળીયા કોઈને દેખાવા ના જોઈએ. જે ઘરમાં મની પ્લાન્ટના મુળીયા દેખાતા હોય છે ત્યાં મની પ્લાન્ટ હોવા છતાં પણ ગરીબી રહે છે. અને ઝઘડાઓ પણ થતાં રહે છે. જો તમે પારદર્શક બોટલમાં મની પ્લાન્ટ વાવ્યો હોય તો એ કાઢી નાંખવો અથવા તો બોટલને ઢાંકી દેવી. જેથી એના મુળીયા કોઈને દેખાય નહીં. આવું કરવાથી ધનની આવક ચોક્કસ વધશે.


(૪) મની પ્લાન્ટ અહીં મૂકો

મની પ્લાન્ટને હંમેશાં તમારા ઘરના પ્રવેશ દ્વાર અર્થાત મુખ્ય દ્વાર પર જ રાખવો. પ્રવેશ દ્વારા સ્વાગતનું દ્વાર કહેવાય છે. પ્રવેશ દ્વાર પર જ જો મની પ્લાન્ટ હોય તો લક્ષ્મીજી ખૂબ જ રાજી થાય છે અને તેમના આશિર્વાદ તમારા પર ઉતરે છે. મની પ્લાન્ટ પ્રવેશદ્વારા પર હોય ત્યાં ધન આકર્ષાઈને આવે છે અને સમૃદ્ધિ આપે છે.


(૫) તો મની પ્લાન્ટની વૃદ્ધિ ઝડપથી થશે

મની પ્લાન્ટને પાણી કેવી રીતે આપવું એ બાબતે પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. હંમેશાં પાણી આપતી વખતે તેમાં એક – બે ચમચી દુધ નાંખી દો. એ રીતે તમે પાણી આપશો તો મની પ્લાન્ટની વૃદ્ધિ ઝડપથી થશે. અને તમે તો જાણો જ છો કે મની પ્લાન્ટ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ તમારુ ધન પણ વધતું જશે.


આ હતી એ પાંચ વાતો જેનું પાલન કરવાથી મની પ્લાન્ટની ખુબ જ વૃદ્ધિ થાય છે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય છે. તો આજથી જ આ નિયમોનું પાલન કરો અને મની પ્લાન્ટના ઉછેર થકી ધનવાન બનો.


ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/money-plant-benefits-in-gujarati/feed/ 0