heart attack – Gujjulogy.com https://gujjulogy.com Fri, 03 Sep 2021 13:53:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png heart attack – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Heart attack diet food | 10 ખાવાની ચીજવસ્તુઓ જે હાર્ટઅટેકના જોખમને ધટાડે છે. https://gujjulogy.com/heart-attack-diet-food/ https://gujjulogy.com/heart-attack-diet-food/#respond Fri, 03 Sep 2021 13:53:55 +0000 https://gujjulogy.com/?p=1268 Heart attack diet food  | સિદ્ધાર્થ શુક્લાને ૪૦ વર્ષની ઉમરે હાર્ટઅટેક આવ્યો અને ચર્ચાનો મુદ્દો બન્યો કે ભારતમાં કેમ નાની ઉમરના લોકોને હાર્ટ અટેક આવી રહ્યો છે. આના કારણ ઘણા છે પણ જો દરેક વ્યક્તિ ખાવાપીવામાં થોડું ધ્યાન રાખે તો નક્કી હાર્ટઅટેકથી બચી શકાય છે. આ ફૂડ ખાવ અને હાર્ટ એટેકનું જોખમ ઘડાડો…

 

Heart attack diet food

1 ઓટર્સ :

ઓટસમાંથી પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ મળી રહે છે તથા તે હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને પાચનશક્તિને વધારે છે.

2. સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી તથા બ્લુબેરી બ્લડ પ્રેશરને ઘટાડે છે તથા રુધિરવાહિનીઓને ક્લિન રાખે છે. સ્ટ્રોબેરીમાંથી ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ, અને પોટેશિયમ જરૂરી પ્રમાણમાં મળી રહે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન C તથા E ભરપૂર પ્રમાણમાં હોય છે. સ્ટ્રોબેરીથી આંખને પણ ખુબ ફાયદો થાય છે.

3. ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલૅટ બ્લડ પ્રેશરને નોર્મલ કરવા, રુધિરવાહિનીઓમાં લોહી જામતા અટકાવે છે. ચોકલૅટથી તણાવ પણ ઓછો થાય છે. કોકો જેમાંથી ચોકલૅટ બને છે તે યાદશક્તિ વધારે છે. ચોકલૅટ ત્વચાને અલ્ટ્રાવાયોલેટે કિરણોથી પણ રક્ષણ પ્રદાન કરે છે.

4. ડ્રાયફ્રુટ (કાજુ, બદામ વગેરે )

ડ્રાયફ્રૂઇટમાં એક પ્રકારના પ્રોટીન ફાઈબર હોય છે જે હ્રદયને ખુબ ફાયદો પોંહચાડે છે. બદામમાંથી વિટામિન E ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ડ્રાયફ્રુઇટને શરીર માટે યોગ્ય આહાર માનવામાં આવે છે

5. ગ્રીન ટી

ગ્રીન ટી મગજની કામ કરવાની ગતિને વધારે છે. ચરબીને ઘટાડવામાં તથા મેટાબોલિઝમ રેટને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક પ્રકારના કેન્સરનો રિસ્ક પણ ગ્રીન ટી ઓછો કરે છે. રોજની એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

6. બ્રોકોલી અને પાલક

બ્રોકોલી તથા પાલકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિનો, મીનેરલ્સ, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે બ્લડ પ્રેશરને પણ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે. બ્રોકોલી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે, આંખોની જોવાની ક્ષમતાને સુધરે છે, એલરજીક રિએક્શનોથી પણ રક્ષણ આપે છે. પાલકમાંથી મૅન્ગેનીઝ, આર્યન, પોટાશિયમ, અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. વિટામિન A, વિટામિન C, વિટામિન B6 જેવા કેટલાય વિટામિન પાલક અને બ્રોકોલીમાંથી મળી રહે છે. જે આપણા હ્રદયને મજબૂત રાખે છે.

7. દાડમ

દાડમમાં એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે બ્લડપ્રેશરને સામાન્ય કરે છે, બ્લડસર્ક્યુલેશન સુધારે છે તથા હિમોગ્લોબીનની માત્રા વધારે છે.

8. તરબૂચ

તરબૂચ કોલેસ્ટ્રોલ લેવલને નોર્મલ કરે છે. તેમાંથી એન્ટિઓક્સિડન્ટ્સ પણ મળી રહે છે. તરબૂચ વાળ તથા ત્વચા માટે ખુબજ ફાયદકારક સાબિત થાય છે.

9. લસણ

લસણ રક્તવાહિનીઓને પોહળી કરે છે, બ્લડપ્રેશરને ઘટાડે છે, પાચનશક્તિ વધારે છે. હ્રદયરોગના દર્દીઓને લસણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

10. સફરજન અને બાબુપોચા

સફરજન તથા બાબુપોચામાંથી ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સફરજન દાંત ને સફેદ તથા મજબૂત બનાવે છે. બાબુપોચા રોગપ્રતિકારક શક્તિને વધારે છે, પાચનશક્તિ પણ વધારે છે, તથા ઉર્જામાં પણ વધારો કરે છે.

ટૂંકમાં ઋતુગત ફળ ખાવા જોઇએ. ફળ ઝડપથી પચી જાય છે અને આપણા શરીરને શક્તિ આપે છે. એટલે જ ડોકટરો પણ રોજ એક ઋતુગત ફળ ખાવાની સલાહ આપે છે.

ઉલ્લેખનીય વાત એ છે કે આ બીમારી ખતરનાક છે. ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શરીરમાં કોઇ ફેરફારનો અંદાજો તમને આવે અથવા તો હાર્ટ અટેકની સંભાવના તમને લાગે તો જરા પણ સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે પહોંચી યોગ્ય તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.

 

]]>
https://gujjulogy.com/heart-attack-diet-food/feed/ 0
Shidharth Shukla | ૪૦ વર્ષની નાની ઉમરે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો તમારે આ બિમારીથી દૂર રહેવું હોય તો આ ૧૦ વસ્તુ ધ્યાનમાં રાખો… https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/ https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/#respond Thu, 02 Sep 2021 11:41:02 +0000 https://gujjulogy.com/?p=1258  

Shidharth Shukla | નાની ઉમરે હાર્ટ અટેકના કેસ વધવા લાગ્યા છે. આ ચિંતાનો વિષય છે. પહેલા મોટી ઉમરે હાર્ટ અટેક આવતા આજે યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે. આની પાછળ કદાચ આપણી બદલાયેલી જીવનશૈલી જવાબદાર છે. તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખવું હોય તો આ ૧૦ બાબતો પર બરાબર ધ્યાન આપો.

 

Shidharth Shukla heart attack

 

હાર્ટ અટેકથી દૂર રહેવા આ ૧૦ વસ્તુ ધ્યાનમાં રાખો…

#1 નિયમિત કસરત

હ્રદયને મજબૂત રાખવું હોય તો નિયમિત કસરત કરવી જ પડે. નિયમિત હળવી કસરત તમને ઘણા રોગોથી બચાવશે અને મજબૂત શરીર બનવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધારશે. માટે રોજ ૩૦ નિમિટ કસરત કરો, દોડો, ચાલો, યોગા કરો…કઈ પણ કરો પણ શરીરને થોડું કષ્ટ આપો.

#2 તેલવાળું ખાવાનું ઓછું કરો

તેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે અને કોલસ્ટ્રોલના કારણે જ હાર્ટ અટેક આવે છે. બની શકે તો તેલ ખાવાનું ઓછું કરી દો. બંધ ન કરો પણ તેનું પ્રમાણભાન હોવું ખૂબ જરૂરી છે. જંકફૂડ ખાવાનું બંધ કરી દો.

#3 વજનને કાબૂમાં રાખો

શરીરનું વજન વધવા ન દો. શરીરના વજન પર કાબુ રાખો. વજન વધારે હોય તેને હાર્ટ અટેકનો ખતરો વધારે રહે છે. માટે પ્રમાણમાં ભોજન કરો. શરીરને જોઇએ એટલું જ ખાવાનું રાખો અને હેલ્દી ખાવાનું રાખો.

#4 પોષણયુક્ત આહાર

પોષણયુક્ત આહાર લેવાનું રાખો. આહારશૈલીની અસર વધારે હોય છે. સારુ અને પોષણયુક્ત ખાવાનું ખાશો તો હંમેશાં તંદુરસ્ત રહેશો.

#5 તણાવથી દૂર રહો

હાર્ટ અટેકનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવનશૈલી પણ છે. સ્વયંને તણાવથી દૂર રાખવાની કોશિશ કરો. ગમે એવું કામ કરો. ગમે એવી પ્રવૃત્તિ માટે સમય ફાળવો. યોગા કરો, મેડિટેશન કરો જે તમને તણાવથી દૂર રાખવા મદદ કરશે.

#6 બ્લડ પ્રેશર કંન્ટ્રોલમાં રાખો

જો તમે હ્રદયની બિમારીથી દૂર રહેવા માગતા હોવ તો બ્લડ પ્રેસરને કાબૂમાં રાખો, બીપી વધવું પણ ન જોઇએ અને ઘટવું પણ ન જોઇએ. હાઈ બ્લડ પ્રેસરના દર્દીઓને હાર્ટ અટેકનો ખતરો વધારે જોવા મળે છે.

#7 માછલી છે ઉપયોગી

જાણકારો કહે છે કે અઠવાડિયામાં એકવાર માછલી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઘટી જાય છે. કેમ કે માછલીમાં ઓમેગા ૩ ફેટી એસિડ વધારે હોય છે. જે આંખની સાથે હ્રદય માટે પણ ફાયદા કારક છે. માટે જાણકારો ડાઈટમાં માછલીનો ઉમેરો કરતા હોય છે.

#8 મીઠું (નમક) ખાવાનું ઓછું રાખો

બધા જ જાણે છે કે મીઠું વધારે પડતું ખાવાથી તે નુકસાન કરે છે. વધારે મીઠું ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની બિમારી થઈ શકે છે. અને હાઈ બ્લડપ્રેસરવાળા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે. માટે જો હ્રદયને તંદુરસ્ત રાખવું હોય તો મીઠું ખાવાનું ઓછું રાખો.

#9 પૂરતી ઊંધ લો

સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. રોજ ૮ કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે અને તેને શક્તિ મળે છે.

#10 વ્યસનથી દૂર રહો

વ્યશનથી દૂર રહો. તંબાકુ, દારૂ, સિગારેટથી દૂર રહેશો તો હાર્ટ અટેક પણ તમારાથી દૂર રહેશે. આજે નાની ઉમેરે હાર્ટ અટેક આવવાનું એક કારણ આ વ્યશન પણ છે. માટે હંમેશાં વ્યશનથી દૂર રહો…

 

 

]]>
https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/feed/ 0